નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ

* લોકો બૂમો પાડે છે કે યુનિકોડ ગુજરાતી ફોન્ટ નથી મળતાં.. વગેરે.

પણ, હવે એમને થોડા શાંત કરવા માટે નવાં આકાર અને રેખા ગુજરાતી યુનિકોડ ફોન્ટસ (આવૃતિ ૦.૨) તમે હવે ઉત્કર્ષનાં ડાઉનલોડ પાનાં પરથી મેળવી શકશો. આ ફોન્ટ વાપરવામાં તમને કંઇ પ્રોબ્લેમ, પરેશાની કે મુશ્કેલીઓ પડે તો, તમારાં સૂચનો અહીં અથવા ગુજરાતીલેક્સિકોન – ઉત્કર્ષનાં બ્લોગ પર કોમેન્ટ તરીકે કરો અથવા ઉત્કર્ષની સાઇટ ઉપરથી સંપર્ક કરો.

* રેખા ફોન્ટનું ઉદાહરણ:

રેખા ફોન્ટનું ઉદાહરણ

* આકાર ફોન્ટનું ઉદાહરણ:

આકાર ફોન્ટનું ઉદાહરણ

* ઉપરનું વાક્ય લખવાની પ્રેરણા મને આ વીકીપીડિઆનાં આર્ટિકલ પરથી મળી. તમે મને એવું ગુજરાતી વાક્ય આપી શકો જેમાં ગુજરાતી કક્કાનાં બધા જ અક્ષરોનો સમાવેશ થઇ જાય? એડવાન્સમાં આભાર!

12 thoughts on “નવાં આકાર અને રેખા યુનિકોડ ફોન્ટસ

  1. ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

    આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!
    ( ઉંઝા જોડણીમાં )

    Like

  2. અલ્યા ભાયું ! રાતના 12 થી 1 મથ્યો તાણેં આ બેઠું ! હુતાં પહેલાં છ પાનીયાં પસ્તીમાં ફંગોળ્યા ‘તા, મારા બાપ !!!

    Like

  3. બહુ ઉમદા પ્રયત્ન છે. આ જ રીતે એક ફોન્ટ-રેંજ મળી જશે જશે પછી લોકોને ઓર મજા પડશે.
    આપની મહેનત માટે ધન્યવાદ.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.