તમારે વિન્ડોઝ કેમ ન જ વાપરવું જોઇએ?

* આપણને બધાને ખબર છે કે વિન્ડોઝનાં જેટલાં પર લિગલ ઇન્સ્ટોલેશન થાય છે તેના કરતાં પાયરેટેડ ત્રણ ઘણાં થાય છે. મારા કઝિનનાં લેપટોપમાં (કોમ્પેક પ્રિસારીઓ વી૩૦૦૦) વિન્ડોઝ હોમ સાથે આવેલું હતું. એક દિવસ અચાનક લેપટોપ બંધ થઇ ગયું, અને વોરન્ટીમાં ન હોવાથી એચ.પી. અને સર્વિસ સેન્ટર બન્ને વાળાએ હાથ ઉંચા કરી દીધા. ઓકે. નો પ્રોબ્લેમ. મેં તેને સલાહ આપી કે જો, વિન્ડોઝ XP પ્રોફેશનલ નાખશે તો લેપટોપ સારું ચાલશે. તો અમે, ગઇકાલે જઇને ૬૮૫૦ રૂપિયા ખર્ચીને મસ્ત વિન્ડોઝ XP લઇ આવ્યા.

સરસ. તો અમે મૂક્યું ઇન્સ્ટોલેશન કરવા, પણ જ્યારે પણ હાર્ડડિસ્ક ચકાસણી આવે ત્યારે તે અટકી જાય. મને થયું હાર્ડવેરમાં કંઇક મુશ્કેલી થઇ લાગે છે પણ તેનાં પહેલાં અમે બધો બેકઅપ લિનક્સની લાઇવ સીડી વડે લઇ લીધેલો હતો. અમે બીજા સોફ્ટવેરની મદદથી આખી હાર્ડડિસ્કને ફોરમેટ કરી, પણ ફરી એ જ મુશ્કેલી. છેવટે, જ્યાંથી વિન્ડોઝ લીધું ત્યાં ફોન કર્યો તો ખબર પડી કે આ હાર્ડડિસ્ક SATA હોવાથી તે વિન્ડોઝ વડે શોધી શકાશે નહી. અને અમારે ઇન્ટરનેટ ઉપરથી તેનાં ડ્રાઇવર શોધી, એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવમાં નાખીને ઇન્સ્ટોલ કરવા પડશે. લો કરો વાત.

૧. કેટલા વ્યક્તિઓ પાસે એક્સટર્નલ ફ્લોપી ડ્રાઇવ હોય છે.

૨. કેટલા વ્યક્તિઓ પાસે ઇન્ટરનેટ હોય છે.

૩. લીગલી લીધું હોવા છતાં, તમારે ૩૦ દિવસની અંદર ઇન્ટરનેટ વડે XP નું એક્ટિવેશન કરાવવું પડે છે.

૪. આટલું મોંઘું હોવા છતાં, એક ડ્રાઇવર આપવાની તસ્દી કેમ ન લેવામાં આવી.

લિનક્સ અને BSD નો વ્યાપ વધે તેમાં નવાઇ શાની? હવે તો લેપટોપ્સમાં પણ લિનક્સ પ્રિઇન્સ્ટોલ આવે છે. નવું લેપટોપ કે ડેસ્કટોપ લો તો લિનક્સ લેવાનો આગ્રહ રાખજો.

(સત્ય ઘટના, શિર્ષક: કવિ કાર્તિક મિસ્ત્રી)

17 thoughts on “તમારે વિન્ડોઝ કેમ ન જ વાપરવું જોઇએ?

  1. @Pragneshbhai,

    Sata na drivers to Vista ma pan nathi j.. Mare jyare Linux windows dual boot karvu hatu tyare SATA diable kari ne Vista nakhvu padelu. EK var system up n running thai pachhi SATA na drivers download kari Vista ma install karya ane pacchi j SATA enable kari shakyo.. e Windows no moto Drawback haji pan chhe..

    Baki Piracy na hisabe j Microsoft kadach chale chhe.. Piracy bandh thai jay ane jo badha ne Legal Copy buy karva ni thay to apo aap Linux nu market vadhi jashe..

