મારૂં ડેસ્કટોપ: કંઇ પણ લખો…

* હા, કોમ્પ્યુટરમાં તમે લખી શકો છો, પણ ડેસ્કટોપ પર મારી જેમ? બે રસ્તા છે: ૧. કોમ્પિઝ, ૨. ગ્રોમિટ સોફ્ટવેર

ગ્રોમીટ - ડેસ્કટોપ પર લખો...

હા, તમે વિન્ડોઝ વાપરતાં હોવ તો — સોરી!! 🙂

ગુજરાતીમાં પાસવર્ડ?

બહુ અંગત અંગત નામ હતા…

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી
બહુ ઓછાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતા

— ‘સૈફ’ પાલનપુરી

અસ્મિતા ગુજરાતની…

બક્ષીબાબુની સ્ટાઇલમાં…

અહીં બે જાતના અભણ ગુજરાતી મળે છે. એક અંગૂઠાછાપ અને બીજા કોન્વેંટિયા. બંને ગુજરાતી શીખી રહ્યા છે. હું એક એવો દિવસ જોઈ રહ્યો છું જ્યારે ગુજરાતી માતાઓએ એમનાં બાળકો પાસેથી માતૃભાષા ગુજરાતી શીખવી પડશે. મને ગુજરાતી બોલતા આવડતું નથી, મને ગુજરાતી વાંચતા આવડતું નથી, મને ગુજરાતી લખતા આવડતું નથી. આ વાક્યો ગાંધીજીના વાંદરાઓએ કહ્યાં નથી, પણ મુંબઈનાં ગુજરાતી કુટુમ્બોમાંથી અંગ્રેજી માધ્યમની સ્કુલોમાં ભણવા મોકલાયેલા ગોરાંગોરાં લંગુરો રોજ કહેતા હોય છે, જ્યારે દાંત પર બ્રેસીસ ફીટ કરેલી ગોરી ગોરી ગુજ્જુ લંગુરી છોકરી ઝાંખડા જેવા અમેરિકન સ્ટાઈલ પર્મ વાળ હલાવીને ડોનાલ્ડ ડકની જેમ મોઢું પહોળું કરીને કહે છે કે “આઈ કેંટ સ્પીક ગુજરાતી” ત્યારે એને ઊંધી કરીને એના નિંતબ પર અમેરિકનોની જેમ “સ્પેંક” કરવાનું મન થઈ જાય છે.

સાઇકલ બનશે મોંઘી!

* હમણાં સમાચાર વાંચ્યાં કે સાઇકલની કિંમતમાં વધારો થશે. અરે, હું તો આ સાઇકલ ખરીદવાનો વિચાર કરતો હતો! આમ પણ, બેંગ્લોરનો ટ્રાફિક ભયંકર છે અને કદાચ બેંગ્લોર મહત્તમ ‘વન વે’ ધરાવતું શહેર હશે..

ડિજીટલ બક્ષીબાબુ..

* બક્ષીબાબુને કોણ ન ઓળખે? પણ, હવે નવાં જમાનાંની રાહે, બક્ષીબાબુનું જીવન ડીવીડી પર ડિજીટલ સાહિત્યમાં સમાવવાનો એક પ્રયાસ રાજકોટનાં શ્રી ચંદ્રકાંત બક્ષી સાહિત્ય વર્તુળ દ્વારા થાય છે. તેમાં બક્ષીબાબુનું જીવન એક ડીવીડી પર લઇ લેવામાં આવ્યું છે અને તેનું વિમોચન આવતા શનિવારે એટલે કે ૨૬મી એપ્રિલે, સાંજે ૬ થી ૮ દરમિયાન રાષ્ટ્રિયશાળા, રાજકોટ ખાતે છે. વધુ માહિતી માટે શ્રી હરનેશભાઇ સોલંકીનો સંપર્ક કરવો. તેમનાં સંપર્કની વિગતો, અહીં અકિલાનાં લેખમાં નીચે આપેલ છે.

આ માહિતી બદલ બક્ષીબાબુનાં ઓરકુટ ગ્રુપનો આભાર!!

લ્યો ત્યારે..

* નવાઇનાં સમાચાર. દિવ્ય-ભાસ્કર આજ-કાલ હવે મસાલા, પેજ થ્રી છાપું થતું જાય છે..

શરાબની બોટલનાં લેબલનો નશો

* ઘણાં વ્યક્તિઓને (એટલે કે અહીં અમુક ગુજરાતી સાહિત્યકારો માટે શબ્દ વપરાયો છે.. 😉 ) શરાબની બોટલનું લેબલ વાંચીને નશો ચડી જાય છે — ચંદ્રકાંત બક્ષીનું એક લોકપ્રિય વાક્ય. પણ, હું તો બીયરનો શોખીન છું એટલે બચી જાઉં છું (અને ખાસ તો સાહિત્યકાર નથી)..

આજનું વાક્ય

* અંગ્રેજીમાં કહેવાય છે, QOTD (Quote Of The Day).

“Money will say more in one moment than the most eloquent lover can in years”

રામનવમી

* જ્યારે મારા કઝિને ચેટ દરમિયાન સવારે કહ્યું કે આજે રામનવમી છે ત્યારે મને ખબર પડી! તો, બધાને રામનવમીની શુભેચ્છાઓ. આજે બંગાળી નવું વર્ષ પણ છે. તો ગુજરાતી વાંચી શકતાં તમામ બાંગ્લા મિત્રોને પણ નવાં વર્ષની શુભેચ્છાઓ.

* આ પોસ્ટ કોન્કરર બ્રાઉઝરમાં લખું છું. કંઇ નવા-જુની લાગે તો જણાવજો.