૩ વર્ષ – આ વખતે બ્લોગનાં!

*  ગુજરાતી બ્લોગ જગતમાં મારે ત્રણ વર્ષ પૂરા થયા! ૨૬ માર્ચે આ પોસ્ટ સાથે ગુજરાતી બ્લોગિંગમાં ડગ-મગ પગલાં માંડ્યા હતા (એટલે કે ૨૫ માર્ચે ત્રણ વર્ષ પૂરા થાય, ૨૬ માર્ચે નહી – એટલે આ પોસ્ટ એ પ્રમાણે બદલું છું). પ્રથમ પોસ્ટ જ બક્ષીજીના અવસાનનાં સમાચાર વિશેની હતી.

અને પછી તો, જે મનમાં આવે તેમ દીધે રાખ્યું છે, લખ્યું છે, માણ્યું છે પણ મજા આવી ગઇ છે – અત્યાર સુધીમાં! ગુજરાતી બ્લોગની અસર હેઠળ મારો પહેલો પ્રેમ ઉર્ફે મારો અંગ્રેજી બ્લોગ એકદમ સાવકા દિકરા જેવો બની ગયો છે!

તમે આ વાંચતા હશો ત્યારે હું મુંબઇ જવા માટે નીકળી ચૂક્યો હોઇશ. લગભગ ૧૦ દિવસ આરામ છે (પણ, લેપ્પી જોડે જ!). જોઇએ છીએ, હવે બ્લોગ માટે કેટલો સમય મળે છે – કારણકે, ઇન્ટરનેટ બહુ જ મર્યાદિત સમય માટે માણવા મળશે..

8 thoughts on “૩ વર્ષ – આ વખતે બ્લોગનાં!

  1. ત્રણ વરહથી ગુજરાતી-બ્લોગ જગતમાં તમે તમારી (આપણી) ભાષામાં તમારા વિચારો વહાવો છો એ પ્રવાહ આમને આમ અવિરત રાખો અને ઝીંક્યે રાખો બાપુ એવી વ્હાલથી શુભેચ્છા.

    Like

  2. તમે ભલે મનમાં આવે એ દીધે રાખ્યું હોય… પણ તમારા કરતા અમે વધારે મઝા સાથે માણ્યું છે!!એક વાત ચોક્કસ કે – કૉફી વિથ કીડી – જેવી વાત “કાર્તિક મિસ્ત્રીનાં મોટા માથા” સિવાય બીજા કોઈ માથામાંથી બહાર ન આવી શકે !! ૧૦૦ % !

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.