ટ્વીટર ટ્વીટર..

* એટલે કે ચટર પટર, ઇન્ટરનેટના રસ્તે.. ટ્વીટર હવે ઓવરહાઇપ બની ગયું હોય તેમ લાગે છે. ઘણાં બધા મેગેઝિન્સ, વેબસાઇટ્સ, બ્લોગ્સ અને દરેક વેબ ૨.૦ સ્ટાર્ટઅપ કે સાઇટ્સ ટ્વીટર વગર જીવી શકે તેમ નથી. વચ્ચે વળી એમ પણ સંભળાતુ હતું કે ગુગલ ટ્વીટરને ખરીદી રહ્યું છે. ખેર, મારા ઘણાં પરિચિતો પણ બ્લોગ છોડીને તેમનાં અપડેટ્સ કે કંઇ જણાવવું હોય તો ટ્વીટરનો જ ઉપયોગ કરે છે. ઘણાં તો વળી ટ્વીટરનો ઉપયોગ IM (ઇન્સટન્ટ મેસેન્જર) તરીકે પણ કરે છે.

મારા મેકનાં મેસેન્જર Adium માં હવે ટ્વીટર આવી ગયું હોવાથી એક જ મેસેન્જરથી હું – ટ્વીટર, આઇઆરસી, યાહુ, ગુગલ (બે એકાઉન્ટ!), ફેસબુક અને સ્કાઇપનો (પ્લગ-ઇન તરીકે, જોડે સ્કાઇપ ચાલુ હોવું જરૂરી છે) ઉપયોગ કરી શકુ છું. લિનક્સ માટે Ubiquity વાપરું છું.

શું તમે ટ્વીટર પર છો, તો મને @kartikmistry પર ફોલો કરી શકો છો! 😉

17 thoughts on “ટ્વીટર ટ્વીટર..

 1. તમે જણાવ્યું છે કે, હવે ટ્વીટર આવી ગયું હોવાથી એક જ મેસેન્જરથી હું – ટ્વીટર, આઇઆરસી, યાહુ, ગુગલ (બે એકાઉન્ટ!), ફેસબુક અને સ્કાઇપનો (પ્લગ-ઇન તરીકે, જોડે સ્કાઇપ ચાલુ હોવું જરૂરી છે) ઉપયોગ કરી શકુ છું. તે કેવી રીતે ? મને સમજાવશો ?

  Like

  1. ના, કાકાસાબ, ના! એડિયમ ડિગ્સબાય કરતાં વધુ સેવાઓ આપે છે. વધુમાં, તેની સ્કિન, આઇકન, પ્લગ-ઇન્સ વગેરે મળે છે તે અલગ. અને તે ઓપનસોર્સ તો છે જ – એ અલગ.

   Like

 2. ઓપનસોર્સ છે એ મોટો ફાયદો છે !! Digsby માં આ સુવિધા નથી,
  પણ સામાન્ય યુઝર માટે ઓપનસોર્સ એ નકામી વસ્તું છે.

  Like

 3. નકામી? જ્યાં સુધી લિનક્સ કે ઓપનઓફિસ કે કોઇ ઓપનસોર્સ પ્રોડક્ટ વાપરશો નહીં ત્યાં સુધી તમને નહીં સમજાય!

  Like

 4. હા, પીડગીન નામનું સરસ મેસેન્જર વિન્ડોઝ-લિનક્સ માટે છે – ટ્વીટર અંગે ખ્યાલ નથી પણ તે બાકી બધાં ઢગલાબંધ પ્રોટોકોલ સપોર્ટ કરે છે. હમણાંથી જોયું નથી – પણ ટ્વીટર પ્લગ-ઇન હોવી જ જોઇએ..

  Like

 5. ઓપનસોર્સ એ મારા માટે નહી, સામાન્ય યુઝર્સ માટે નકામી વસ્તુ છે !

  પીડજીન મેસેન્જર વિન્ડોઝ-લિનક્સ માટે સરસ છે એમા ના નહી, પણ ટ્વીટરને સપોર્ટ નથી કરતું.

