નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક

* હેં.. કાર્તિક ચોપડી લખે? હા.

આ સાહસ કે દુ:સાહસનો નવરાં બેઠા રવિવારની બપોરે કોઇક કાળ ચોઘડિયામાં વિચાર આવ્યો અને પછી એ વિચાર આવ્યો કે સાલું આ ચોપડીને છાપશે કોણ અને કોઇએ છાપી નાખી તો ખરીદશે કોણ? જવા દો, છપાવવાની જરૂર અત્યારે તો નથી. હાલ પૂરતું, વેબ પર PDF કે તમને જોઇતા ફોરમેટમાં પ્રાપ્ત કરવાનો વિચાર છે – અને બ્લોગ પર પાનાં પર સીધી જ લખવાનો પણ વિચાર છે  – એટલે એક નવું પાનું ‘પાનાંઓ’ માં ઉમેરાયેલું તમે જોઇ શકો છો – એટલે કે તમને શિર્ષકની ખબર પણ પડી ગઇ હશે!

અત્યારે હું પ્રકરણ વગેરે નક્કી કરી રહ્યો છું, એટલે પાનું પાસવર્ડથી સુરક્ષિત છે અને લગભગ થોડાં મિત્રોને જેમ લખાતું જશે તેમ આપતો જઇશ.

વિચાર કેવો છે? સારો, ખરાબ, બકવાસ, બોરીંગ, તદ્ન વાહિયાત?

21 thoughts on “નવું સાહસ: લિનક્સ વિશે ગુજરાતીમાં પુસ્તક

  1. પ્રીય કાર્તીકભાઈ,
    ગુજરાતી માધ્યમમાં ૧૨મું પાસ કર્યા પછી એંજીનીયરીંગના વીધાર્થીઓને અંગ્રેજી માધ્યમમાં ‘લીનક્સ’ લેંગવેજ શીખવામાં બધું ઉપરથી નીકળી જાય છે. તેથી આપનું તૈયાર થનાર આ પુસ્તક વીધાર્થી આલમને ખુબ જ ઉપયોગી થશે. જેથી વીચાર કે ચોઘડીયાની ચર્ચા કર્યા વીના પુસ્તક પ્રકાશનમાં આગળ વધો એવું મારુ મંતવ્ય છે. આ સારા કાર્યમાં સફળ થાઓ તેવી મારી હાર્દીક ઈચ્છા છે.

    Like

  2. તમારો વિચાર તો હાઇક..લાસ છે બોલે તો એકદમ જક્કાસ… એડવાન્સમાં અભિનંદન, ચીયર્સ ક્યારે કરશું?

    Like

  3. કાર્તિકભાઈ

    આટલો ઉમળકો, આટલી ઉત્કંઠા/ઉત્સુકતા તો ચેતન ભગતના પુસ્તક અંગે પણ નહી હોય બાપુ.

    Like

  4. નિરવ, હા, મારો વિચાર લોકોને માઇક્રોસોફ્ટ, ફ્રી સોફ્ટવેર, ઇન્ટરનેટ બ્રાઉઝર, ઇમેલ વગેરે વિશે જ માહિતી આપવાનો છે.

    એટલે કે આ પુસ્તક લિનક્સ કરતાં ઇતિહાસ અને ફ્રી સોફ્ટવેર અંગે વધારે હોઇ શકે છે!! હા, લિનક્સ ઇન્સ્ટોલેશન, ક્યાંથી મેળવવું, કઇ રીતે વાપરવુ તે તો ખરું જ..

    Like

  5. અરે, બહુ સરસ, અંગ્રેજીમાં અમુક વાર લાંબા લાંબા ટ્યુટોરીયલ વાંચીને ગડમથલ થાય એના કરતા ગુજરાતીમાં પુસ્તક વધારે સરળ રહેશે..

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.