જ્યારે અમે નાનાં હતા – ૨

* બાલમંદિરમાં સોપાન ૧ થી ૩ અને ધોરણ ૧ કર્યા પછી, શિશુશાળામાં ૨ થી ૪ ભણવા માટે આવ્યો. હવે, જાતે સ્કૂલે જવાનું હતું, અને તે પણ બસમાં! દિલ્હીગેટથી બસ લેવા આવતી અને મમ્મી મને ત્યાં સુધી મૂકવા આવતી, કારણકે હું મસ્તીખોર તરીકે જાણીતો હતો. બસ આવે એટલે પહેલા મારે જ ચઢવાનું, બીજો કોઇ ચઢવાની હિંમત જ શાની કરે? બીજું ધોરણ મને બરાબર યાદ નથી. હા, એક વખત પપ્પા મુંબઇથી બન્ને બાજુ પહેરી શકાય તેવું શર્ટ લાવેલા, અને તેનાં બટન પણ અલગ પ્રકારનાં હતાં. ભાઇસાહેબે હોશિંયારી બતાવવા રિસેશમાં શર્ટ કાઢ્યું, પણ પછી બટન વાખતા ન આવડે!! પછી જેમતેમ પહેરી એકદમ ટાઇટ ઇન-શર્ટ કરીને ચલાવ્યું, ઘરે જતી વખતે છાતી આગળ દફતર રાખીને ગયો!

* બીજા ધોરણમાં ભણવાની ખાસ પડી નહોતી, મમ્મી ઘરે ભણાવતી, ટ્યુશન કદાચ રાખેલું પણ હું મૂડ આવે તો જતો! પણ, એક વાતનો મને અફસોસ તે વખતે રહેતો, ગમે તેટલી મહેનત કરતો – ૯૦ % કદી ન આવતા! (જે કદી પણ ન આવ્યા, પણ હું અત્યારે ખુશ છું!!)

* ત્રીજું ધોરણ ખતરનાક રહ્યું. કારણ હતા, અમારા ક્લાસટિચર. નામ નથી લખતો પણ તેઓ …. બહેન મારકણાં તરીકે પ્રખ્યાત હતા! અને દરરોજ ઘડિયા બોલાવતા, જે મને આવડતા નહિ. જ્યારે મારો વારો હોય ત્યારે ભગવાનને સાચાં હ્દયથી પ્રાર્થના કરતો કે આજે બહેન ન આવે. અને મોટાભાગે તેમ જ થતું. પણ, આનું ખરાબ પરિણામ એ આવ્યું કે મને છેક સુધી ઘડિયા મોઢે આવડ્યા નહિ – અને કદાચ તેના કારણે મારું ગણિત થોડું કાચું રહી ગયું. ત્રીજા ધોરણમાં મેં સૌથી વધુ પરાક્રમો કર્યા. એક વખત દફતરનાં પટ્ટાથી ક્લાસમાં બધાને બહુ ફટકાર્યા. કારણ? કંઇ નહિ, બસ એમ જ! છેવટે મારા દફતરનો પટ્ટો ગયો, આચાર્ય સાહેબ પાસે. દરરોજ થતી સભા-પ્રાથર્નામાં મારે છેલ્લે ઊભા રહેવાનું આવ્યું. જ્યારે બીજા બધા બેઠા હોય ત્યારે આખી સ્કૂલ સામે ઊભા રહેવાનું મેં થોડો સમય સુધી સહન કર્યું, પછી પપ્પાને બોલાવી લાવ્યો અને મને થોડા ઠપકા પછી બેસવા મળ્યું.

* આ જ સમયગાળામાં પ્રસિધ્ધ બાળ વાર્તાકાર હરીશ નાયક અમારી સ્કૂલમાં આવ્યાં અને તેમની ચોપડીઓ વાંચીને મને વાંચનનું ઘેલું લાગ્યું અને મારા તોફાની સ્વભાવમાં કદાચ થોડું પરિવર્તન આવ્યું. આ દરમિયાન હું ત્રણ-ચાર વખત હાથે-પગે લગાડીને, એક વખત કાંટાળી તારમાં હાથ ફસાવીને અને એક વખત કૂતરું કરડવાથી હોસ્પિટલની મુલાકાત લઇ આવ્યો હતો.

Advertisements

3 thoughts on “જ્યારે અમે નાનાં હતા – ૨

 1. પ્રીય કાર્તીકભાઈ !
  આજે તમારે ત્યાં આંટો મારવા નીકળ્યો તો જાણ્યું કે જમણી સાઈડ ઉપરની સગવડોનો તો કોઈ પાર નથી
  આમાંનું ઘણું તો સમજાયું નહીં.
  જોકે તમારાં લખાણોમાં વર્ણનોની સરળતા-સહજતા ધ્યાન ખેંચે છે.
  મુલાકાત હવે વધારવી પડશે એટલું નક્કી !

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s