પાયરેટ્સ ઓફ અરેબિયન..

POA

* પાયરેટ્સ ઓફ કેરેબિયન તમે સાંભળ્યું/જોયું હશે, પણ પાયરેટ્સ ઓફ અરેબિયન? હા, એ છે — ગુજરાતીબુક્સ.કોમ નામની લોકપ્રિય સાઇટ.

જેમાં ઉત્કર્ષ ને ખોટી રીતે, ખોટી કિંમતે, પરવાનગી વગર વેચવામાં આવે છે. અને તે પણ ઉત્કર્ષ ઓપરેટિંગ સિસ્ટમને, જે હવે તમને ફ્રી માં મળી શકે છે (તમારે માત્ર જરુર છે, કોરી સીડી લઇને આવવાની. નોંધ: આ માત્ર ટેસ્ટિંગ આવૃતિ હોવાથી તમારી જવાબદારી પર લઇ જવી). તો, INR 2,450.00 (US$ 53.16) રુપિયામાં જૂની સીડી વેચવાનો કોઇ મતલબ?

અને, આ સાઇટ સાથે સંબંધિત એક ભાઇ સીડી લેવા માટે જૂની હિંદી ફિલ્મોમાં આવતા, શેઠની જેમ સીડી મંગાવે છે, પણ ઓફિસમાં આવતા ડરે છે. બહાર આવીને સીડી લઇ જતાં વટ કરે છે કે — તમને ફણાણા રુપિયાનો બિઝનેસ અપાવત વગેરે.

ઉત્કર્ષ ૯૯૫ રુપિયામાં મળે છે (વિન્ડોઝ આવૃતિ) અને તે પણ ઉત્તમ યુઝર સપોર્ટ સાથે. ઉત્કર્ષનો ધ્યેય છે ગુજરાતીને કમ્પ્યુટર પર સાચવવાનાં ધ્યેય સાથે ૨૦૦૪માં શરુ થયેલ ઉત્કર્ષ.ઓર્ગ માત્ર તે ધ્યેયને ધ્યાનમાં રાખી આગળ વધે છે.

આશા રાખીએ કે ગુ.બુ.કોમની આવી ખોટી પ્રવૃતિ બંધ કરવામાં આવશે. અહીં તમે તેનો સ્ક્રિનશોટ જોઇ શકો છો.

8 thoughts on “પાયરેટ્સ ઓફ અરેબિયન..

 1. Just happened to see your blog by searching other blogs.
  I like the article here.

  Wow I did not know there existed such software and that someone is selling something which is easily available.
  Keep exposing….

  Like

 2. સરસ નામ આપ્યું કાર્તિકભાઇ આ લોકો ને…

  પ્રતિકે કહ્યું તેમ આપી દો કંપ્લેઈન્ટ સાઈબર ક્રાઈમમાં… ચોર લોકો…

  Like

 3. ગ્રાહકના અજ્ઞાનનો ફાયદો લઇ અંધાધુંધ ભાવ લઈને બેફામ કમાણી કરવા વાળાઓનો ધંધો આ ઇન્ટરનેટના યુગમાં ચાલવાનો નથી. અહિ એક ને ખબર પડે તો બધાયને જાણ થઈ જાય છે!

  ગુજરાતી બુક્સ.કોમ એ નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ છે? મારી જાણ પ્રમાણે નવભારતની સાઈટ તો આ છેઃ http://www.navbharatonline.com નવભારતનો નામ ઉલ્લેખ પણ એક મોટો ફ્રોડ છે?

  કોઈ સ્પસ્ટતા કરશે?

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.