સલામતી

* સલામતીના કારણોસર મારા લેપટોપમાં એક સલામતી સ્ક્રિનસેવર લગાવવામાં આવ્યું છે:

સલામતી સ્ક્રિનસેવર

ધ્યાન રાખજો!

કુસેવા અને સેવા

* ગઇકાલે ઓફિસ આવતી વખતે મૂડ થોડો ખરાબ હતો. કારણ ખબર નથી. રસ્તામાં એક ઘરડાં કાકાએ કહ્યું કે બેટા, જો ગુરુકુળ સુધી ચાલતો જતો હોય તો, મને હાથ પકડીને લઇ જા. મેં એકદમ ખરાબ રીતે ના પાડી. પછીથી પોતાનાં પર બહુ જ શરમ આવી (અને, હજી પણ આવે છે..)

રાત્રે બધાએ સેવા કાફે જવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ અને પ્રેમથી બનેલ ઇડલી, સંભાર, સેન્ડવિચ અને આઇસક્રીમ બહુ જ સરસ લાગ્યા. ખાસ કરીને સમગ્ર વિચાર અને તેનો અમલ થતો જોઇ બહુ જ આનંદ થયો. અને, હા નીચેનું વાક્ય વાંચો:

Seva Quote

આ મિરર ચિત્ર છે. અને, તે ખરેખર જમ્યા પછી હાથ ધોતી વખતે વાંચવાનું છે! બીજા ચિત્રો અને અમારા મસ્ત ફોટાઓ માટે અશોકની ફોટો-ગેલેરીની મુલાકાત લો.

નોંધ: મેં અને કોકીએ નક્કી કર્યું છે કે સેવામાં જઇને સેવા આપવી. અને અમને બન્નેને ગમતી (અને મને તો માત્ર આવડતી) વસ્તુ છે – વાસણ ધોવાની!

આજનું વાક્ય

* કવિનનાં બ્લોક્સ અને તારા બ્લોગ વચ્ચે હું બ્લોક થઇ ગઇ છું!  – કોકી

કેડીઇ ૪.૨

kde42

* કેડીઇ ૪.૨ એટલે કે KDE 4.2 થોડી જ ક્ષણો પહેલાં રીલીઝ થયું છે (એટલે કે તેનું પ્રકાશન થયું છે :P). તેમાં નવી વિશેષતાઓ શું છે તે તમે ગુજરાતીમાં અહીં વાંચી શકો છો. નાની-મોટી ભૂલો માફ કરવી કારણકે મેં ગઇકાલે રાત્રે એક કલાકમાં પ્રકાશન નોંધનું ભાષાંતર કર્યું છે!

અને હા, ગુજરાતી ઇન્ટરફેસ તો તમને તેમાં મળવાનો જ છે.

પ્રજાસત્તાક દિન

* આજે ૨૬મી જાન્યુઆરી. રિપબ્લિક ડે ઉર્ફે પ્રજાસત્તાક દિન. ભૂકંપનાં ૮ વર્ષ.

આજે શું કર્યું?

– નીચે રહેતાં કૂકૂનાં પાંચ બચ્ચાઓને પાર્લે બિસ્કિટ ખવડાવ્યા. કવિનને કહ્યું કે કૂકૂને ખવડાવ તો તેણે પોતે જ ખાઇ લીધા!!

– હોસ્ટેલમાં સાથે રહેતા એક મિત્રને ફોન કર્યો. આનંદની વાત છે કે અમારો ફરી સંપર્ક બ્લોગ વડે થયો!

– ડેબિયન લેન્ની રીલીઝ નોટ્સ પર કામ કર્યું.

– ગઝિનીની ઓરિજિનલ મુવી – મેમેન્ટો (૨૦૦૦) જોઇ. ભાઇ, ગઝિનીતો હજીય સારું હતું. મેમેન્ટો સરસ છે, પણ તમે જોતાં-જોતાં ખાલી પીપી કરવા પણ ઉભા થયાં તો આખી મુવીનો ટ્રેક ચૂકી જશો!

– ચાર વાગવા આવ્યા છે – its ચા time, folks!!

હમમ. અને પ્રજાસત્તાક દિન એટલે શું??

નિષ્ફળ કાર્ય

* નિષ્ફળતા સફળતાની ચાવી છે!

funny pictures
moar funny pictures

પ્રેરણા: ધ ફેઇલ બ્લોગ

ધ રેમ સ્ટોરી

રેમ

* હાજર છે – ધ રેમ સ્ટોરી.

વાત એમ બની કે ઓફિસમાં નક્કી થયું કે આપણે ત્રણ મેકની (૨ મેકબુક અને વિપુલભાઇનું મેકબુક પ્રો) રેમ વધારવી. સ્થિતિ કંઇક નીચે પ્રમાણેની હતી અને નવી સ્થિતિ પ્રમાણે કરવાની હતી:

  • મેકબુક પ્રો – ૫૧૨ એમબી રેમ –> ૨ જીબી રેમ (મેકબુક ધોળાની)
  • મેકબુક ધોળું – ૨ જીબી રેમ –> ૪ જીબી રેમ (નવી)
  • મેકબુક કાળું – ૨ જીબી રેમ –> ૨.૫ જીબી રેમ (૫૧૨, મેકબુક પ્રો માંથી)

