Posts Tagged ‘શિક્ષણ’
બૈર્નાર સાથે મુલાકાત
* બૈર્નાર (એમ તો અંગ્રેજીમાં Bernard લખાય, પણ ફ્રેંચમાં આ રીતે ઉચ્ચાર કરાય!) અને હું આઈ.આર.સી. પર મળેલા. પછી, વાત-ચીતમાં ઓળખાણ થોડી વધી અને ખબર પડી કે બૈર્નાર દંપતિ ગુજરાત આવે છે (મિસિસ બૈર્નાર નવસારી-ગુજરાતી છે). તો, અમે ક્યાંક મળવાનું નક્કી કર્યું અને છેવટે ઓફિસથી નજીક પડે એ રીતે સાંજે સી.જી.રોડ પર થોડા દિવસ પહેલાં મળ્યા. એમ.એમ. પર એક ખૂણામાં બેઠા અને વાતો શરૂ કરી. બૈનાર્ડ હિન્દી સારી રીતે જાણે છે અને હવે ગુજરાતી પણ જાણી રહ્યો છે
અને અમારી મોટાભાગની વાતો ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરની આસ-પાસ રહી. ખાસ કરીને ફ્રાંસમાં ફ્રેન્ચ ભાષા અંગે કેવી પરિસ્થિતિ છે – તેનો એક દાખલો મને યાદ રહી જશે. ફ્રાંસમાં જો તમે સોફ્ટવેર બનાવો કે વેચો તો – તમારે ફરજીયાત ફ્રેંચ ઈન્ટરફેસ આપવો જ પડે, તેના સિવાય કોઈ તે વાપરે જ નહીં! બીજો દાખલો – કોમ્પ્યુટરના માઊસ ને ગુજરાતીમાં પણ માઊસ કહે છે – જ્યારે ફ્રાંસમાં માઊસ માટેનો ફ્રેંચ શબ્દ – Souris – જ વપરાય. તમે માઊસ કહો તો કોઈ સમજે નહીં. કહેવાની જરૂર છે કે ફ્રાંસમાં રહેવું હોય તો ફ્રેંચ શીખવું જ પડે!
આવી ઘણી વાતોથી મજા આવી ગઈ. પણ, હું ઓફિસમાંથી વચ્ચેથી આવ્યો હતો અને બૈનાર્રને અમદાવાદના બીજા છેડે જવાનું હતું. એટલે, રીક્ષા નક્કી કરી બૈનાર્ડને વિદાય આપી. તે પહેલાં અમે નીચેનો સરસ મજાનો ફોટો પડાવ્યો, જે બૈનારે ફ્રાંસ ગયા પછી મને મોકલ્યો – એટલે મેં આ પોસ્ટ લખી

ગુગલ એજ્યુકેશન..
* લોકો પણ નામનો કેવો ફાયદો ઉઠાવે છે…

કરાડીની મુલાકાત
* ઓફિસનાં એક કાર્ય સંદર્ભે કરાડી (નવસારી) ગામે જવાનું થયું. થાકી ગયો પણ, મજા આવી અને ખબર પડી કે અપ-ડાઉન કરવામાં કેટલી હિંમત જોઇએ! સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં નીકળ્યો. કર્ણાવતી એવી ગાડી છે કે જે તમને ન રાત્રે સુવા દે કે સવારે આરામથી સ્ટેશન પહોંચવા દે. માંડ-માંડ રીક્ષા મળી અને ગાડી ઉપડવાની પાંચ મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચ્યો. ધ્યાન રાખજો સ્ટેશન પર નેસકોફી પીવાનો પ્રયત્ન ન કરતા. મોઢામાં પણ ન જાય તેવી કોફી મળે છે (પ્લેટફોર્મ-૪ પર).