    Like

  2. hmmm……drawback to che…
    hu pan linux vapru chu…no windows…
    pan tevay gayela loko ne linux tame vaparava apo …..mane khatri che nahi vapre…bija divse kahse..windows nakhi de……..
    ane sata driver add kari sakay che windows xp ni install cd ma, eva software available che…1 var add kari navi cd remaster kari lo pachi nahi add karvu pade…:)
    external floppy driver jaror nahi pade…

    Like

  3. Its fact that lots of ppl are facing lots of ERRORs in windows but it is fast that most of ppl are using windows because it is dam user friendly and easy to learn and use.

    Linux is very hard to use for normal ppls even to install Linux is different headache and Mac is very costly in India and 99.9% users are not aware of it.

    I have used Linux, Mac and windows but every time feels like there is no easy OS like window. and best thing we can get free or cracked software for window very easily 🙂

    So jai ho Bill gates Bhaiya ki…………

    Like

  4. ડિઅર ગુજરાતીકવિતા,

    ભાઇ, કેટલી વાર લિનક્સ વાપર્યું છે? ઉબુન્ટુનું નામ સાંભળ્યું છે? અને યાર, તમે તો પાયરસી અને ક્રેકિંગ જેવી ઘટિયા સલાહ ના આપો. સાટા ડ્રાઇવર નાખવા હોય તો પાંચ મિનિટનું કામ છે – મારા માટે.

    લિનક્સ ઇન્સ્ટોલ તમે કહો તે મશીનમાં વધુમાં વધુ ૨૦ મિનિટમાં કરી આપું. એકદમ લિગલ ઇન્સ્ટોલેશન. કોઇ ક્રેક, પાયરસીની જરૂર નહી. સાથે તમે એ જ મશીનમાં વિન્ડોઝ ઇન્સ્ટોલ કરો.

    બોલો, મારવી છે શરત?

    Like

  5. મઝા પડી. પણ કાર્તિકભાઈ તમને ઉશ્કેરવા નહિ પણ અમસ્તું જ કહું છું કે મારા પોતાના ઘરના desktop પર linux install કરેલું. મેં પોતે તો Linux Live CDs નું મારું પોતાનું નાનકડું collection ઉભું કરી દીધું છે અને ઘણીવાર મેં recovery અનેdevelopment માટે તેના અદ્ભૂત ઉપયોગો કર્યા છે. પણ કૉણ જાણે કેમ મારા સિવાય ઘરનાઓને Windows સિવાય ફાવતું નથી. Linux માંડ મહિનો રહ્યું અને ફરી WinXPSP2 લાવવું પડ્યું! મને પણ અંગત રીતે linux ના unprofessional screens બાબતે ઘણી ફરિયાદો છે. (અને થોડી આપની સાથે e-ચર્ચા પણ થઈ હતી.) તેથી Windows બૂરી બલા હોવા છતાં પણ મારે તો Boss ની રૂપાળી બુદ્ધુ છોકરી ની માફક સાચવવી પડે છે જ્યારે linux ને મુશ્કેલીમાં સદાયે કામ આવતા શરમાળ ભાઈબંધની જેમ વ્હાલો ગણું છું! અને એક વાત તો સંમત થઈશ કે linux પાસે swissknife ની માફક દરેક દુઃખની દવા છે અને Windows પોતાનું અંગત purse અડવા પણ ના દે પણ મને ખાતરી છે કે તેમાં makeup ના સામાન સિવાય કંઈ નથી! 🙂

    Like

  6. વાત સાચી છે, અમારી યુનિવર્સિટીમાં ફરજીયાત લીનક્સ વાપરવું પડતું…શરૂઆતમાં ખૂબ તકલીફ પડતી, પણ લાગે છે કે તે માનસીક છે, બીજો કોઈ ઓપ્શન ન હોય તો લીનક્સ કેમ વાપરો?

    આપણે વિન્ડોઝને યૂઝર ફેન્ડલી માની વાપરીએ છીએ પણ જે કામ માટે તેને બનાવ્યું છે તે જ જો ન કરે તો શેનું યુઝરફ્રેન્ડલી?

    અને મનીષભાઈ …. શું ઉપમા આપી છે યાર … માની ગયા તમને….

    Like

  7. Very informative post and equally informative discussion. I would like to use Linux but have no courage to format my laptop running on vista and take risk of calling PC doctor costing $$$. If Linux geeks were around I would have certainly tried that.

