સફારી અને અમે..

* ગુજરાતીમાં આવતા એકમાત્ર જ્ઞાન-વિજ્ઞાનનાં મહાસાગર એવા સફારી મેગેઝિન વિશે તમે સાંભળ્યું તો હશે જ. આ એવું સામયિક છે કે જેણે મારા જીવન પર બહુ મોટો પ્રભાવ પાડ્યો છે. જેમ વેમ્પાયરને લોહીની તલસ હોય, એમી મારી નવુ જાણવાની, કંઇક નવું કરવાની ઇચ્છા-મહેચ્છાને ઉછેરવા માટે સફારી જ જવાબદાર છે.

જો તમે ન વાંચતા હોવ તો, આજે જ વાંચો. શરત મારીને કહું છું, તમે પણ તેના બંધાણી બની જશો. મારા-અને-મારા ભાઇ વચ્ચે કોણ પહેલું વાંચે તેના માટે ખેંચાખેંચ થતી.. હજી પણ થાય છે.. ખરાબ વાત છે કે સફારીની સાઇટ ૧૯૯૮ ના જમાનાની જ છે.

* કે. પણ કોઇ-કોઇ વાર સફારી વાંચે છે. એટલે કે હું વંચાવું છું..

* સુધારો: સફારીની વેબસાઇટ થોડી અપડેટ થઇ છે..

10 thoughts on “સફારી અને અમે..

 1. કાર્તિકભાઈ, સફારીની વાત કરી, મજા પડી ગઈ.

  ચોથા ધોરણમાં ઉનાળાનું વેકેશન પડ્યું અને પહેલી વાર પપ્પા એ સફારી હાથમાં મૂક્યું. તે વખતે હર્શલ પબ્લીકેશન્સના બે સામાયીક આવતા સ્કોપ અને સફારી. તે વખતે સફારીની punch line હતી “બુદ્ધિશાળી બાળકો માટેનું મૅગેઝીન”. સફારીના એ અંકો સાથે બે પુસ્તિકાઓ આવી હતી, “જાતે બનાવો મૉડેલ વિમાન”. ઝાઝુ વાંચ્યા કે સમજ્યા વગર મેં ઘરમાં પડેલા ટ્યુબલાઈટના ખોખાનું મૉડેલ વિમાન બનાવી એને મેદાનમાં ઊડાડવાના નિશ્ફળ પ્રયત્નો કર્યા હતા. ત્યાંથી મગજમાં ઘર કરી ગયેલું એ મૉડેલ વિમાન અંતે મારા BE Mechanical ના final year project તરીકે બન્યું. પાંચમા ધોરણના અંત સુધી તો સ્કોપને કારણે Theory of relativity, Black holes, verm holes, time travel વગેરે વગેરે ઘણા fundaa શીખી ગયો હતો.

  જીવનમાં વૈજ્ઞાનીક અભિગમ કેળવવામાં સફારીએ કરેલી મદદ નાનીસુની નથી.

  આ વાતો તમે યાદ અપાવી એ ખુબ ગમ્યું.

  Like

 2. અરે કાર્તિક ભાઈ, તમે તો મને બાળપણ યાદ અપાવી દીધું…

  હેમંતભાઈની જેમ જ હું પણ ૫માં ધોરણ માં હતો ત્યારે પપ્પા એ મને આપેલું…

  અને ત્યારથી માંડીને PG પૂરું કર્યું ત્યાં સુધી વાંચતો હતો…

  એણે મને કેટલાં પહેલાંથી જ બધાં ફંડા શીખવી દીધાં હતાં… જેમ હેમંતભાઈએ કહ્યું તેમ…

  હવે આ ગુરગાંવ માં આવીને કંઈ મળતું નથી…

  Like

 3. haa have e j vicharto hato pan saalu hu ahi kya sudhi rokau e j nakki nathi etle vichaaryu k thodo tharithaam thaya pachhi j kai karvu… em to RD nu lavajam pan bharvu chhe pan aa j kaaran thi nathi karto…

  i hope tamane RD pan gamtu hoy … 🙂

  Like

 4. હા, આ વખતનું રીડર્સ ડાયજેસ્ટ સરસ છે. આર.ડી. તો હું ન્યુઝસ્ટેન્ડથી લઉં છું. પાલનપુર હતો ત્યારે લવાજમ ભરેલું હતું. આરડીનો મારા અંગ્રેજીને નવો ઓપ આપવા પાછળ ઘણો મોટો ફાળો છે..

  Like

 5. ખુબ સાચી વાત કાર્તિકભાઈ…. આ જ બાબત હું પણ કહી શકું…

  અને મારા મતે ગુજરાતી માટે આ જ વાત “નવનીત સમર્પણ” માટે લાગૂ પડે…

  Like

 6. અરે આ લેખ મુકી ને કાર્તિકભાઈ જૂની યાદો તાજા થઈ ગઈ. સફારી મેગેઝિન મને યાદ છે તે અનુસાર મે ૧૦-૧૨ વર્ષ પહેલા સૌ પ્રથમ વાર વાંચેલુ. ત્યારે હુ કદચ ૮ કે ૯ મા ધોરણ મા અભ્યાસ કરતો હતો. ત્યારે મારા એક મિત્ર,વિશાલ, જે મારી શાળા “જીવન ભારતી, સુરત” મા મારી સાથે અભ્યાસ કરતો હતો અને સાથે સાથે અમે બન્ને એકજ સોસાયટી મા રહે તા હતા(હજી પણ રહિયે છીએ પરંતુ હું મુંબઈ મા આવી ગયો) હજી પણ મારુ ઘર ત્યાં છે, પણ અત્યારે ઘરે કોઈ નથી. તે મારા મિત્ર એ મને સૌ પ્રથમ વાર એક લેખ વંચાવેલો જે હતો મહાકાય અને વિશાળ જર્મન જહાજ બિસ્માર્ક વિષે. એ લેખ વાંચી ને હું ખુબ જ આશ્ચર્યચકિત રહી ગયો. અને મને લાગ્યું કે આ સફારી મેગેઝિન કાંઈ ગમે તેવી મેગેઝિન નથી પરંતુ જ્ઞાન નો દરિયો છે. ત્યાર બાદ મે લગભગ ૧૨ સાયન્સ મા આવ્યો ત્યાં સુધી રેગ્યુલર વાંચતો. પણ ત્યાર પછી માત્ર “પુસ્તકિયા” જ્ઞાન જ મેળવ્યું છે. હવે લાગે છે કે પાછુ ભુતકાળ મા જઈ ને સફારી મેગેઝિન ને ફરી થી વાંચવા નુ શરુ કરવુ પડશે.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.