  Like

 6. તમારે ત્યાં ?? એટલે અમદાવાદ માં ?

  જો ઓફીસની વાત કરતા હો તો, સોફ્ટવેર ડેવેલોપમેન્ટ કંપનીના ટી-મેકર કે ઓફીસબોયને પણ લીનક્સ કે સન પર ટેવ પાડ્યા વગર કામ કરતાં જોયેલ છે

  Like

 7. હા. અમદાવાદ અને મુંબઇ બન્ને. ટેવ પાડ્યા વગર મેં ૬૦ વર્ષના કાકાને પણ લિનક્સ વાપરતા જોયા છે – એટલું જ નહીં તેમણે તે જાતે શીખ્યું છે!

  Like

 8. તમે અમદાવાદમાં જોયા તે સારૂ કહેવાય !

  મેં પણ આવા જાતે કોમ્પ્યુટર શીખેલા કાકા/દાદા ને સન અને લીનક્સ પર કામ કરતા જોયા છે જેમને ઈમેલ જોવા ને વેબ સર્ફીંગ પુરતુ જ જ્ઞાન હોય છે, ઓપેનસોર્સ કઈ બલા છે તેની જાણ હોતી તેમને હોતી નથી. હાથમાં આવી તે સિસ્ટમની ટેવ પાડી દેવાની.

  ફરી એકવાર, તેઓ ફક્ત સામાન્યયુઝર જ હોય છે. જેમના માટે લીનક્સ કે સન અથવા વિન્ડોઝ બધુ સરખુ જ છે. ઓપનસોર્સ હોય કે ન હોય તેમને કોઈ ફેર નથી પડતો, તેમને જોઈતી સુવિધા છે કે નહી તે જોવાનું !

  અખિલભાઈ જો વિન્ડોઝ વાપરતા હોય તો તેમના માટે આ પ્રકારની સુવિધા મેળવવા માટે Digsby જ સર્વક્ષેષ્ઠ છે, જેમા ટ્વીટરની સાથે અન્ય મેસેન્જર અને ફેસબુકનો પણ ઉપયોગ કરી શકાય છે.

  મેક સિવાય અન્ય પ્લેટફોર્મ ઉપર એડીયમ પ્રકારના મેસેન્જરની સેવાઓ ઉપલબ્ધ છે જેની નોંધ લેવી.

  Like

 9. હું કેવો ભાગ્યશાળી છું કે કાર્તિકભાઈના લખેલા બન્ને પેરેગ્રાફમાંનું કશું જ સમજી શક્યો નથી !! ટ્વીટર હોય કે ન હોય શું ફેર પડે છે !! ૬૬ વર્ષે હવે આ કાંઈ શીખવાનું શક્ય નથી એટલે પછી ના છુટકે “ભલું થયું આઘી ઝંઝાળ…”!

  Like

 10. કમસેકમ મારું જ્ઞાન વધારતી આ ચર્ચામાં હું વાચક છું. વાંચીને, મળતા ઇનપુટસ ઉપયોગમાં લઉં છુ. digsby જોયું. ડાઉનલોડ કર્યું. ગમ્યું. વાપરવું શરૂ કર્યું છે. અનુભવે સીધ્ધી. ફાવી જશે તો વાપરવું ચાલુ રાખવાનું અને ના ફાવે તો અનઇન્ટોલ કરતાં કયાં કોઇ રોકવાનું છે.

  શીખવાની ઇચ્છા હોય તો શીખી જ શકાય પણ અહિં ઇન્ટરનેટ પર રોજે રોજ કંઇકને કંઇક નવું આવતું જ રહેતું હોય તેવા સંજોગોમાં સભાનતા સાથે ‘આ નથી શીખવું’નો નિર્ણય લેવો પણ એટલો જ જરૂરી છે.

  ટૂંકમાં પોતાને ફાવે તેટલું, મોજથી થાય એટલું કરવુ. બાકી બધું હરી હરી. નાહ્યા એટલું પૂણ્ય. ચર્ચામાં ભાગ લેનારા સૌને ધન્યવાદ.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.