આડા-અવળાં સમાચારો

* થોડાં આડા-અવળાં સમાચારો, ટૂંકમાં! (શીર્ષકપ્રેરણા)

૧. કેટલાક લોકો કોમેન્ટ દૂર કરવા માટે આખી પોસ્ટ દૂર કરે છે..
૨. એક ઇમેલ સોફ્ટવેરમાં ગુજરાતી લખાણ જંક દેખાતું હતું – પછી ખબર પડી કે મેં UTF-8 કેરેક્ટર સેટ નહોતો આપેલ 😦 આખા ગામને હું સલાહ આપું છું અને … 🙂
૩. અમારી કંપનીએ બનાવેલ પહેલી iPhone એપ્લિકેશન તમે iTunes વડે તમે ડાઉનલોડ કરી શકો છો: આ માટે તમે તેમાં Magnet Technologies શોધ કરો – મળી જશે!
૪. તમે હવે ટેડ.કોમના વિડીઓ વર્ડપ્રેસ.કોમમાં ઉમેરી શકો છો!
૫. કવિન હવે બીજાની ફરિયાદ મારા આગળ કરતો થઇ ગયો છે..
૬. કવિનને બહુ જ ગમતો શબ્દ છે – ના!
૭. આજે સીઝનની પહેલી વાર કેરી ખાધી – કવિનને પણ મજા પડી ગઇ.
૮. એક ભાઇને પૂછ્યું યાર અમદાવાદમાં ટ્રાફિક બહુ જ છે. એ કહે, ટ્રાફિક બહુ નથી પણ – ટ્રાફિક સેન્સ નથી!
૯. ઓફિસથી બે-ત્રણ દિવસથી મોડો આવું છું – તો બધાને નવાઇ લાગે છે 🙂
૧૦. મારું મેક આટલા સમયમાં ગઇકાલે પ્રથમ વાર એમ જ બંધ થઇ ગયું! વિન્ડોઝમાં પેલી વાદળી રંગ વાળી ક્ષતિ આવે છે – તે રીતે..

2 thoughts on “આડા-અવળાં સમાચારો

 1. “આડી & ટેડી” ટીપ્સ=>

  * સ્વાનુભાવે સલાહ આપુ છું કે => બીજાની ફરિયાદ તમને કરે ત્યાં સુધી વાંધો નથી પણ યાદ રાખજો, ફરી ફરી યાદ રાખજો કે તમારા વિશેની ફરિયાદ જો “પોતાનાને” કરશે તો , અબ તેરા કૌન સહારા!?!

  * (મારી જેમ)ઘરકામમાં થોડી સ્ફૂર્તિ રાખો તો ઑફિસે ટાઇમસર પહોચીં જશો.

  * ટ્રાફિક-ટ્રબલ અંગે રોજ પોસ્ટ બનાવવાનું મન થાય એવા એવા બનાવ નજરે ચઢે છે. પણ એમ થાય કે એનો કોઇ મતલબ નથી. આપણામાં ટ્રાફિક સે ન્સ ન આવે તો કંઇ નહી પરંતુ નોનસેન્સ લોકો ઘરની અંદર પૂરાઈ રહે તો દેશની મોટી સમસ્યા હલ થઈ જાય.

  Like

 2. * હું ઓફિસે મોડો જતો નથી – ઓફિસેથી મોડો નીકળું છું – તેની બધાને નવાઇ લાગે છે!!
  * ટ્રાફિક સેન્સ અને નોન-સેન્સ અંગે તો અમદાવાદમાં ભગવદ્ગોમંડળ જેટલો મોટો મહાગ્રંથ લખી શકાય.. 😦

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.