    Following the advice from Kartik, now I am using Open Office and I am happy with that.

    You young guys are doing great work. Keep it up.

    Like

  8. ઘણા લોકો ને ખબર નથી હોતી કે કોમર્શિયલ સોફટવેર માટે રૂપિયા ચુકવવા પડે મફત ના મળે.. ૫૦ થી ૧૦૦ રૂપિયા ની સી.ડી. મા મળતા સોફટવેર અને તમારા કોમ્પયુટર નિ સર્વિસ આપતા વ્યકિત દ્વારા ઇન્સટોલ કરી આપવા મા આવત સોફટવેર પાયરેટેડ કેવાય છે.. તમે કહેશો કે કાઇ વાંધો નહિ વરસો થી હુ પાયરેટેડ સોફટવેર નો ઉપયોગ કરૂ છુ મને હજુ કાઇ વાંધો નથી આવ્યો અને બધા લોકો આમ જ કરે છે તો હુ કરુ એમા નવાઇ શુ???

    તમે કોઇ કોમર્શિયલ સોફટવેર ખરિદો તો તેમા તે કંપની ના સોફટવેર ઉપયોગ કરવા માટે નો એગ્રિમેન્ટ હોય છે અને તેના નિયમો પણ.

    જેમ કે

    ૧) તમે તે સોફ્ટવેર એક જ કોમ્પયુટર મા ઇન્સટોલ અને ઉપયોગ કરી શકો.

    ૨) તમારી પાસે વધારે કોમ્પયુટર હોય તો જેટલા કોમ્પયુટર એટલા સોફટવેર ખરિદવા.

    ૩)તમે તે સોફટવેર ની ડુપ્લિકેટ સી.ડી. બનાવી કોઇ ને આપી ના શકો.

    ૪)તમે તે સોફટવેર કેમ ચાલે છે તે જાણી અને તેમા કાઇ સુધારા વધારા ના કરી શકો.

    તમે માઇક્રોસોફટ વિન્ડોઝ નુ તો નામ સાંભળ્યુ હશે ને ..અને મહદંશે આ વાંચવા માટે વિન્ડોઝ નો અને તેની સાથે આવેલા ઇન્ટરનેટ એક્સપ્લોરર નો જ ઉપયોગ કરતા હશો.

    શુ તમારૂ વિન્ડોઝ પાયરેટેડ છે ?? શુ તમને ખબર છે કે તે પાયરેટેડ વિન્ડોઝ તમને કેટલા હેરાન કરે છે અને કેટલુ નુકસાન પહોચાડે છે ??

    માઇક્રોસોફ્ટે તેની વિન્ડોઝ ઓપરેટીંગ સિસ્ટમ યેનકેન પ્રકારે ઘુસાડી, પાયરસી આંખ આડા કાન કરી ને થવા દિધી. ભલે કમાયો નહિ પણ તેણે બધાને આદત પાડી દીધી વિન્ડોઝ ની. અત્યારે વિન્ડોઝ સીવાય તમને કોમ્પયુટર મા બિજી કોઇ ઓપરેટિંગ સિસ્ટમ જોવા મળે છે ? કોમ્પયુટર એટલે વિન્ડોઝ !

    હવે જયારે બધા ને વિન્ડોઝ ની આદત પડી ગઇ છે ત્યારે જે લોકો વીન્ડોઝ ના ગુલામ થઇ ગયા છે અને પાયરેટેડ વીન્ડોઝ વાપરે છે તેના પર પણ માઇક્રોસોફટ ભિંસ લાવે છે, ઇન્ટરનેટ ચાલુ હોય એટલે ઓટોમેટિક અપડેટ કરવા કોમ્પયુટર જાય માઇક્રોસોફ્ટ ની વેબસાઇટ પર અને માઇક્રોસોફ્ટ ને ખબર પડી જાય કે આ તો પાયરેટેડ છે ઓટોમેટિક તેનો પ્રોગ્રામ કોમ્પયુટર મા આવી ને તમને કહી દે કે તમે પાયરેટેડ વાપરો છો તો તમારુ વિન્ડોઝ થોડા દિવસો મા બંધ થઇ જશે .. અને થોડા દિવસો મા તમારુ પાયરેટેડ વિન્ડોઝ બંધ થઇ જાય.