અને અમે વિવિધ જગ્યાએ પૂછ્યું અને વિવિધ ભાવો મેળવ્યા પછી ગુલમહોર પાર્ક મોલમાં આવેલ iStore માં રેમ માટે જવાનું નક્કી કર્યું. રાત્રે ૭ વાગે પહોંચીને ત્રણેય લેપટોપ આપી દીધા અને આમતેમ આંટા માર્યા. કાચમાંથી દેખ્યું તો અંદર સર્વિસ કરવા વાળો ફાંફા મારતો જણાયો. હું અને પ્રવિણ (અમારો હાર્ડવેર એક્ઝયુકેટિવ માણસ) અંદર ગયા અને સ્થિતિ એવી હતી કે ૪ જીબી રેમ નાખ્યા પછી મારું મેકબુક (ધોળું) ચાલુ નહોતું થતું! મેં તેને લિનક્સમાં ચાલુ કરી દેખ્યું – તો બરોબર હતું. પછી, મેકમાં ચાલુ કર્યું. થઇ ગયું. ઓકે. પછી વિપુલભાઇનું મેક પ્રો ખોલ્યું તો અંદરથી એક વધારાની રેમ મળી (બન્ને રેમ્સ ઉપર દર્શાવેલી છે!).

તો અમે તેમાં મારાં મેકબુકની રેમ નાંખી. ચાલુ ન થયું. મારી રેમ કાળા મેકબુકમાં નાખી. ચાલુ ન થયું. વિપુલભાઇની રેમ કાળા મેકબુકમાં નાખી. ન ચાલુ થયું! બધા પ્રકારનાં પર્મયુટેશન-કોમ્બિનેશન પ્રયત્નો કર્યા. કંઇ ન થયું.

૯.૩૦ વાગી ગયા અને મને તો ઘરેથી ફોન પર ફોન આવવા લાગ્યા. મને થયું કે જો હું અત્યારે જ ઘરે નહિ જાઉં તો મારા તો ૧૨ વાગી જ જશે! મને એક શંકા હતી તેમ મેકબુક પ્રોની રેમ બરોબર ફીટ નહોતી થઇ. કારણકે તેમાં બે રેમ હતી અને એક જ દર્શાવાતી હતી.

તો, છેલ્લા પ્રયત્નો તરીકે મેં ફરી હાથ અજમાવ્યો અને જાદુ-મંતર – મેકબુક પ્રો ચાલુ!

તો. હવે ઝડપી મશીન મારી પાસે 😛

મેકબુક હાર્ડવેર વિગતો

સાર: મોટી દુકાન જોઇને અંજાઇ જવાની જરૂર નથી 😛 એ લોકો તો આપણા કરતા વધુ અજ્ઞાની હોઇ શકે છે!

આજની વેબસાઇટ: રીમેમ્બર ધ મિલ્ક

રીમેમ્બર ધ મિલ્ક

* મુઉઉઉઉ, મુઉઉઉઉઉ.

ના! આ કોઇ રસ્તે રખડતી-પ્લાસ્ટિક ખાતી આપણી ગાયો કે ગોવાળો કે અમુલનાં પાઉચ વાળા દૂધની વાત નથી, પણ વાત છે – ઓસ્ટ્રેલિયાની લોકપ્રિય અને હવે તો સમગ્ર વિશ્વમાં TODO માટે માનીતી વેબસાઇટ, Remember The Milk ની.

અત્યાર સુધી હું સ્ટિકિ નોટ પર આધાર રાખતો હતો, પણ એકાદ દિવસ પહેલાં ઘરેથી મંગાવેલી અને સાંજે લઇ જવાની વસ્તુઓ યાદ રાખવા માટે આ સાઇટનો ઉપયોગ કરી રહ્યો છું (ઉંમર વધતા અને લગ્નનાં થોડાં વર્ષો પછી યાદશક્તિ ઓછી થાય એ તો તમને ખબર જ હશે!). સારી વાત છે કે ગુગલ ગીઅરનો ઉપયોગ કરીને તેને ‘ઓફલાઇન’ પણ ઉપયોગ કરી શકાય છે. અને ડેસ્કટોપ પર સરસ મજાનું ચિહ્ન (અરર, આઇકન) પણ આવી જાય છે. તેમાં થોડાં ખાંખાખોળા કર્યા તો નવી ઘણી વસ્તુ શીખવા મળી, જે તમને થોડા સમયમાં પ્રેક્ટિકલી પણ જોવા મળશે. ક્યાં? ગુજરાતીલેક્સિકોન પર. બીજે ક્યાં?

આવજો અને દૂધ લાવવાનું ભૂલતા નહી 😛

પૈસા: શું કહો છો?

* મંદી ચાલે છે, પૈસા ખૂટી પડે છે. તમારો મત આપો!

😛

વોલ-ઇ

* મોડા મોડા પણ ઘણા સમયથી બાકી રહેલ મુવી અહેવાલ.

વોલ-ઇ એ ૨૦૦૮ની સર્વોત્તમ એનિમેશન ફિલ્મ છે. પિક્સાર એનિમેશનનો એક વધુ માસ્ટર પીસ અને તમારા અને તમારા બાળકોને જરૂર ગમશે. ક્રોસવર્ડમાં ગયો ત્યારે તેનાં રમકડાં જોયા પણ 3+ લખેલ હોવાથી તે મારા અને કવિન માટે નથી તેમ લાગ્યુ 😛 પણ કોમ્પ્યુટરમાં તો કંઇક કરી શકીએ ને? તો હાજર છે મારા મેકના એડિયમનું dock icon ઇ-વા તરીકે!

wall-e-eva

ટૂંકું ટ્રેલર તમે અહીં જોઇ શકો છો, અને અહીંથી ખરીદી શકો છો.