ગુજરાતીલેક્સિકોનનું નવું સ્વરૂપ

* તમે જોયું?

ના? તો જરૂર જુઓ અને તમે તમારો પ્રતિભાવ આપી શકો છો – નવાં ફીડબેક ફોર્મનો ઉપયોગ કરીને!

હા? તો તમારો ફીડબેક ક્યાં છે?

આ આવૃત્તિમાં મુખ્ય ફેરફારો – કહેવતો, શબ્દ સમૂહ માટે એક શબ્દ, ફોનેટિક કી-બોર્ડ ચાલુ-બંધ કરવાની વ્યવસ્થા, આંતરિક કોડિંગની સાફ-સફાઇ, વેલિડેશન્શ ચકાસણીઓ, વિવિધ વિભાગોની RSS ફીડ્સ, સલામતી સુધારાઓ, ગુજરાતીલેક્સિકોન ટીમ અને મદદ કરનારા સૌ કોઇનો સમાવેશ અને બીજા ઘણાં નાના-મોટાં ફેરફારોનો સમાવેશ થાય છે.

આ પોસ્ટ ખરેખર વહેલાં લખાવી જોઇતી હતી, પણ આખી ટીમ ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત સાહિત્ય અકાદમી ખાતે GLA (ગુજરાત લિટરસી એકેડમી) નાં કાર્યક્રમો ખાતે છેલ્લાં એક અઠવાડિયાંથી વ્યસ્ત હોવાથી – આજે મૂકી રહ્યો છું.

આવતાં ત્રણ મહિનાઓમાં અપેક્ષા રાખજો કે નવી વસ્તુઓ તમારી અપેક્ષાઓથી વધુ અને અદ્ભુત હશે!!

ખાદ્ય ખોરાક ૨૦૦૯

* ખાદ્ય ખોરાક ૨૦૦૯ નામનું એક એક્ઝિબિશન યુનિવર્સિટી મેદાન પર લાગેલ છે. ઓફિસથી આવતાં-જતાં હું આ પ્રકારનાં એક્ઝિબિશન પર નજર રાખું છું – અને મને મુલાકાત લેવાની મજા પણ આવે છે. મને એમ કે સરસ મજાનું ખાવાનું-નાસ્તો વગેરે તેમાં મળતું હશે એટલે અમે સપરિવાર ત્યાં ગયા અને…

… ત્યાં ગયા પછી ખબર પડી કે આ તો ફૂડ પ્રોસેસીંગ અને ફૂડ પ્રોડક્ટશ મશીન માટેનું એક્ઝિબિશન છે!!

એય રાજુ!

* હર્ષદ મહેતા, કેતન પારેખ અને હવે આપણા સાઉથનાં હીરો ઐયઐયઓ રાજુ – એટલે કે આપણી તો ચારે તરફથી વાટ જ લાગે છે. તો પ્રસ્તુત છે દેવાંગ પટેલનું ‘એય રાજુ’ ગીત રાજુનાં નામ…

બ્રેવો ઇઝરાયેલ!

* આવી સ્થિતિમાં આપણે ઇઝરાયેલને જ શાબાશી આપી શકીએ છીએ તેમ છીએ કારણકે, ભારત તો આરામથી ચૂપ-ચાપ જોયા કરે છે..

ઘરે…

* આજે થોડો તાવ હોવાથી ઘરે છું – અને હા, કવિને ચશ્માને ફોડવાનો બીજો પ્રયત્ન કર્યો છે.
આ વખતે આક્રમણ કાચ પર થયું છે 😦

ચાર ચિત્રોમાં જીવન

* જૂનાં ઇમેલ શોધતી વખતે એક ફોટો મળ્યો.

જીવન ચાર ચિત્રોમાં!

(C) કોપીરાઇટ: તેનો માલિક હોય તે.

હેપ્પી ન્યૂ યર ૨૦૦૯

* ૨૦૦૯ નું નવું વર્ષ બધાને ખૂબ-ખૂબ સારું જાય તેવી શુભેચ્છાઓ! તો નવા વર્ષમાં હું શું કરીશ?

મારી હજારો ઇચ્છાઓની યાદી છે – તેમાંથી ૯૦% પૂરી કરવી. જૂની ઇચ્છાઓની યાદી તેમ જ રાખવી.

કવિન અને ઘરે વધુ સમય આપવો.

ડેબિયનનું વધુ કાર્ય કરવું (ઉપરની ઇચ્છા અને આ બન્ને વિરોધાભાસી છે!)

– સરાઇનો પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો.

– ઓછામાં ઓછી પાંચ FOSS કોન્ફરન્સની મુલાકાત લેવી (એક ભારતની બહાર!).

– પાંચ કે વધુ હેકિંગ કરવા – તેમાંથી એક હાર્ડવેર હેકિંગ!

– નિયમિત બ્લોગ લખવો.

– ઓફિસ સમયસર જવું.

બસ હવે! છેલ્લી ઇચ્છા – સંતોષી જીવ બનવું 😛