સુરત પહોંચ્યો. ત્યાંથી બસમાં નવસારી ગયો. ભૂલથી લોકલ બસમાં બેસી ગયો અને સુરત જીલ્લાનાં દર્શન કરી લીધા. ચાલની.. ચાલની જેવા સુરતી શુશબ્દો વડે મન પ્રફુલ્લિત પણ થયું
નવસારીથી એરુ ચાર રસ્તાથી રીક્ષામાં કરાડી પહોંચ્યા. ત્યાંની સ્કૂલ અને ગાંધીજીની ઝૂંપડીનાં થોડાક ફોટાઓ નીચે મૂક્યાં છે. ત્યાંથી પાછો નવસારી–>સુરત આવ્યો. કુનાલ ધામીને ફોન કરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ! મારી ટ્રેન મોડી હતી એનો લાભ ઉઠાવીને બહુ વાતો કરી!!
ઘરે પહોંચતા ૧૦.૩૦ થઇ ગયા અને ઘરે પહોંચ્યા પછી કવિન જીભ કાઢીને મારું સ્વાગત કર્યું.




સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ: કેટલું બોલ્યા તમે, ઓ રાજ!
* બે-ત્રણ દિવસથી છાપાંઓમાં આવતી એડ અને ફરફરિયાંઓથી મારા મનમાં આ સવાલ ઉઠ્યો છે. જો તમે સ્પોકન ઇંગ્લિશનાં ક્લાસીસ ક્યારેય કર્યા હોય તો, તમે નીચેનું ફોર્મ ભરીને મને તમારો અમૂલ્ય ફીડબેક આપો.
મારું માનવું છે કે જો તમે ગમે તેટલા ક્લાસિસ કરેલ હોય, પણ તમારી આજુ-બાજુ લોકો અંગ્રેજી ન બોલે તો (અને પછી તેનાં કારણે તમે પણ), તમારા પૈસા પાણીમાં જ છે.
અંગ્રેજી શીખો, SMS વડે..
હવે ડો. તુષાર શાહ (અમદાવાદ) દ્વારા શરૂ કરાયેલ આ સેવાનો તમે લાભ લઇ શકો છો. માત્ર એક SMS તમારા નામ અને મોબાઇલ નંબર સાથે આ નંબર, ૦૯૮૨૫૦૩૪૧૪૨ પર કરો અને દરરોજ સવારે ૬.૨૦ વાગે SMS દ્વારા મેળવો એક અંગ્રેજી શબ્દ તેનાં ઉપયોગનાં ઉદાહરણ સાથે.
અને હું તેનો ઉપયોગ એલાર્મ ક્લોક તરીકે પણ કરું છું
ફર્માટનો છેલ્લો પ્રમેય
* અગિયારમા ધોરણમાં ગણિત-2 વિષયમાં ગાણિતિય અનુમાનનો સિધ્ધાંત પ્રકરણમાં (1996નાં અભ્યાસક્રમમાં આ પ્રકરણ હતું. અત્યારે કંઇ ખ્યાલ નથી.) એક નાનકડો ઉલ્લેખ ફર્માટનાં છેલ્લાં પ્રમેય વિશે હતો. અને ગણિત ખાસ ન ગમતું હોવા છતાં આ વિશે જાણવાની ઉત્કંઠતા એ મને આ પુસ્તક લેવા માટે મજબૂર કરી દીધો.
આ પુસ્તક જેનાં પરથી લખાયેલ છે તે વિડિઓ પણ તમે ગુગલ વિડિઓ પરથી જોઇ શકશો.
બીજો એક વિડિઓ પણ તમે જોઇ શકો છો – જેમાં આ પ્રમેયનાં ઉકેલ વિશેની ચર્ચા કરવામાં આવી છે.
નોંધ 1: ફર્માટે આ પ્રમેય એક પુસ્તકનાં હાંસિયામાં લખેલો અને લખેલું કે આ પ્રમેયનો ઉકેલ સરળ છે પણ હાંસિયામાં જગ્યા નાની છે એટલે તેનો ઉકેલ હું અહીં સમાવી શકતો નથી!!
.. અને આ પ્રમેયનો ઉકેલ લાવતાં 350 વર્ષ કરતા વધુ વર્ષો થયા!
નોંધ 2: કોઇને ગુજરાત શિક્ષણ બોર્ડનો અભ્યાસક્રમ ઓનલાઇન મળતો હોય તેવી ખબર હોય તો મને જણાવવા વિનંતિ.
