* ગઇકાલે એક મિત્રનાં વિન્ડોઝ વિસ્ટા વાળા લેપટોપમાં વાઇ-ફાઇની ગોઠવણી માટે ૨ કલાક મગજનું દહીં કર્યા પછી, બે વર્ષ પહેલાં મુંબઇની જૂની ઓફિસ નજીક પાડેલો આ સરસ ફોટો મારા મનની સ્થિતિ કહી દે છે!
Month: ડિસેમ્બર 2008
૨૦૦૮ નું સરવૈયું
* વીતેલા વર્ષનું ઉચ્ચપ્રકાશો ઉર્ફે હાઇલાઇટ્સ ઉર્ફે સરવૈયું:
– જાન્યુઆરી:
અમદાવાદ-મુંબઇ-અમદાવાદ શટલ પ્રવાસો.
કેડીઇ ગુજરાતી ભાષાંતરની શરૂઆત.
– ફેબ્રુઆરી:
બીજી લગ્ન વર્ષગાંઠ + ભયંકર દોડાદોડી.
– માર્ચ:
કિંગફિશર અને વધુ બીઅર.
બેગ્લુરૂનો ત્રાસ.
– એપ્રિલ:
બારકેમ્પ બેંગ્લુરૂ ૬
કિંગફિશર, બકાર્ડિ, બીઅર અને વધુ બીઅર.
– મે:
બકાર્ડિ પર વધુ ભાર.
– જુન:
અમદાવાદ વસવાટની તૈયારી શરૂ, અમદાવાદ ખાતે..
– જુલાઇ:
અમદાવાદ આતંક ભાગ ૨.
– ઓગસ્ટ:
– સપ્ટેબર:
કે પાર્ટિ અમદાવાદ ખાતે.
– ઓક્ટોબર:
ગુજરાતીલેક્સિકોનની નવી વેબસાઇટ.
કેડીઇ ગુજરાતીનો ૪.૨ આવૃત્તિમાં સમાવેશ.
– નવેમ્બર:
– ડિસેમ્બર:
ગુજરાતી બ્લોગનાં ૪૦૦ પોસ્ટ પૂરા.
વીતેલા વર્ષનું સરવૈયું અને નવા વર્ષની આશાઓ!!
મીઠું કૂતરું
* મૈત્રીએ આજે એક સરસ શબ્દ શોધી આપ્યો: મીઠું કૂતરું !
મેરી ક્રિસમસ
* મારી, તમારી, આપણી અને સૌની – મેરી ક્રિસમસ!!
ચિજ, ચીજ કે ચીઝ?
* મેં ચીઝમાં ચિત્ત બગાડ્યું અને તેનું ખરાબ પરિણામ મારા પેટ પર આવ્યું. પણ, આ AMTS પાછળના પાટિયાનું શું કહેવું?
ફોન્ટ વિથ હોલ્સ
* મિન્ટ વિથ અ હોલ તો આપણને ખબર છે, પણ ફોન્ટ વિથ અ હોલ? હા, નેધરલેન્ડ ની હોલ વાળી ચિઝની સાથે તમે હોલ વાળા ફોન્ટ માણી શકો છો. ફાયદો? તેનાથી પ્રિન્ટ કરવામાં આવતા ડોક્યુમેન્ટ્સ વગેરેની શાહી બચે છે! તમે તેને અહીંથી ડાઉનલોડ કરી શકો છો. મુખ્ય સાઇટ: http://www.ecofont.eu/ecofont_en.html
હા, ફોન્ટનું લાયસન્સ મને થોડું અળવીતરું લાગે છે – એટલે તેને ઓપનસોર્સની કેટેગરીમાં મૂકતો નથી. પણ, ડાઉનલોડ ફ્રી છે – એટલે જરા તેને ટ્રાય તો આપી શકો છો!
પહેલાં અને પછી
* આજે સવારે તબિયત સારી ન હોવાને કારણે ઓફિસમાં રજા પાડી – પણ રજા મને થોડી મોંઘી પડી. થેન્કસ ટુ ડિઅર કવિન!
… અને પછી: છે ને આપણું કામ ઝડપી!!
લીપ કીસ એટલે કે હોષ્ઠ ચુંબન
* હા, હવે જાહેર… 😉
૪૦૦ પોસ્ટ્સ!
* આ સાથે આ મારા બ્લોગનાં ૪૦૦ પોસ્ટ પૂરા થાય છે! મુસાફરી ઘણી લાંબી ચાલી છે. ૨૬ માર્ચ, ૨૦૦૬માં ચાલુ કરેલ બ્લોગ હવે પ્લે-ગ્રુપ પૂરુ કરીને બાલમંદિરમાં પ્રવેશવાની તૈયારી કરે છે.
૧૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમય: ૧ વર્ષ, ૧૧ દિવસ.
૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમય: ૧૧ મહિના, ૨ દિવસ.
૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમય: પ મહિના, ૨ દિવસ.
૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમય: ૪ મહિના, ૭ દિવસ.
આ દરમિયાન ૧૨૭૦ ટીપ્પણીઓ અને ૯૪૯૧+ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.
મેં જુદા-જુદા ૩૬૬ ટેગ્સ અને ૨૦ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.
અને હા, ૪૨,૩૪૮ જેટલાં લોકોએ મુલાકાત પણ લીધેલ છે.
ખરેખર અંતુલે માણસ છે?
* સિમેન્ટ કૌભાંડમાં મોઢું કાળું કર્યા પછી હવે અંતુલેને હેડકી આવે છે કે હેમંત કરકરે સાચે જ આતંકવાદનો શિકાર થયા હતા? જ્યાં સુધી આવા લોકો દેશમાં છે ત્યાં સુધી શું થઇ શકશે?
તમે તમારો મત ઉપર આપી શકો છો!!