સફળ માણસ કોને કહેશો?

* હું વિચારતો હતો હતો કે ખરેખર સફળ માણસ કોને કહેવાય? વધુ પૈસા મેળવે તે, વઘુ નામ મેળવે તે કે કંઇ બીજી વ્યાખ્યા છે? અને શા માટે બધા સફળ માણસની પાછળ દોડે છે? મારા મત મુજબ સફળ માણસ એ છે કે પોતાનું સામ્રાજ્ય ઉભું કર્યા પછી જો તે છોડીને જાય તો પણ તે તેમજ ચાલે જ્યારે તે હાજર હતો. દા.ત. તમે ધીરુભાઇ અંબાણીને સફળ કહેશો? ના. તેમનાં ગયા પછી તેમણે ઊભા કરેલા રીલાયન્સનાં બે ભાગ પડી ગયા! અને બધાને ખબર છે કે અનિલ અને મુકેશ અંબાણી વચ્ચે કેવા સંબંધ છે.

* ડેબિયન પ્રોજેક્ટને હું આ સંજોગોમાં સફળ પ્રોજેક્ટ કહીશ. તેનાં સ્થાપક ઇઆન મર્ડોકે તેના સ્થાપન પછી ત્રણ વર્ષ ૧૯૯૪-૯૬ સુધી સફળ સંચાલન (પ્રોજક્ટ લીડર તરીકે) કર્યા પછી તેને છોડી દીધો (કુંટુંબ અને વ્યવસાયનાં કારણો સર) પણ અત્યારે પ્રોજેક્ટ કોઇપણ તકલીફ વગર ચાલે છે. વધુમાં ડેબિયને ૧૯૯૬ પછી તો ઘણી તકલીફોનો સામનો કર્યો છે. પ્રોજેક્ટનો ટૂંકો પણ સરસ ઇતિહાસ તમે વાંચી શકો છો.

* તો તમારી સફળ માણસની વ્યાખ્યા શું છે?

આહ ગરમી..

* અહીં જોઇ લો …

માર્ચ ૨૮ નાં દિવસે બપોરે ૪:૩૦ નું તાપમાન..

વર્ડપ્રેસ.કોમની નવીનતાઓ..

* તમે જોયું છે કે વર્ડપ્રેસ.કોમનાં બ્લોગમાં સમયાંતરે નવીનતાઓ ઉમેરાતી જાય છે.. તમારે તેનાં સંપર્કમાં રહેવું હોય તો, બ્લોગમાં લોગીન કર્યા પછી ડેશબોર્ડમાં, What’s hot.. ની નીચે જુઓ. થોડું ટેકનિકલ હોય છે, પણ સરસ સમજણ આપેલી હોય છે જેથી સામાન્ય વપરાશકર્તાઓને (યુઝર, ભાઇ..) સરળતાથી સમજ પડી જાય. અને તમારા બ્લોગમાં લોગીન કર્યા પછી Presentation ટેબમાં જઇને જુઓ કે કેટલી બધી થીમ આપેલ છે.. અને Sidebar Widgets થી બ્લોગમાં સરસ રીતે તમને ગમતી વસ્તુઓ (દાત. ફ્લીકરનાં ફોટાઓ, મીબો મેસેન્જર) તમે ગોઠવી શકો છો.

* જો તમે પોતાનું વર્ડપ્રેસ ઇન્સ્ટોલેશન (દાત. http://utkarsh.org/blog) વાપરતાં હોય તો, ધ્યાનમાં રાખો કે તમે છેલ્લાં સિક્યુરીટી અપડેટ ધરાવો છો. નહિતર.. તમારો બ્લોગ હતો ન હતો થવાની પૂરી સંભાવના છે 🙂

મુંબઇમાં..

* સોમવાર સુધી મુંબઇમાં છું. હવે સરસ મજાની ગરમી પડે છે. બે દિવસથી અહીં હોવા છતાં અત્યંત વ્યસ્તતાને કારણે ઘરનું જમવા બરોબર મળ્યું નથી એટલે ત્રણ દિવસ તો બપોરે તો ક્યાંય જવું નથી. અને બપોરે થોડી વાર સુઇ જવાનો લાભ પણ છોડી શકાય તેમ નથી!

વુમન ડે..

<અહીં વુમનોએ હાથમાં W O M E N S અક્ષરો પકડેલું ચિત્ર ધારી લેવું, જે ફ્લિકરમાં ઉડી ગયું છે!>

* પરમ દિવસે બધાએ વુમન ડે ઉજવ્યો..

એક બિલાડી જાડી..

* એક નવી રીંગટોન મળી છે અને તે મને ખૂબ જ ગમતું એવું બાળકાવ્ય છે.

એક બિલાડી જાડી,

તેને પહેરી સાડી,

સાડી પહેરી ફરવા ગઇ,

તળાવમાં તો તરવા ગઇ,

તળાવમાં તો મગર,

બિલ્લીને આવ્યા ચક્કર,

સાડીનો છેડો છુટી ગયો,

મગર બિલ્લીને ગળી ગયો!

૮ પુસ્તકો..

* વિદ્યાપીઠનાં પુસ્તકાલય માંથી આજે નીચેનાં પુસ્તકો વાંચવા લીધા. જલ્સા 🙂

૧. સુરખાબ – ચંદ્રકાંત બક્ષી

૨. કોરસ – ચંદ્રકાંત બક્ષી

૩. મોપાસાંની શ્રેષ્ઠ વાર્તાઓ

૪. વિશ્વ સાહિત્યની શ્રેષ્ઠ વાર્તાઓ અનુ: જગદીશ મહેતા

૫. ન હન્યતે – મૈત્રેયી દેવી અનુ: નગીનદાસ પારેખ

૬. બાકી રાત – ચંદ્રકાંત બક્ષી

૭. આવારા મસીહા – વિષ્ણુ પ્રભાકર અનુ: હસમુખ દવે

૮. સળગતાં સુરજમુખી – અરવિન્ગ સ્ટોન અનુ: વિનોદ મેઘાણી

જાગૃતિબેન, થેન્કસ!

સંકલ્પના ઢોંસા

* તો, પછી અમે (હું, જાગૃતિ, શ્રુતિ અને જાગૃતિબેન અને રાજવી) જરા વહેલા નીકળીને  ‘સંકલ્પ’ માં સરસ મજાના ઢોંસા ખાવા માટે ગયા. જલ્સા પડી ગયા. તે પહેલાં જાગૃતબેનનાં ઘરે તેમની દીકરી આશ્કા (હા, તેમણે આ નામ આશ્કા માંડલ – અશ્વિની ભટ્ટની નોવેલ પરથી પાડ્યુ છે, તે તો તમે સમજી શકો છો!) ને બહુ રમાડી. ખરાબ વાત છે કે મારો ડીજીટલ કેમેરો હજી મારી પાસે આવ્યો નથી. નહિ તો, તેના મન ભરીને ફોટા પાડત.

* સંકલ્પમાં મજા આવી. મૈસુર મસાલા સરસ હતો. જ્યુસ પીધો. અસલ પાઇનેપલનો. મને અમદાવાદમાં જ્યુસ પીવાની મજા આવે છે.