યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે

યાહોમ કરીને પડો, ફત્તેહ છે આગે.

* વીર કવિશ્રી નર્મદની આજે ૧૭૪મી જન્મજયંતિ છે. શાળામાં ભણતી વખતે ‘મારી હકીકત’ વાંચવામાં આવી, અને પછીથી હંમેશા તેમને વીર કવિશ્રી નર્મદ કહેવાનું ચૂકતો નથી. તેમના વિશે માહિતી અહીં અને અહીં જોવા મળશે.

પાલનપુર અને ગંદકી..

* આજકાલ કંઇ લખાતું નથી, પણ નેટ પર દિવ્યભાસ્કરની સાઇટ જોતો હતો, ત્યારે આ સમાચાર, “ પાલનપુરમાં ગંદકીના મુદ્દે કોલેજિયનો ભૂખ હડતાળ કરશે” વાંચી બહુ જ આનંદ થયો. કોઇક તો એવું છે જે પાલનપુરની ગંદકી દૂર કરવા કંઇક કરી રહ્યું છે. જાતભાતની ક્લબો ચાલે છે, લોકો વાતો કરે છે, સરસ મજાની તાળીઓ પાડે છે અને પછી મળે છે આવતા અઠવાડિયે, ફરી એનો એજ ક્રમ. ક્લબો કંઇક કામ કરે તો, પાલનપુરની જૂની રોનક પાછી આવે, અને મને પણ મારા આ શહેરમાં દર વર્ષે આવવાનું મન થાય..

તમે આ સાઇટ જોઇ?

* તમે આ સાઇટ, ગુજરાતીવીસમીસદી.કોમ (http://www.gujarativisamisadi.com/) જોઇ? વીસમી સદી નામનું માસિક ઓનલાઇન માણી શકાય છે, અને દુર્લભ અંકો માણવાનો આનંદ જ અનેરો છે. સાઇટની ડીઝાઇન, પ્રોગ્રામિંગ અને યુઝેબિલીટી પણ અનેરી છે. પીડીએફ ફોરમેટમાં તમે અલગ-અલગ વિભાગો માણી શકો છો. નવનીતભાઇ શાહ, ધીમંતભાઇ પુરોહિત (આજ તક) અને સમ્રગ ટીમને અભિનંદન..

વીસમી સદી સાઇટનો એક સ્ક્રિનશોટ..

માતૃભાષા પ્રસાર મંચ દ્વારા આયોજીત સેમિનાર

* પ ઓગસ્ટે, એસ.વી.પી. હાઇસ્કૂલ, કાંદિવલી ખાતે, માતૃભાષા પ્રસાર મંચનાં પ્રયત્નોથી ગુજરાતી ભાષાનાં શિક્ષણ અંગે એક સરસ સેમિનાર યોજાયો હતો. મુંબઇ સમાચાર (થેન્કસ મીનાબેન) વડે મને જાણ થઇ, પણ પહેલી વાર એવો વિચાર આવ્યો કે, રવિવાર કોણ બગાડે? પણ, પછી મને થયું કે હવે હું પણ પપ્પા છું, કાલે કવિનને પણ કઇ શાળામાં મૂકવો, કયા માધ્યમમાં મૂકવો, તેના મોટા સવાલો મારી સામે આવશે. તો, હું ગયો, અને લગભગ ૧૦ વાગે હું પહોંચ્યો. ૨૦-૩૦ લોકો આવેલા હતા, બીજા હજી આવતા હતા. કાર્યક્રમની રુપરેખા મને આપવામાં આવી. અને ઘણા સમય પછી મેં સરસ્વતીદેવીની આરાધના સાંભળી! અને દરેક વક્તાએ સરસ રીતે પોતાનું વકતવ્ય આપ્યું. ખાસ કરીને, બાલભારતીનાં મેહુલભાઇ અને છેક રાજકોટથી આવેલ ડો. હર્ષદ પંડિતે પોતાની વાત સચોટ અને મર્મભેદી રજૂ કરી. પન્નાબેન અધ્વર્યુએ ગુજરાતી માધ્યમની પડતીનાં કારણોની સવિસ્તૃત ચર્ચા કરી. પછી તો, ઘણી વાતો ચાલી. સમય ખૂટી પડ્યો અને ભોજનનો સમય થઇ ગયો 🙂 જયેશભાઇ એ આભારવિધિ કરી. આ સેમિનારનો વિસ્તૃત અહેવાલ આજનાં દિવ્ય ભાસ્કરમાં આવેલ છે (જોકે ઇન્ટરનેટ પર નથી..).

કંઇક નક્કર કામ થાય તો વધારે મજા આવે — અને તે થઇ રહ્યું છે. સ્મિતાબેન પાટકર, સંધ્યાબેન (બાલભારતી) અને તેમનાં જેવા ઉત્સાહી લોકો છે તો, ગુજરાતી માધ્યમ રહેવાનું જ છે.

દિવ્યભાસ્કર હવે યુનિકોડમાં..

* ઘણાં દિવસ પછી બ્લોગ પર લખવાનું થાય છે, અચાનક જ ખબર પડી કે સંદેશ પછી હવે દિવ્યભાસ્કર પણ યુનિકોડમાં તમને જોવા મળશે. આ સારા પગલાં માટે દિવ્યભાસ્કર વેબ ટીમને ખૂબ-ખૂબ અભિનંદન..