* હાજર છે – ધ રેમ સ્ટોરી.
વાત એમ બની કે ઓફિસમાં નક્કી થયું કે આપણે ત્રણ મેકની (૨ મેકબુક અને વિપુલભાઇનું મેકબુક પ્રો) રેમ વધારવી. સ્થિતિ કંઇક નીચે પ્રમાણેની હતી અને નવી સ્થિતિ પ્રમાણે કરવાની હતી:
- મેકબુક પ્રો – ૫૧૨ એમબી રેમ –> ૨ જીબી રેમ (મેકબુક ધોળાની)
- મેકબુક ધોળું – ૨ જીબી રેમ –> ૪ જીબી રેમ (નવી)
- મેકબુક કાળું – ૨ જીબી રેમ –> ૨.૫ જીબી રેમ (૫૧૨, મેકબુક પ્રો માંથી)
અને અમે વિવિધ જગ્યાએ પૂછ્યું અને વિવિધ ભાવો મેળવ્યા પછી ગુલમહોર પાર્ક મોલમાં આવેલ iStore માં રેમ માટે જવાનું નક્કી કર્યું. રાત્રે ૭ વાગે પહોંચીને ત્રણેય લેપટોપ આપી દીધા અને આમતેમ આંટા માર્યા. કાચમાંથી દેખ્યું તો અંદર સર્વિસ કરવા વાળો ફાંફા મારતો જણાયો. હું અને પ્રવિણ (અમારો હાર્ડવેર એક્ઝયુકેટિવ માણસ) અંદર ગયા અને સ્થિતિ એવી હતી કે ૪ જીબી રેમ નાખ્યા પછી મારું મેકબુક (ધોળું) ચાલુ નહોતું થતું! મેં તેને લિનક્સમાં ચાલુ કરી દેખ્યું – તો બરોબર હતું. પછી, મેકમાં ચાલુ કર્યું. થઇ ગયું. ઓકે. પછી વિપુલભાઇનું મેક પ્રો ખોલ્યું તો અંદરથી એક વધારાની રેમ મળી (બન્ને રેમ્સ ઉપર દર્શાવેલી છે!).
તો અમે તેમાં મારાં મેકબુકની રેમ નાંખી. ચાલુ ન થયું. મારી રેમ કાળા મેકબુકમાં નાખી. ચાલુ ન થયું. વિપુલભાઇની રેમ કાળા મેકબુકમાં નાખી. ન ચાલુ થયું! બધા પ્રકારનાં પર્મયુટેશન-કોમ્બિનેશન પ્રયત્નો કર્યા. કંઇ ન થયું.
૯.૩૦ વાગી ગયા અને મને તો ઘરેથી ફોન પર ફોન આવવા લાગ્યા. મને થયું કે જો હું અત્યારે જ ઘરે નહિ જાઉં તો મારા તો ૧૨ વાગી જ જશે! મને એક શંકા હતી તેમ મેકબુક પ્રોની રેમ બરોબર ફીટ નહોતી થઇ. કારણકે તેમાં બે રેમ હતી અને એક જ દર્શાવાતી હતી.
તો, છેલ્લા પ્રયત્નો તરીકે મેં ફરી હાથ અજમાવ્યો અને જાદુ-મંતર – મેકબુક પ્રો ચાલુ!
તો. હવે ઝડપી મશીન મારી પાસે 😛
સાર: મોટી દુકાન જોઇને અંજાઇ જવાની જરૂર નથી 😛 એ લોકો તો આપણા કરતા વધુ અજ્ઞાની હોઇ શકે છે!
સાચી વાત. મારે પણ કંઈક આમ જ બન્યુ હતુ – reliance web world express – વાળા જોડે, અને એ પછી તો એ મન ધીરુભઈનો ભત્રીજો કહેવા લાગ્યો હતો!!
LikeLike
yes, very true,
and good that finally it got upgraded.
Basically they do experiments on your risk and cost.
LikeLike
Lessons Learnt. Naam Bade Darshan Khote.
It speaks something about Mac’s closed standards as well 🙂
Windows is the Maruti of the world. Mac is the Bentley.
LikeLike
બીજી એક વસ્તુ છે કે – એપલ દર વર્ષે મેકબુકનું હાર્ડવેર બદલ્યા કરે છે. સારી વસ્તુ છે – પણ તેમાં પ્રમાણ ભાન જળવાતું નથી.
LikeLike
Linux is the Mercedes of the world!
LikeLike
જો લોકો Microsoft કે Windows ને $$$ કહેતા હોય (ફક્ત એના એક ‘S’ને લીધે કે પછી એના ઉંચી કિંમતને લીધે) અને Apple કે Mac માં એક પણ ‘S’ નથી નહિતર એ તો $$$$$$$$$$$$$$$$$$$$$$ જ છે.
LikeLike
good quote
“સાર: મોટી દુકાન જોઇને અંજાઇ જવાની જરૂર નથી એ લોકો તો આપણા કરતા વધુ અજ્ઞાની હોઇ શકે છે!”
LikeLike