    તમને ખબર છે કે સિક્યુરીટી પેચ વિના વિન્ડોઝ નો ઉપયોગ કરવા થી શુ થાય ?

    કચરા જેવા વીન્ડોઝ મા કેટલીય વલનારેબિલીટી (ત્રુટી કે જેના થી કોઇ પણ વીન્ડોઝ કોમ્પયુટર ને આરામ થી “હેક” કરી શકાય મતલબ કે તેનુ નિયંત્રણ કરી શકાય)છે.

    કોમ્પયુટર ના વધારે જાણકાર લોકો (હેકરો) અને ગુનાહિત માનસ ધરાવતા હેકરો વિન્ડોઝ ને ફેંદી નાખે છે અને તેમા ઘુસવા માટે ત્રુટી ગોતે છે બાદ મા ગુનાહિત માનસ ધરાવતા હેકરો આ ત્રુટી માટે સ્પેશિયલ પ્રોગ્રામ બનાવે છે જેના થી એ ત્રુટી જે કોમ્પયુટર મા હોય તેનુ નિયંત્રણ કરી શકાય અને નિયંત્રણ કરી તે કોમ્પયુટર મા થી મળતી ઉપયોગી માહિતી ને ચોરી શકે .. જેમકે ક્રેડીટ કાર્ડ ની માહિતી,ઇ મેલ એડ્રેસ બૂક (જેનાથી તે બધા ને સ્પામ ના જાહેરાત ના મેઇલ કરી શકાય) અને ઘણુ બધુ કે જે અગત્ય નુ છે અને તમારુ અંગત છે. એ પ્રોગ્રામ એટલે કે એક્સપ્લોઇટ, વાયરસ અને એવા વાયરસ કે જે ઓટોમેટીક ચેપી રોગ ની જેમ એક બીજા મા પ્રસરે રાખે.

    આ ત્રુટી એટલે કે વલનારેબિલીટી ની માઇક્રોસોફ્ટ ને જાણ થાય એટલે કે તે પોતે આ ત્રુટી છે એમ સ્વિકારે અને આ ત્રુટી એટલે કે વલનારેબિલીટી ને એક નંબર આપે અને તેના પર થિંગડુ મારવા માટે એક “પેચ” જાહેર કરે. મહિના મા લગભગ ત્રણ – ચાર પેચ તો હોય જ. તો તમે ગણતરી કરો કે તમારી વિન્ડોઝ ની સી.ડી. કેટલી જુની છે. ત્યાર થી અત્યાર સુધી મા કેટલા પેચ બહાર પડ્યા છે ?

    ઓટોમેટિક અપડેટ થાય જો ઇન્ટરનેટ તેમા હોય તો અને તે બધા પેચ ઓટોમેટિક ડાઉનલોડ થઇ ને ઇન્સટોલ થઇ જાય તો જ તમને થોડી સુરક્ષા મળે. તમારે બીજે થી ડાઉનલોડ કરવા હોય તો પણ લાયસન્સ તો જોયે…….મારા માનવા મુજબ અત્યારે આપણા ભારત ના ૮૦% લોકો પાયરેટેડ વિન્ડોઝ વાપરે છે. ભાઇ પૈસા નથી ખરચવા કે ખરચવા ની ત્રેવડ નથી તો આ પેચ વગર ના વિન્ડોઝ કેમ વાપરો છો?? તમારુ બધુ ચોરાઇ રહ્યુ છે .

    તમારા વીન્ડોઝ મા સિક્યુરીટી પેચ નથી એટલે કોમ્પયુટર મા વાયરસ આવે છે.એન્ટીવાયરસ પણ તમે પાયરેટેડ વાપરો એટલે તેમા પણ તમને અપડેટ ના મળે અને જો કરવા જાય અપડેટ તો ઓટોમેટીક બંધ થઇ જાય કામ કરતુ..

    આ સોફટવેર વાળા આપણા કરતા તો શાણા છે ને ??? પહેલા પાયરસી ફેલાવા દઇ ને જ્યારે આદત પડી જાય એટલે તમને કસે અને રૂપયા કઢાવે અને તમારે કાઢવા પડે.

    Like

આપની ટીપ્પણી...

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.