ફાયરફોક્સ ક્રેશ દિવસ

* તાજની મુક્તિ ઉજવવાની સાથે આજે મારા ફાયરફોક્સનો ક્રેશ દિવસ રહ્યો. આ બ્લોગ-પોસ્ટ કરતાં-કરતાં જ તે બે વખત ક્રેશ થઇ ગયું. ક્રેશ રીપોર્ટ ન મોકલાવ્યો તે ક્રેશ તો અલગ. યાર, આ સરસ બ્રાઉઝરનું શું થવા બેઠું છે…

ff-crash-day

આપણે શું કરવું જોઇએ?

* પહેલાં તો ઇડિયટ બોક્સ પર બકબક કરતી ન્યૂઝ ચેનલોની રીપોર્ટરોને બે લાફાઓ મારીને ચૂપ કરી દેવી જોઇએ.

* તમારું ઘર ભાડે આપવાનું છે? પોલીસ કમિશ્નરનું જાહેરનામાં મુજબ ભાડૂઆતની નોંધણી કરાવવી જોઇએ (મારા મકાનમાલિકને મેં કહી દીધું છે!)

* હા, ચૂંટણી આવે છે અને તમને હવે ખબર જ છે કે કોને વોટ આપવો જોઇએ અને કોને ન આપવો જોઇએ. નામર્દોની સરકાર અને મૂંગા મોઢાનાં પ્રધાનમંત્રી તમારે જોઇએ છે? ૨૦૦૮માં ૧૧ ત્રાસવાદી હુમલાઓ થયા છે. વધુ જોવા છે?

* બેબાકળા બનવા કરતાં થોડીક શાંતિ રાખી દરરોજ મુજબનું જીવન જીવવું જોઇએ (મને ખબર છે કે આ શક્ય નથી, છતાં પણ..). ત્રાસવાદીઓને એ જ જોઇએ કે ભારતનાં લોકોની સ્વતંત્રતા જોખમાય. સ્વતંત્રતા – મુક્ત રીતે ફરવાની, ગમે ત્યાં ચેકિંગ વગર જવાની અને જ્યાં-ત્યાં સિક્યોરીટી ગાર્ડ્સનો ભેટો ન કરવાની.

મુંબઇની કાળરાત્રિ

* હજી પણ ચાલુ છે..

મારા પ્રિય એવા વી.ટી. સ્ટેશનનો હાલ જોઇને મને રડવું આવી ગયું.

પણ, મને ખબર નથી પડતી કે ત્રાસવાદીઓને જોઇએ છે શું? ચોકલેટ, બિસ્કિટ, ચણા, મમરા કે કાશ્મીર. યાર, બંધ કરોને હવે. હજી પણ સરકારો જાગતી નથી અને નાગરિકોને મોતની ઉંઘ વ્હાલી કરવી પડે છે.

આજનું વાક્ય

* અંગ્રેજીમાં: “The financial situation at the moment is so bad that women are now marrying for Love!”

પ્લીઝ!

* પ્લીઝ = મહેરબાની કરીને.

પ્લીઝ, મને તમારા બ્લોગની મુલાકાત લેવા અંગ કોઇ જ ઇમેલ ન મોકલાવો. મને જે બ્લોગ્સમાં રસ છે – તે હું ગુગલ રીડર વડે નિયમિત વાંચુ છું, કોમેન્ટ કરું છું, મજાક પણ કરું છું, વગેરે વગેરે.

હવેથી ફલાણો-ઢીંકણા બ્લોગની મુલાકાત લેતો ઇમેલ એટલે જીમેલ ફીલ્ડર વડે આપમેળે કચરા પેટીમાં!

આવજો!

પાલનપુરી ભાષા

* પાલનપુર રાજસ્થાનની નજીક હોવાથી તેની ગુજરાતીમાં થોડીક અસર હિન્દીની જોવા મળે છે અને તેની ખરી ખબર જ્યારે હું અમદાવાદ-મુંબઇમાં સ્થાયી થયો ત્યારે ખબર પડી.

આવું ના કર –> આવું મત કર

છે –> હેં

જરા આ વસ્તુ જો ને –> જરા આ વસ્તુ દેખ ને

અને હા, અસલ પાલનપુરી મુસ્લિમ ભાષા તો મસ્ત છે (લૈણા હે કે ખાલી દેખણા હૈ). અને જો કોઇને તેની માહિતી હોય તો જણાવવા વિનંતી.