નોંધ 3: મળી ગયો રે મળી ગયો, શોધતાં શોધતાં સિલેબસ મને મળી ગયો.
જુઓ: http://www.gseb.org/guidelines/syllabus.htm જલ્સા કરો..
નોંધ 4: કુણાલનો આ પરનો સરસ આર્ટિકલ
શું સમજવું?
* ભલે આપણને સારા ટકા નહોતા આવ્યા, પણ મને મારી શાળા (શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિર, પાલનપુર) અને જીલ્લા (બનાશકાંઠા)નું 12 વિજ્ઞાનપ્રવાહનું પરિણામ જાણવા હંમેશા આતુરતા રહે છે (ભલે ને કોઇ સંબંઘીઓ ના હોય). પણ, દિવ્યભાસ્કરમાં ઉપરનું પાનું જોયા પછી મને લાગ્યું કે મુખ્ય પાનાં પર કંઇક વધારે નજર રાખવાની જરૂર છે
પાઇ સમજાવવાનું સૌથી સરળ ઉદાહરણ
![]()
* અત્યાર સુધીમાં પાઇ (π) પર ઘણાં બધાં સંશોધનો ચાલ્યા છે. મજાની વાત છે કે મને ગણિત ખાસ ગમતું નહોતું (પણ, હવે બહુ ગમે છે, એટલે વિકિપીડીઆ પર બહુ વાંચુ છું!). તો, આ ઉદાહરણ પાઇ ને સમજવાનું સૌથી સરળ બનાવે છે.
બેંગ્લુરૂ નિરિક્ષણ ભાગ – ૨
* કન્નડ પ્રત્યેની આટલી બધી લાગણી હોવા છતાં, બેંગ્લુરૂમાં મોટાભાગનાં રસ્તા કે વિસ્તારનાં નામ બ્રિટિશ જમાનાનાં છે. દા.ત. કબન પાર્ક, ફ્રેઝર ટાઉન, મર્ફી ટાઉન, મેયો હોલ, રેસિડેન્સી રોડ, રીચમંડ રોડ (જ્યાં મારી ઓફિસ છે). નવાઇની વાત છે ને?
* અહીં એકંદરે પાણીનો ત્રાસ છે. કારણકે, મેટ્રો રેલ્વે પ્રોજેક્ટ અને જ્યાં-ત્યાં ચાલતું બાંધકામ બહુ પાણી ખાઇ જાય છે, વધુમાં બેંગ્લુરૂ થોડું ઉંચાઇ પર છે.
* શનિવારે અહીંની એક જાણીતી કોલેજ (RVCE) માં મારુ નાનું એવું ‘લેક્ચર’ ડેબિયન લિનક્સ પર હતું. ફેકલ્ટી અને સ્ટુડન્ટ્સ બન્ને તરફથી સારો આધાર મળ્યો. અને હવે, પછી આખા દિવસની વર્કશોપની યોજના છે. કોલેજમાંથી મેં ફેકલ્ટી (રેનુકાપ્રસાદ)ની મદદ લઇ ૧૦ જેટલાં ગુજરાતી વિદ્યાર્થીઓ શોધી કાઢ્યા છે. જોઇએ હવે તેમાંથી કેટલાં કાર્યરત થઇ શકે છે.
શાળા ગીત
* મારી શાળા (એટલે કે સ્કૂલ) માં એક મહત્વની વાત હતી કે શાળાનું પોતાનું આગવું ગીત હતું (એટલે કે છે..). જે દરેક જાહેર પ્રસંગે વગાડવામાં આવતું હતું. મારી મમ્મી જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તે રચવામાં આવ્યું હતું અને છેલ્લા ૧૦ વર્ષથી હું પણ સાંભળ્યા વગરનો હતો. આજે એક મિત્રે અને તેનું URL આપ્યું અને વાહ, તમે તેને સાઇટ ઉપરથી સાંભળી શકો છો. અહીં તેને વાંચી પણ શકો છો.



