નવી કહેવતો

* સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો. થેન્કસ ટુ પલક. આ મસ્તીભર્યો વિચાર, સ્પેલચેકરનું કોડિંગ કરતા-કરતા આવ્યો હતો..

– કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

– જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).

– પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપે).

– QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

– પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

– કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).

– એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

– ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

– સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).

તમારી કહેવતો કોમેન્ટમાં મૂકો!!

23 thoughts on “નવી કહેવતો

 1. પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે.
  (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

  એક્સેપ્શન કાઢતા બગ પેઠો.
  (બકરુ કાઢતા ઉંટ પેઠુ)

  ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ.
  (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરો…પ્રેરણા – જુ.કિ. દાદા)

  ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે.
  (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

  સોબત કરતાં પ્રોજેકટ મનેજરની બે બાજુનાં દાવ,
  રિઝ્યો આપે કામ વધુ ને ખીજ્યો કહે “ઘેર જાવ”.
  (કહેવાની જરુર છે??)

  Like

 2. Footprints :
  ================================================

  One day a man having conversation with god when his whole life flashed before his eyes as a series of footsteps on the sands of time. He saw that there were two pairs of footprints, but during the most difficult periods of his life there were only one set of footprints. He asked god “You said you will be with me throughout this journey, but why have you deserted me during the most critical times of my life??” To which god answered “Son, I did not desert you, I was always with you…you see only one set of footprints because during those difficult times in your life, I was carrying you”

  Another day a man was having a similar conversation with his Project Manager (PM) when his whole project flashed before his eyes as a series of footsteps on the sands of time. He saw that there were two pairs of footprints, but during the most difficult times in the project there were only one set of footprints. he asked his PM, “You said you will be with me throughout the project, but why have you deserted me during the most critical times of the project??” to which his PM answered, “Son, I did not desert you, I was always with you… you see only one set of footprints because during those difficult times I was “sitting on your head!!!”

  http://www.suketuvyas.com/2007/01/23/ot-footprints/

  Like

 3. જેવો કોડ કરીએ, તેવી એરરો અાવે.
  (જેવુ કરીએ, તેવુ ભરીએ)

  સિન્ટેકસમાં એરર હોય અને લોજીકમાં મથે.
  (દુખે પેટ ને કૂટે માથું)

  Like

 4. કાર્તિકભાઇ તમે છવાઇ રહ્યા છો…ઓરકુટમાં લોગિન કરીને પછી…

  JAY VASAVADA COMMUNITY:
  http://www.orkut.com/Main#CommMsgs.aspx?cmm=26114022&tid=2566615247150948487&na=3&nst=245&nid=26114022-2566615247150948487-5246672048197286212

  અને એમાં જે ભાઇ એ પોસ્ટ કર્યુ છે એમણે થેંક્સ ટુ અપુર્વ લખ્યુ છે…
  મતલબ તમે ઇમેલ પર બી ચડી ગયા છો… કોન્ગ્રેચ્યુલેશન્સ..

  Like

  1. આ અનુરાગભાઈને તો મેં કોમેન્ટમાં લખ્યું છે. રીડગુજરાતીમાંય કોમેન્ટ કરી છે (જોઈએ હવે બન્ને જગ્યાએ અપ્રૂવ થાય છે કે નહી!!)

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.