કવિને શીખેલાં શબ્દો!

* કવિન હવે ૧૬ જુને, ર વર્ષનો થશે – પણ તે હજી બહુ જ ઓછાં શબ્દો બોલે છે! હા, સમજે છે બધું બરાબર!! શબ્દોનાં ઉદાહરણ છે નીચે આપેલ છે 😛

મમ્મી
પપ્પા
બા
દાદા
કાકા
દૂધુ
કપ
મમ
બમ (દડો)
બોમ્બે (હા, કારણકે કોકી અને હું મોટાભાગે બોમ્બે વિશે વાતો કરી વિરહમાં તડપતાં હોઇએ છીએ ;))

Advertisements

8 thoughts on “કવિને શીખેલાં શબ્દો!

  1. રુહી સવા બે વર્ષની થઇ છતાં પણ હજી આખા વાક્ય નથી બોલતી. મને લાગે છે કે બરાબર બોલતા હજી બીજા 6 મહિના લાગશે. રુહી 4 ભાષાઓ વચ્ચે અટવાતી રહે છે. ઘરમાં ગુજરાતી, ટીવીમાં હિન્દી, કાર્ટૂનમાં અંગ્રેજી અને બહાર છોકરાઓ જોડે રમવા જાય તો ચાઇનીઝ. એટલે જ મોટા ભાગે બોલવામાં ગોટાળા મારે છે. એ શું બોલે છે એને જ ખબર પણ એને જે સમજાવવું હોય એ ગમે તેમ કરીને સમજાવી જ દે છે.

    Like

  2. 2 વર્ષે આ પ્રકારની વૉકેબ્યુલરી બિલકુલ બરાબર છે. અમારો ધુવ ત્રણ-ચાર મહિના પહેલા (2 વર્ષે) મોબાઈલને બોમ્બે કહેતો હતો.
    કવિને કરેલું દડાનું નામકરણ બહુ કાવ્યાત્મક છે.

    Like

  3. રુહીને કોઇ વસ્તુ જોઇએ તો ખબર પડે છે શું કહેવું. “આપ્પો છે…” અને “લાવો”. આ બે શબ્દો જ દિવસમાં સૌથી વધારે વખત બોલે છે એ. 🙂

    Like

  4. કાર્તિકભાઈ, બાળક હંમેશા કોઈ એક ચીજ મોડી શીખે છે. બહુ વહેલા બોલતા શીખ્યા હોય એવા બાળકો બીજું કશુંક મોડું શીખે છે.

    મારો કહેવાનો મતલબ એ નથી કે કવિન કે રુહી કે બીજા કોઈ મોડા છે. પણ આ તો મનમાં લાગે કે મોડા છે મોડા છે તો ની આ વાત છે.

    નડિયાદમાં બોલ્યાના બોર ઉછાળવાનો એક દિવસ વર્ષમાં એક વખત આવે છે. સંતરામ મંદિરમાં એ દિવસે સ્ત્રીઓ મોટી સંખ્યામાં બોલ્યાના બોર ઉછાળે છે અને નાનુ છોકરું બોલતા ન શીખ્યું હોય તો ખરેખર બોલતું થઈ જાય છે.

    મારા મામાનો દીકરો નાનો હતો ને બોલતા નહતો શીખ્યો. એના માટે બોર ઉછાળ્યા પછી એટલું બધું બોલવા લાગ્યો હતો કે ચૂપ થવાનું કહેવું પડે.

    ખેર આ તો ચિંતા થતી હોય તો. બાકી તો ભલેને મોડું શીખે. એને એનું બાળપણ એની રીતે વિકસાવવા દેવો જોઈએ. હા, વિકાસની તક આપવાનું કામ આપણું.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s