* ગઇકાલે હેપ્પી ફીટ નામનું જોરદાર મુવી દેખ્યું અને જલ્સા પડી ગયા. જે ખરેખર મારે થિએટરમાં જોવાનું હતું પણ ચૂકી જવાયું. વીકીપીડીઆ પર તેના વિશે સારી એવી માહિતી આપેલ છે અને તેનું ટ્રેઇલર તમે અહીં દેખી શકો છો.
Month: મે 2007
થીમમાં ચેડા અને તેનું પરિણામ..
* રવિવાર છે એટલે સવારે હું થીમમાં ચેડા કરતો હતો અને જોતો હતો કે મારી પ્રિય એવી Shocking Blue Green થીમ સિવાય બીજી કોઇ સારી થીમ છે કે નહી. અને પરિણામ બહુ ખરાબ આવ્યું. તે થીમ જતી રહી. મારી પાસે તેની css ફાઇલ છે, પણ વર્ડપ્રેસ.કોમ વાળા બ્લોગમાં css નાં ફેરફારની સુવિધા નથી 😦 મેં મારી પોતાની વેબસાઇટ ઉપર ગુજરાતી બ્લોગ ફેરવવાનો પ્રયત્ન કર્યો પણ, પછી વિચાર આવ્યો કે આ યુઆરએલ હવે સેટ થઇ ગયું છે, તો વારંવાર બદલવું કેમ.. આ થીમ થોડી ઠીક છે. ગુજરાતી અક્ષરોની વાટ લાગતી નથી એટલું સારુ છે.
* અપડેટ: હવે મારો અંગ્રેજી બ્લોગ પણ વર્ડપ્રેસ પર જ છે!
આ બ્લોગ કેમ?
તમને થતું હશે કે ફોટો અપલોડ કરવાની આટઆટલી સગવડો (ફ્લીકર, પિકાસા, ગેલેરી વગેરે) હોવા છતાં ફોટાઓ માટે બ્લોગ બનાવવાની જરુર શું?
મને ફોટો-બ્લોગનો વિચાર ગમ્યો કારણકે, તેમાં માત્ર ફોટાઓ જ હોય, શબ્દોની વધુ મારામારી ન હોય. તો હવે પછી, ‘એક ચિત્ર ૧૦૦૦ શબ્દો કરતાં વધુ કહે છે’ એમ માનજો — આ બ્લોગ માટે તો ખાસ!
આવજો!!
સફારી અને અમે..
* ગુજરાતીમાં આવતા એકમાત્ર જ્ઞાન-વિજ્ઞાનનાં મહાસાગર એવા સફારી મેગેઝિન વિશે તમે સાંભળ્યું તો હશે જ. આ એવું સામયિક છે કે જેણે મારા જીવન પર બહુ મોટો પ્રભાવ પાડ્યો છે. જેમ વેમ્પાયરને લોહીની તલસ હોય, એમી મારી નવુ જાણવાની, કંઇક નવું કરવાની ઇચ્છા-મહેચ્છાને ઉછેરવા માટે સફારી જ જવાબદાર છે.
જો તમે ન વાંચતા હોવ તો, આજે જ વાંચો. શરત મારીને કહું છું, તમે પણ તેના બંધાણી બની જશો. મારા-અને-મારા ભાઇ વચ્ચે કોણ પહેલું વાંચે તેના માટે ખેંચાખેંચ થતી.. હજી પણ થાય છે.. ખરાબ વાત છે કે સફારીની સાઇટ ૧૯૯૮ ના જમાનાની જ છે.
* કે. પણ કોઇ-કોઇ વાર સફારી વાંચે છે. એટલે કે હું વંચાવું છું..
* સુધારો: સફારીની વેબસાઇટ થોડી અપડેટ થઇ છે..
સંદેશની વેબસાઇટ યુનિકોડમાં..
આંખ ઉઘાડનારો લેખ…
* જો તમે માઇક્રોસોફ્ટ ઓફિસ ૨૦૦૭ વાપરવાનું વિચારતા હોવ તો, આ આંખોને ઉઘાડનારો લેખ જરુરથી વાંચો. નવું OfficeOpenXML બંધારણ કેવું છે, તેનો સરસ ખ્યાલ તમને આવશે. બહુ ટેકનિકલ લેખ નથી, એટલે બધાને વાંચવાની ભલામણ કરુ છું.
અને, હા, ઓપનઓફિસ.ઓર્ગ વાપરો.
ગુજરાતીમાં ગુગલની એડ
મારું ડેસ્કટોપ…
પાયરેટ્સ ઓફ અરેબિયન..
* પાયરેટ્સ ઓફ કેરેબિયન તમે સાંભળ્યું/જોયું હશે, પણ પાયરેટ્સ ઓફ અરેબિયન? હા, એ છે — ગુજરાતીબુક્સ.કોમ નામની લોકપ્રિય સાઇટ.
જેમાં ઉત્કર્ષ ને ખોટી રીતે, ખોટી કિંમતે, પરવાનગી વગર વેચવામાં આવે છે. અને તે પણ ઉત્કર્ષ ઓપરેટિંગ સિસ્ટમને, જે હવે તમને ફ્રી માં મળી શકે છે (તમારે માત્ર જરુર છે, કોરી સીડી લઇને આવવાની. નોંધ: આ માત્ર ટેસ્ટિંગ આવૃતિ હોવાથી તમારી જવાબદારી પર લઇ જવી). તો, INR 2,450.00 (US$ 53.16) રુપિયામાં જૂની સીડી વેચવાનો કોઇ મતલબ?
અને, આ સાઇટ સાથે સંબંધિત એક ભાઇ સીડી લેવા માટે જૂની હિંદી ફિલ્મોમાં આવતા, શેઠની જેમ સીડી મંગાવે છે, પણ ઓફિસમાં આવતા ડરે છે. બહાર આવીને સીડી લઇ જતાં વટ કરે છે કે — તમને ફણાણા રુપિયાનો બિઝનેસ અપાવત વગેરે.
ઉત્કર્ષ ૯૯૫ રુપિયામાં મળે છે (વિન્ડોઝ આવૃતિ) અને તે પણ ઉત્તમ યુઝર સપોર્ટ સાથે. ઉત્કર્ષનો ધ્યેય છે ગુજરાતીને કમ્પ્યુટર પર સાચવવાનાં ધ્યેય સાથે ૨૦૦૪માં શરુ થયેલ ઉત્કર્ષ.ઓર્ગ માત્ર તે ધ્યેયને ધ્યાનમાં રાખી આગળ વધે છે.
આશા રાખીએ કે ગુ.બુ.કોમની આવી ખોટી પ્રવૃતિ બંધ કરવામાં આવશે. અહીં તમે તેનો સ્ક્રિનશોટ જોઇ શકો છો.