# હમમમ, આજથી મેં મારો ગુજરાતી બ્લોગ ચાલુ કર્યો છે….
(ગુજરાતી ફિલ્મોનુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક)
પણ, આજનો દિવસ ખરાબ સમાચાર સાથે શરુ થયો.
મારા પ્રિય ગુજરાતી લેખક શ્રી ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી!
મારી પાસે સમાચારની કોઇ લિંક નથી. ખાલી એક આ ફોટો છે,
જે કદાચ બહુ જુનો છે. ચંદ્રકાંત બક્ષીને ના ઓળખતા હોય, એવુ કોણ હશે?
એ કદાચ એક જ એવા લેખક હશે, જે શેઠિયાઓનાં પગનાં તળિયા દબાવ્યા વગર ખુમારીથી જીવ્યા!
પાલનપુર (મારું વતન) માં તેમનું ઘર ખોડા લીમડાની જોડે બક્ષીવાસમાં છે, હું જ્યારે પણ તે રસ્તે નિકળું છું, મારી નજર એ તરફ જ વળી જાય છે..
તેમની બુક્સ વાંચવાની મજા પણ અનેરી છે અને જ્યાં સુધી ગુજરાતી ભાષા રહેશે, ત્યાં સુધી રહેશે..
# મારા મુખ્ય બ્લોગ માં મેં થોડું લખ્યું છે, મોટાભાગે તે આનું અંગ્રેજી જ છે…
ગ?જરાતી બ?લોગ?જગતમાં સ?વાગત !
બક?ષી ની વિદાય લાંબા સમય સ?ધી ખ?ંચેશે.
LikeLike
ધવલ ભાઈ ? કરેલા સ?વાગત માં હ?ં પણ સ?ર પ?રાવ? છ?ં.
લખતા રહેશો.
LikeLike
Reader માં અત્યારે આ પોસ્ટ આપના લાસ્ટ અપડેટ તરીકે દેખાય છે !!!
LikeLike
Reader થોડું બગડ્યું લાગે છે. આ તો અંગ્રેજી બ્લોગની લિંક અપડેટ કરી એટલે એણે આ પોસ્ટ નવી ગણી લીધી 😉
LikeLike
Like this if google reader brought you here :p
LikeLike
હા, હા. Liked!
LikeLike