* ૬૦૦મી પોસ્ટ આગલી ૫૦૦મી પોસ્ટની કોપી-પેસ્ટ બહેન જ છે એટલે તમે આ પોસ્ટ જોએલી હોય તેવું લાગે તો શંકા-કુશંકા ન કરતા આગળ સીધું જ વાચવા માંડવાનું.
… આ સાથે આ મારા બ્લોગનાં ૬૦૦ પોસ્ટ આજે પૂરા થાય છે!
૧લી પોસ્ટ: ૦ દિવસ?
૧૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.
૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.
૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.
૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.
૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.
૬૦૦ પોસ્ટ થયાં: સપ્ટેમ્બર ૨૨, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૫ મહિના, ૧ દિવસ.
આ દરમિયાન ૨,૩૨૮ ટીપ્પણીઓ અને ૧૦,૭૬૦ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.
મેં ૬૨૧ ટેગ્સ અને ૨૧ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.
… અને હા, ૭૯,૩૬૫ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.
રજનીભાઈએ ૫૦૦મી પોસ્ટ વખતે કોમેન્ટ કરેલી કે ૧લી અને ૫૦૦મી પોસ્ટ વચ્ચે શું અનુભવ્યું તે લખજો. તો હાજર છે, નાનકડી સ્ટોરી:
ગુજરાતીમાં લખવાનો વિચાર મને છેક ૨૦૦૪માં આવ્યો હતો, પણ એ વખતે અંગ્રેજી બ્લોગ પણ અવ્યવસ્થિત હતો, એટલે બહુ ડર લાગતો હતો કે હું લખીશ – પણ બીજા વાચશે કઈ રીતે? કેટલા લોકો વાચશે તેનાં કરતા કઈ રીતે વાચશે તેની વધારે ચિંતા હતી. છેવટે, એક દિવસ એસ.વી.નાં પ્રભાતનાં પુષ્પો અને પછી લયસ્તરોની ખબર પડી – છતાં પણ, કંઇ ઈચ્છા ના થઈ. છેવટે એક દિવસ સમાચાર મળ્યા કે મારા પ્રિય લેખક ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી – અને તે દિવસે બપોરે મેં મારી પ્રથમ પોસ્ટ લખી. (એનો મતલબ એમ ન લેવો કે બક્ષીજીની ખોટ પૂરવા માટે મારા બ્લોગનો જન્મ થયો.) પછી, મોટાભાગે હું મને જેટલી ખબર છે એટલું લખતો રહ્યો છું. મુંબઈ, અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરૂ અને ફરી પાછો અમદાવાદથી બ્લોગ લખાયો છે. કવિન, કોકી અને રીક્ષાવાળાઓ મારા બ્લોગનાં મુખ્ય પાત્રો રહ્યા છે. કોઈ વખતે `બ્લોગર્સ બ્લોક` પણ થાય છે જેથી અઠવાડિયા સુધી કંઇ લખી શકાતું નથી – કોઈક વખતે એક દિવસમાં બે પોસ્ટ થઈ જાય છે!
કેમેરો બગડી ગયો છે – એટલે એકાદ વર્ષથી ફોટાઓ ઓછા મુકાય છે. અને, ગુજરાતી ટેકનોલોજીમાં કામ કરવાનું ઓછું થાય છે – એટલે બીજી ટેકનોલોજીની વાતો મને હવે અહીં મુકવાની ખાસ ઈચ્છા પણ થતી નથી. ટ્વીટર અને આઇડેન્ટી.કા જેવી માઈક્રોબ્લોગિંગ સેવાઓનાં કારણે પણ બ્લોગ આવૃત્તિમાં ફટકો પડ્યો છે.
જોઈએ છીએ – ૧૦૦૦મી પોસ્ટ ક્યારે થાય છે 🙂
Like this:
Like Loading...