* ઓફિસનાં એક કાર્ય સંદર્ભે કરાડી (નવસારી) ગામે જવાનું થયું. થાકી ગયો પણ, મજા આવી અને ખબર પડી કે અપ-ડાઉન કરવામાં કેટલી હિંમત જોઇએ! સવારે કર્ણાવતી એક્સપ્રેસમાં નીકળ્યો. કર્ણાવતી એવી ગાડી છે કે જે તમને ન રાત્રે સુવા દે કે સવારે આરામથી સ્ટેશન પહોંચવા દે. માંડ-માંડ રીક્ષા મળી અને ગાડી ઉપડવાની પાંચ મિનિટ પહેલાં સ્ટેશન પર પહોંચ્યો. ધ્યાન રાખજો સ્ટેશન પર નેસકોફી પીવાનો પ્રયત્ન ન કરતા. મોઢામાં પણ ન જાય તેવી કોફી મળે છે (પ્લેટફોર્મ-૪ પર).
સુરત પહોંચ્યો. ત્યાંથી બસમાં નવસારી ગયો. ભૂલથી લોકલ બસમાં બેસી ગયો અને સુરત જીલ્લાનાં દર્શન કરી લીધા. ચાલની.. ચાલની જેવા સુરતી શુશબ્દો વડે મન પ્રફુલ્લિત પણ થયું 🙂 નવસારીથી એરુ ચાર રસ્તાથી રીક્ષામાં કરાડી પહોંચ્યા. ત્યાંની સ્કૂલ અને ગાંધીજીની ઝૂંપડીનાં થોડાક ફોટાઓ નીચે મૂક્યાં છે. ત્યાંથી પાછો નવસારી–>સુરત આવ્યો. કુનાલ ધામીને ફોન કરી સ્ટેશન પર મળવાનું નક્કી કર્યું. મજા આવી ગઇ! મારી ટ્રેન મોડી હતી એનો લાભ ઉઠાવીને બહુ વાતો કરી!!
ઘરે પહોંચતા ૧૦.૩૦ થઇ ગયા અને ઘરે પહોંચ્યા પછી કવિન જીભ કાઢીને મારું સ્વાગત કર્યું.
thanks heaven. You mentioned only three lettered Surati words:-)
LikeLike
It was pleasure to meet you man..I hope I have not eat your head to much..
Next is when??? 🙂
LikeLike
@kunal, ના રે ના. મને મજા આવી ગઇ! હા, થેન્કસ ફોર ચોકલેટ!!
LikeLike
@urvishbhai,
હા. એકાદ બીજા બે શબ્દો પણ સાંભળ્યા, મૂકવાનો વિચાર હતો, પછી ના મૂક્યા 😉
LikeLike
It was quiet heartening to see the sophisticated school in the interiors of our state. I also saw the website of the school and it really looks impressive.
It would have been great if you had mentioned your intention behind visiting the school (if it’s not confidential or business secret). It would have given idea about the activities being carried out by the school.
Thanks kartik for this post. You made me believe that the future (children of Gujarat and India) is being nurtured carefully in Gujarat.
Btw I have travelled a lot in Karnavati and I was always used to have Pettis and Bread provided by the caterer inside the train. At that time the taste of this item was mouth watering. Don’t know how are the things now.
LikeLike
બહુ જ ગમ્યું. આવા નાના સ્થળે આવું સરસ તીર્થ. સાચ્ચે જ – સાચુ ભારત ગામડાંમાં વસે છે.
એક-બે શબ્દો જ સામ્ભળ્યા? મને તો એમ કે એક-બે યોગ્ય શબ્દો આખા એક વાક્ય વચ્ચે સામ્ભળવા મળ્યા હશે.
LikeLike
🙂 .. વાહ .. તમે ઓ મારે ગામ, નવસારી જઈને આવ્યા !! જો રેલ્વે-સ્ટેશનથી સીધા એરૂ ચાર રસ્તા પર ગયા હશો તો નવસારીનો ખાસ્સો મોટો ભાગ જોઈ લીધો હશે …
કરાડી સાચે જ બહુ મજાનું ગામ છે … પણ અફસોસ એ વાતનો કે તમે દાંડી બીચની આટલું નજીક આવીને ત્યાં ન જઈ શક્યા …
ચલો વાંધો નહી… ફરી કોઈ વાર … મને કહેજો.. જો હું પણ એ અરસામાં ઘરે જવાનો હોઉં તો સાથે જઈશું …
LikeLike