૬૦૦મી પોસ્ટ

* ૬૦૦મી પોસ્ટ આગલી ૫૦૦મી પોસ્ટની કોપી-પેસ્ટ બહેન જ છે એટલે તમે આ પોસ્ટ જોએલી હોય તેવું લાગે તો શંકા-કુશંકા ન કરતા આગળ સીધું જ વાચવા માંડવાનું.

… આ સાથે આ મારા બ્લોગનાં ૬૦૦ પોસ્ટ આજે પૂરા થાય છે!

૧લી પોસ્ટ: ૦ દિવસ?

૧૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૭, ૨૦૦૭ ના રોજ. સમયગાળો: ૧ વર્ષ, ૧૧ દિવસ.

૨૦૦ પોસ્ટ થયાં: માર્ચ ૯, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૧૧ મહિના, ૨ દિવસ.

૩૦૦ પોસ્ટ થયાં: ઓગસ્ટ ૧૧, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: પ મહિના, ૨ દિવસ.

૪૦૦ પોસ્ટ થયાં: ડિસેમ્બર ૧૮, ૨૦૦૮ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૭ દિવસ.

૫૦૦ પોસ્ટ થયાં: એપ્રિલ ૨૧, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૪ મહિના, ૦ દિવસ.

૬૦૦ પોસ્ટ થયાં: સપ્ટેમ્બર ૨૨, ૨૦૦૯ ના રોજ. સમયગાળો: ૫ મહિના, ૧ દિવસ.

આ દરમિયાન ૨,૩૨૮ ટીપ્પણીઓ અને ૧૦,૭૬૦ સ્પામ ટીપ્પણીઓ મને મળી છે.

મેં ૬૨૧ ટેગ્સ અને ૨૧ વર્ગો (કેટેગરી) નો ઉપયોગ કર્યો છે.

… અને હા, ૭૯,૩૬૫ જેટલી વખત લોકોએ મુલાકાત પણ લીધેલ છે.

રજનીભાઈએ ૫૦૦મી પોસ્ટ વખતે કોમેન્ટ કરેલી કે ૧લી અને ૫૦૦મી પોસ્ટ વચ્ચે શું અનુભવ્યું તે લખજો. તો હાજર છે, નાનકડી સ્ટોરી:

ગુજરાતીમાં લખવાનો વિચાર મને છેક ૨૦૦૪માં આવ્યો હતો, પણ એ વખતે અંગ્રેજી બ્લોગ પણ અવ્યવસ્થિત હતો, એટલે બહુ ડર લાગતો હતો કે હું લખીશ – પણ બીજા વાચશે કઈ રીતે? કેટલા લોકો વાચશે તેનાં કરતા કઈ રીતે વાચશે તેની વધારે ચિંતા હતી. છેવટે, એક દિવસ એસ.વી.નાં પ્રભાતનાં પુષ્પો અને પછી લયસ્તરોની ખબર પડી – છતાં પણ, કંઇ ઈચ્છા ના થઈ. છેવટે એક દિવસ સમાચાર મળ્યા કે મારા પ્રિય લેખક ચંદ્રકાંત બક્ષી હવે આ દુનિયામાં રહ્યા નથી – અને તે દિવસે બપોરે મેં મારી પ્રથમ પોસ્ટ લખી. (એનો મતલબ એમ ન લેવો કે બક્ષીજીની ખોટ પૂરવા માટે મારા બ્લોગનો જન્મ થયો.) પછી, મોટાભાગે હું મને જેટલી ખબર છે એટલું લખતો રહ્યો છું. મુંબઈ, અમદાવાદ, મુંબઈ, બેંગ્લુરૂ અને ફરી પાછો અમદાવાદથી બ્લોગ લખાયો છે. કવિન, કોકી અને રીક્ષાવાળાઓ મારા બ્લોગનાં મુખ્ય પાત્રો રહ્યા છે. કોઈ વખતે `બ્લોગર્સ બ્લોક` પણ થાય છે જેથી અઠવાડિયા સુધી કંઇ લખી શકાતું નથી – કોઈક વખતે એક દિવસમાં બે પોસ્ટ થઈ જાય છે!

કેમેરો બગડી ગયો છે – એટલે એકાદ વર્ષથી ફોટાઓ ઓછા મુકાય છે. અને, ગુજરાતી ટેકનોલોજીમાં કામ કરવાનું ઓછું થાય છે – એટલે બીજી ટેકનોલોજીની વાતો મને હવે અહીં મુકવાની ખાસ ઈચ્છા પણ થતી નથી. ટ્વીટર અને આઇડેન્ટી.કા જેવી માઈક્રોબ્લોગિંગ સેવાઓનાં કારણે પણ બ્લોગ આવૃત્તિમાં ફટકો પડ્યો છે.

