Posts Tagged ‘હવામાન’
પાલનપુરની મુલાકાતે…
* આજે સાંજે અથવા કાલે સવારે પાલનપુરની બે દિવસની મુલાકાતે! મમ્મીનો ફોન આવ્યો કે અહીં બહુ ઠંડી છે તો મને થયું કે મેકનાં ડેશબોર્ડમાં પાલનપુરનું તાપમાન જાણી શકાય? આશ્ચર્ય સાથે જવાબ મળ્યો: હા! અને છ દિવસનું હવામાન કેવું હશે તે પણ જોઇ શકાશે. સરસ, હવે કેટલાં સ્વેટર-વાંદરા ટોપી વગેરે લઇ જવા તેનો ખ્યાલ આવી ગયો!

આવજો. રવિવારે મળીશું!!
ફરી પાછો અમદાવાદમાં…
* ફરી લગભગ ૧ અઠવાડિયાં (અને કદાચ કમનસીબે વધુ પણ) માટે અમદાવાદમાં છું. આજે રાત્રે એ જ આપણી પ્રિય લોકશક્તિમાં ઉપડું છું. કવિન અને કે વગર કંઇ મજા ન આવે.
મુંબઇમાં સરસ મજાની ઠંડી છે. છેલ્લાં ૪૫ વર્ષનું નીચામાં નીચું તાપમાન ગયું છે (લગભગ ૧૦ સેલ્શિયસ). જેકેટ લીધેલું તે હવે કામમાં આવે છે..
કવિન અપડેટ અને બીજું..
* ઓકે. કવિન મજામાં છે, પણ બે દિવસથી સાંજે રોવાનું ચાલુ કરતો હતો. એટલે મમ્મી-પપ્પા (એટલે કે અમે!) ચિંતા કરતા હતા. ડોક્ટરને બતાવ્યું તો, તેને ઇવનિંગ કોલિક થયું છે, જે મોટાભાગે સામાન્ય હોય છે. મસ્તીખોર અત્યારથી છે
* હવે, મોટાભાગે મુંબઇમાં જ હોઇશ, એટલે શાંતિ છે. ફેબ્રુઆરી પછી પહેલી વખત ઓફિસમાં દિવસ ગુજારવાની મજા આવી ગઇ.
* કવિનની વેબસાઇટ માટે કોઇ સારું નામ સજેસ્ટ કરશો! kav.in તો લેવાઇ ગયું છે
અમદાવાદમાં..
* થોડા દિવસ ઘરે જલ્સા કરી હવે પાછો અમદાવાદ આવી ગયો છું. સારુ થયું કે રસ્તામાં ટ્રેનમાં કોઇ તકલીફ ન થઇ, અમુક ટ્રેન વરસાદનાં કારણે બહુ મોડી પડી હતી અથવા રદ કરવામાં આવી હતી.
* મુંબઇમાં વરસાદ જોયા પછી, અહીં તો કંઇ લાગતો નથી
* કવિનનાં થોડા બીજા ફોટા ફ્લીકર આલ્બમ પર અપલોડ કર્યા છે.
કવિન
* હવે, કવિન (Kavin, कविन, એટલે કે સુંદર સોહામણો), નામ નક્કી જ છે. ઘણી ચર્ચા અને વિચારણા પછી કુણાલે સૂચન કર્યા મુજબ, કવિન નામ રાખ્યું છે. તો, તમને કેવું લાગ્યું?
થોડો પ્રોબ્લેમ ત્યાં છે કે, ગુજરાતી વાંચી શકતા સિવાયનાં લોકો તેને કવિનની જગ્યાએ કેવિન (જે બહુ જ લોકપ્રિય અંગ્રેજી નામ છે) બોલાવશે!
* મુંબઇમાં મસ્ત વરસાદ શરુ થઇ ગયો છે, અત્યારનો મોટાભાગનો સમય, કવિન પાછળ અને ઉંધવામાં અને પીસી પર આડાઅવળું મચડવામાં જાય છે..
૧૫ દિવસ મુંબઇમાં..
* હવે ૧૫ દિવસ (કે તેથી વધુ) હવે મુંબઇ (એટલે કે ઘરે) છું. વરસાદ અને બીજી ઘણી ચીજોનો લ્હાવો લેવાનો છે. થોડું ઘણું ફોન્ટ અને ડિક્શનેરીનું બાકી કામ પણ કરવાનું છે, પણ ઓફિસિયલી હું વેકેશન પર છું
તેમ છતાં સવારે ૭ વાગે આવીને મારા ડેબિયન પેકેજનો એક પ્રોબ્લેમ સોલ્વ કર્યો પછી બ્રશ કર્યો..
પહેલો વરસાદ..
* પરમ દિવસે અમદાવાદમાં પહેલો વરસાદ પડ્યો (અને બીજી જગ્યાએ પણ) અને ગઇકાલે સમાચાર મળ્યા કે, મુંબઇમાં પણ સરસ વરસાદ આવ્યો.. તો, ‘આવ રે વરસાદ!’ ગાવાનું શરુ કરી દો, છત્રી, રેઇનકોટ વગેરે પરથી ધૂળ ખંખેરી નાખો, અને થઇ જાવ તૈયાર..
♥ વર્ડપ્રેસ હવે નવી-નવી સુવિધાઓ ઉમેરતું જાય છે. તમે વધુ એક આ પોસ્ટમાં અને અહીં દેખી શકો છો..
કાલે કીલીંગ મી સોફ્ટલી મુવી જોયું
આહ ગરમી..
* અહીં જોઇ લો …

મુંબઇમાં..
* સોમવાર સુધી મુંબઇમાં છું. હવે સરસ મજાની ગરમી પડે છે. બે દિવસથી અહીં હોવા છતાં અત્યંત વ્યસ્તતાને કારણે ઘરનું જમવા બરોબર મળ્યું નથી એટલે ત્રણ દિવસ તો બપોરે તો ક્યાંય જવું નથી. અને બપોરે થોડી વાર સુઇ જવાનો લાભ પણ છોડી શકાય તેમ નથી!
આવ રે વરસાદ!
* બ, હવે તો, “આવ રે વરસાદ” ની જગ્યાએ મને જરા પણ ન ગમતું અંગ્રેજી બાળકાવ્ય Rain Rain Go Away, Big Kartik wants to play (Computer Games) પરાણે ગાવુ પડે છે. ત્રણ દિવસનાં ધોધમાર વરસાદ પછી આજે જરા ઠીક લાગે છે. કોમ્પ્યુટરનું મોનિટર વરસાદથી બંધ છે, એટલે થોડુ વાંચવાનું વધી ગયું છે..
* ઇન્ડિક બ્લોગર એવોર્ડમાં વિનર બનવા બદલ બધાને અભિનંદન. થોડા લોચા થયા છે. હિન્દીમાં રવિજીનાં બ્લોગને આ એવોર્ડ મળ્યો, જે બ્લોગ છેલ્લે ૨૦૦૫માં લખાયો હતો! રવિજી પોતે અચરજ પામે છે. જય માઇક્રોસોફ્ટ! વેલ, ગુજરાતીમાં રીડગુજરાતી બ્લોગ લગભગ નક્કી જેવો જ હતો.