ફિલમ: દોસ્તાના

* હિંમતે મર્દા તો મદદે ખુદા એ પંક્તિ મમળાવતા અમે ગઇકાલે રાત્રે કવિનને લઇને ડ્રાઇવ-ઇન થિએટરમાં પ્રવેશ્યા. કોકી સાથે વાત કરતાં ખબર પડીકે તેણે આની પહેલાં ડ્રાઇવ-ઇનમાં જોયેલું મુવી શાદી નંબર ૧ હતું જ્યારે મેં ડ્રાઇવ-ઇનમાં છેલ્લે જોયેલું મુવી બીબી નંબર-૧ હતું!

સારી જગ્યા ગોતી ને તે પહેલાં પોપકોર્ન ખાધાં, દાબેલી ઝાપટી અને અડધા કલાકની જાહેરાતોનાં મારા પર છેવટે દોસ્તાના શરૂ થયું. કરણ જોહરની ફિલમ હોવાથી મગજને સાચવીને ઘરે મૂકી દીધું હતું એટલે મને વારંવાર માથામાં દુખાવો પણ થતો હતો. એકંદરે એક્ટિંગની દ્રષ્ટિએ સારું મુવી ગણી શકાય, હિન્દી ગીતો પર હું કંઇ જ્ઞાન ધરાવતો ન હોવાથી એ વિશે લખવું એ પાપ ગણાય. મિયામી બીચનાં દ્રશ્યોએ મારા મગજ વગરનાં મને ઠંડુ કર્યું અને કવિને મારો મોબાઇલ બે-ત્રણ વાર પછાડ્યો પછી તે ગરમ થયું એટલે સંતુલન જળવાઇ રહ્યું.

છેવટે ૧૦ વાગ્યે અમને રજા મળી અને હંમેશ મુજબ અમદાવાદી બાદશાહોએ ઘરે આવવાનો ઇન્કાર કર્યો અને અમારે ચાલતાં-ડોલતાં ઘરે આવવું પડ્યું!

ઓફિશિઅલ મુવી સાઇટ

યાહુ રીવ્યુ

ફ્રેશનેસનો અનુભવ ક્યારે થાય?

* જીજ્ઞેશભાઇનાં બ્લોગ પર બી.એન.દસ્તૂરની વાર્તા વાંચીને મને પણ યાદ આવ્યું કે આવો એક અનુભવ તાજેતરમાં જ થઇ ગયો.

થોડા દિવસ પહેલાં રીલાયન્સ ફ્રેશમાંથી ઘણી બધી ખરીદીની સાથે અન્ડરવેર પણ લીધા, ઘરે જઇને ચેક કર્યા અને એકાદ પીસ એક દિવસ ટેસ્ટ પણ કર્યો. પણ, આખો દિવસ અકળામણ થાય. બીજા દિવસે ડરતો-ડરતો પાછો આપવા ગયો તો, તેમણે રીટર્ન રીસીપ્ટ સાથે પાછાં લઇ લીધા! હા, પછી મોટી સાઇઝથી તાજગીનો સરસ અનુભવ થયો.

સાર: જુદી-જુદી બ્રાન્ડમાં માપ જુદું-જુદું હોય છે!

કેડીઇ ઇન્ડિક પોસ્ટર

* પ્રદિપ્તોએ આજે કેડીઇ ઇન્ડિક પોસ્ટરની જાહેરાત કરી.

KDE L10N Poster

બુધવારની બપોરનો બ્લોગ-પોસ્ટ

* તો, હું શું કરી રહ્યો છું આજ-કાલ?

૧. આ મુવી, સ્ટિલ ધીસ ફિલ્મ (પાર્ટ ૨) ડાઉનલોડ કરી રહ્યો છું. તમે પણ કરી શકો છો. પાયરસી અને કોપીરાઇટ વિશે છે. જાણવા જેવું મુવી.

૨. સ્ટોરી ઓફ સ્ટફ મુવી પુરૂ કરીને તેનાં પર બે દિવસથી વિચારી રહ્યો છું. અશોકનાં બ્લોગ પર તેની માહિતી વિગતે વાંચવા મળશે. આ સરસ ડોક્યુમેન્ટરી પણ તમે ડાઉનલોડ કરી શકો છો.

૩. OLPC ઇન્ટરફેસનું ગુજરાતી ભાષાંતર.

૪. હા, KDE ગુજરાતી તો ખરૂ જ.