જોઈએ છીએ – ૧૦૦૦મી પોસ્ટ ક્યારે થાય છે 🙂

Advertisements

15 thoughts on “૬૦૦મી પોસ્ટ

 1. Congratulations for the 600th POST. શક્ય હોય તો તમારી પહેલી પોસ્ટની લીંક આપો. તમે તો લખ્યું કે ૧લિ પોસ્ટ અને ૫૦૦મિ પોસ્ટ વચ્ચે શું શું થયું? પણ મારે પણ ફરક જોવો છે.

  Like

 2. થેંક્સ કે હમારે અનુરોધ પે આપને ગીત સુનાયા ! હજાર પોસ્ટને થતાં ક્યા વાર લાગશે? માત્ર 400નો જ તો ગેપ છે, લગે રહો કાર્તિકભાઈ. અને હા, ભાગ્યા ક્યાં? અભિનંદન તો લેતા જાઓ સાહેબ.

  Like

 3. મને પણ ગુજરાતી ભાષામાં લખવાની ચળ ઘણા વખતથી હતી. સૌ પ્રથમ ગુજરાતી ભાષામાં “રીડ ગુજરાતી” વાંચવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ ધીરે ધીરે એ જમાનામાં જે થોડા ઘણા બ્લોગ હતા ગુજરાતીમાં એ વાંચવાની શરૂઆત કરી (એ વખતે તમે પણ તમારો બ્લોગ બરાબર જમાવી દીધો હતો.) મને પણ એ જ પ્રશ્ન હતો કે શું લખવું પણ તમે અમારા પ્રેરણા સ્તોત્ર બન્યા અને તમારી જેમ હું પણ ઠપકારવા લાગ્યો. સારુ ખોટું લોકોને ગમે ના ગમે એવું જે પણ હું આજે લખું છું પણ મને ગમે છે લખવું એટલે લખું છું. સાથે સૌથી અગત્યની વાત એ છે કે મારી યાદોનો સંગ્રહ પણ થતો જાય છે. મારો બ્લોગ મારી Memory Bank છે. આ તો થઇ મારી વાત.

  600મી પોસ્ટ બદલ અભિનંદન અને અમારી જેમ બીજા ઉગતા બ્લોગરોને પણ પ્રોત્સાહિત કરતા રહો એવી શુભેચ્છાઓ.

  Like

  1. મેમરી બેંકની વાત સાવ સાચ્ચી. ઘણી વખત કંટાળો આવતો હોય ત્યારે હું Random Post પર ક્લિક કરીને મારા બ્લોગનાં પોસ્ટ જોતો હોવ છું. અને જરૂર પડે તો સુધારુ પણ છું 🙂

   Like

 4. ખૂબ સરસ….

  કાર્તિક ભાઇ, તમારો બ્લોગ બીજા બધા બ્લોગથી અલગ છે, મને કદી અહીં આવીને કંટાળૉ નથી આવ્યો અને તમારી પધ્ધતિના લીધે બ્લોગ થી વધારે એક મિત્ર સાથે સાવ કેઝ્યુઅલી (!) વાત કરતા હોઇએ એમ લાગે…. ગુજરાતી બ્લોગ્સમાં કવિતાઓ અને ગઝલો અથવા વાર્તાઓ સિવાય પણ સહજ લેખન થઇ શકે છે તે તમે સાબિત કર્યું છે, એ ખરેખર આનંદની વાત છે.

  2002 માં મેં ગુજરાતીમાં સર્વ પ્રથમ ઝાઝીની વેબસાઇટ જોયેલી અને ત્યારે વડોદરાની સૂર્યા હોટલના ભોંયરામાં સાયબર કેફેમાં વેબપેજમાં એડ્રેસ નાખી એંટર કરી ચા નાસ્તો કરવા સ્ટેશન લટાર મારી આવીએ ત્યાં સુધી લોડ થઇ જતા પેજ જોવાની અલગ મજા હતી.

  આપના બ્લોગને follow કરવાની મજા આવે છે. આશા છે આપ આમજ લખતા રહેશો.

  છઠ્ઠી સદી મારવા બદલ અભિનંદન, ચેમ્પિયંસ ટ્રોફી ચેલેજ તો હજી શરૂ જ થઇ છે….

  શુભેચ્છાઓ

  Like

 5. First congrats for writing in Gujarati language which I cant do on net (I follow it in print/paper) due to my inability for learning this facility lol!!
  You are doing good on subjects you take though, I feel some finishing touch is needed to make them look more friendly.
  And, reg Baxibabu-Kartik he never entered his field to replace anyone but created his own place so, we wish and pray you also reach your own zenith (I know you were kidding on this point so this is not a rebuke but my thinking only)
  Best luck again

  Like

 6. Hey Dude…
  congrats on ur 600th post…
  લ્યો ૬૦૦ તો પૂરી થઇ ગઈ… હવે તો ફક્ત ૪૦૦ (સોરી… હવે તો ૩૯૯) જ બાકી રહી ને…

  અને હા… તમે ચેક કર્યું કે અત્યાર સુધી માં ગુજરાતી બ્લોગ માં highest પોસ્ટ કોના બ્લોગ ની છે?

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.