એક ચડ્ડીની આત્મકથા…

* ઉપર તમને મારી સ્થિતિ જોઇને હસવું આવતું હશે પણ હું તમને મારી દર્દ-દુ:ખ ભરી દાસ્તાન સંભળાવવા જઇ રહી છું.

થોડા સમય પહેલાં મુંબઇનાં પરાં મલાડનાં એક કારખાનાંમાં મને બનાવવામાં આવી હતી, માલિકે મને સરસ મજાનો પીળો રંગ આપ્યો હતો અને સરસ પેકિંગમાં મને પેક કરવામાં આવી હતી. પેકિંગ કર્યા પછી મને મલાડનાં નટરાજ માર્કેટમાં હોલસેલ વેપારીની દુકાનમાં સ્થાન મળ્યું. શું સરસ દિવસો હતા, બધા મને જોતાં અને લેવા માટે લલચાતા, પણ મારો ભાવ વધુ હોવાથી મને માત્ર જોઇને જ ચાલી જતા.

એક દિવસ નવાં-નવાં મમ્મી-પપ્પા બનેલા કાર્તિક-કોકી ખરીદી કરવા આવ્યા અને જરા પણ રકઝક કર્યા વગર મને તેમનાં દીકરા માટે ખરીદી ગયા. અને મને નાનકડાં કવિનને પહેરવવામાં આવી. પહેલાં દિવસે તો બહુ જ મજા આવી, પણ સાંજે કવિને પીપી અને છી કરી. અરર, બહુ ગંદી વાસ આવી. છેવટે, કોકીએ મને ધોઇને તડકામાં સૂકવી. સાથે મારો ચમકતો પીળો રંગ પણ ઝાંખો પડવાની શરૂઆત થઇ.

થોડા સમય પછી, કવિનની સાથે હું પણ અમદાવાદ આવી, ત્યારથી મારા જીવનનો કઠિન તબક્કો શરૂ થયો. કામવાળીનાં હાથમાં મારી વાટ લાગવાની શરૂઆત થઇ. ઘણી વખત તો મને બરોબર ધોવામાં પણ નહોતી આવતી. હવે તો, કવિન પણ મને ગમે ત્યારે કાઢી નાખે છે અને ગમે ત્યાં મૂકીને ચાલ્યો જાય છે. મને ડર લાગે છે કે એક દિવસ મારો અંત નગરપાલિકાની કચરાપેટીમાં આવશે, પણ કાર્તિક અને કોકીને મેં વાતો કરતાં સાંભળ્યાં છે કે નવરંગપુરામાં ક્યાંય જાહેર કચરાપેટી જ નથી, તેથી તો મને વધુ ડર લાગે છે કે મારો અંત અમદાવાદનાં ખાડાં-ખરબચડાં વાળાં રસ્તા પર ન આવે..

અપડેટ: થોડી જોડણીની ભૂલો. થેન્ક્સ પલક!!

10 thoughts on “એક ચડ્ડીની આત્મકથા…

  1. આત્મકથા જોઇને મને પણ આપણે શાળામાં લખતા’તા એવી રીતે વિશ્લેષણ કરવાનુ મન થઇ ગયુ.

    આત્મકથાનું વિશ્લેષણઃ
    લેખક અહીં નાનકડી અમથી ચડ્ડીની આત્મકથાથી ઘણુ બધુ કહી જાય છે.
    ‘મારો ભાવ વધુ હોવાથી મને માત્ર જોઇને જ ચાલી જતા.’ વાક્યમાં લેખકે આજ ની મોંઘવારી અંગે નિર્દેશ કર્યો છે. તે પછી તરત જ ‘નવાં-નવાં મમ્મી-પપ્પા બનેલા કાર્તિક-કોકી ખરીદી કરવા આવ્યા અને જરા પણ રકઝક કર્યા વગર’ જેવા વાક્ય દ્વારા લેખક લાગણીઓની સામે મોંઘવારીનું કોઇ મુલ્ય નથી તેમ કહેવા માગે છે. ‘ચમકતો પીળો રંગ પણ ઝાંખો પડવાની શરૂઆત થઇ’ દ્વારા લેખક કહેવા માગે છે કે કોઇપણ ચમક હંમેશ માટે રહેતી નથી, ચડતી અને પડતી તો જીવન નો ભાગ છે. ‘કામવાળીનાં હાથમાં મારી વાટ લાગવાની શરૂઆત થઇ. ઘણી વખત તો મને બરોબર ધોવામાં પણ નહોતી આવતી’ દ્વારા લેખકે આજનાં જમાનામાં ઉંચા પગાર લઇને વેઠ વાળતી કામવાળીઓની મનોવ્રુત્તિનું ચિત્રણ કર્યુ છે.’નવરંગપુરામાં ક્યાંય જાહેર કચરાપેટી જ નથી, તેથી તો મને વધુ ડર લાગે છે કે મારો અંત અમદાવાદનાં ખાડાં-ખરબચડાં વાળાં રસ્તા પર ન આવે..’ દ્વારા લેખકે સરકારી તંત્ર તરફ સ્વચ્છતા અને રસ્તાઓનાં સમારકામ અંગે સેવાઇ રહેલી બિનજવાબદારી અંગે હળવો કટાક્ષ કર્યો છે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.