Posts Tagged ‘CIIE’
મોબાઈલ મન્ડે: મોબાઈલ આજે અને આવતી કાલે
* એમ તો ટોપિક હતો, Mobile: Today and Tomorrow. પણ, ગુજરાતી શિર્ષક સારું લાગે. મારી સાંજ એકદમ પેક હતી. દોડવા જવાનું ચાર દિવસથી બંધ હતું અને આજે જવાનું જ હતું. સાડા પાંચે ટીમ મીટિંગ અને રાત્રે પાછી એક મીટિંગ. વચ્ચે બે કલાક કેવી રીતે ફાળવવા, પણ છેવટેCIIE પહોંચી ગયો ત્યારે પ્રેઝન્ટેશન શરુ થઈ ગયું હતું.
પરાગ શાહે સારી એવી માહિતી આપી. બે-ત્રણ સરસ વિડીઓ પણ હતા. AR, NFC, Mobile Commerce વિશેની થોડીક રસપ્રદ વાતો જાણવા મળી. મોમોમાં જવાનો ખાસ હેતુ પાછો એ હતો કે રજનીકાંતભાઈની મુલાકાત ઈ-મેલ/બ્લોગ પર થઈ હતી અને રુબરુ મળવાનું ત્યાં શક્ય બને તેમ હતું. એન્ડ્રોઈડ વત્તા ગુજરાતીની મુશ્કેલી અને તેના શક્ય ઉકેલો પર સારી એવી ચર્ચા તેમની જોડે થઈ. મજા આવી ગઈ.
અને હા, જો તમને લાગતું હોય કે તમે મોબાઈલ ટેકનોલોજી વિશે કંઈક નવું જાણો છો અને તમારું જ્ઞાન વહેંચવા માંગો છો તો મોબાઈલ મન્ડે તમને આવકારે છે. વર્કશોપ, ટ્યુટોરિઅલ કે પછી પ્રેઝન્ટેશન તમે લઈ શકો છો. જગ્યા જાણીતી જ છે – CIIE, IIM કેમ્પસ. વધુ માહિતી માટે: http://www.momo-ahmedabad.in અથવા અહીં કોમેન્ટ કરવી


