લગે રહો મુન્નાભાઇ!

* ગઇકાલે રાત્રે સમય કાઢીને ‘લગે રહો મુન્નાભાઇ‘ જોયું. જલ્સા પડી ગયા. ગાંધીજી હજી પણ લોકોનાં દિલમાં છે. કહેવાતા ગાંધીવાદીઓને કદાચ આ મુવીથી મરચું લાગ્યું છે, તમે જોયું ન હોય તો, આજે જ જુઓ. તેની ઓફિસિયલ સાઇટમાંથી નીચેનો ફોટો લીધેલ છે.

LMB

બર્થડે-ગિફ્ટસ

* થોડી બર્થડે ગિફ્ટસ (અને કેક)!

CakeKB206

KB06

KB106

આજે છે મારો હેપી બર્થ ડે…

* આજે છે મારો હેપી બર્થ ડે! સાંજે દહીં-વડા અને રસગુલ્લાનો પ્લાન છે. મારું વિશલિસ્ટ અહીં આપેલ છે, તો જરા જોઇ લેશો :-). જિંદગી સરસ ચાલે છે – દોડે છે, કદાચ મને દોડાવે છે!

એક વખત

* કે. એ મને આજે ચિત્રલેખા (૧૧ સપ્ટેમ્બર) માં આવેલી ‘એક વખત’ (વિપિન પરીખ) કવિતા બતાવી!

એક વખત અમે એકમેકને ખૂબ પ્રેમ કરતાં.

હું ઓફિસે જતો ને એનું મોં ઢીલું થઇ જતું.

હું પાછો ફરતો ત્યારે લઇ આવતો ગજરો,

વેણી,ફૂલ…

એનું ગમતું મને કબૂલ.

ને પગારને દિવસે હું એને રેશમથી વીંટી દેતો.

સાંજ પડે કે

એનો જીવ બાલ્કનીને વળગી પડતો.

મને મોડું થઇ જતું તો એ વ્યાકુળ થતી.

ને ચિંતાથી સજળ એની આંખો મને ઠપકો દેતી.

હું અપરાધી… વ્યથિત થતો…

હવે

સાંજને ટાણે મારગ ઉપર એની નજર

પથરાઇ રહેતી નથી.

હું

ઓફિસેથી વહેલો આવતો નથી.

નવી ઓફિસ

* મારી કંપની મેગ્નેટ હવે નવી ઓફિસમાં કામ કરતી થઇ ગઇ છે. થોડી છબીઓ તમે અહીં જોઇ શકો છો. નવી ઓફિસ સરસ લાગે છે. કોફી વેન્ડિંગ મશીન છે, સરસ કમ્પ્યુટર છે અને સરસ સમય (૯.૩૦ થી ૬.૩૦) છે. ઘણાં વખત પછી ઘરનાં બધા સભ્યો જોડે રાત્રે જમી શકીએ છીએ!

બીજું શું જોઇએ?