શું તમે જાણો છો કે ગુજરાતીલેક્સિકોન.કોમની નવી સાઇટ હમણાં જ લોન્ચ થઇ છે. આ નવી સાઇટ અનેક નવી ખૂબીઓ ધરાવે છે. વપરાશકર્તાને જરા પણ તકલીફ ન પડે તેમ તેની ગોઠવણી કરવામાં આવી છે. ગુજરાતીલેક્સિકોન ડીજીટલ ડીક્શનેરી ડાઉનલોડ કરવાની સાથે હવે તમે ‘ઓપિનીયન‘ અને ‘સન્ડે ઇમહેફિલ‘ પણ (જુનાં અંકો પણ..) તમે ડાઉનલોડ કરી શકો છો. ‘વર્ડ ઓફ ધ ડે’ પણ તમે જોઇ શકો છો, જે ડેટાબેઝમાં રહેલ કોઇપણ વર્ડમાંથી આવે છે.
તમને કોઇ નવો વર્ડ મળે અને એમ થાય કે આ વર્ડ લેક્સિકોનમાં ઉમેરવો જોઇએ તો, તેના માટે દરેક વિભાગમાં સજેશનનો વિકલ્પ પણ છે.
તમારા પ્રતિભાવો અહીં આવકારીએ છીએ.