બૈર્નાર સાથે મુલાકાત

* બૈર્નાર (એમ તો અંગ્રેજીમાં Bernard લખાય, પણ ફ્રેંચમાં આ રીતે ઉચ્ચાર કરાય!) અને હું આઈ.આર.સી. પર મળેલા. પછી, વાત-ચીતમાં ઓળખાણ થોડી વધી અને ખબર પડી કે બૈર્નાર દંપતિ ગુજરાત આવે છે (મિસિસ બૈર્નાર નવસારી-ગુજરાતી છે). તો, અમે ક્યાંક મળવાનું નક્કી કર્યું અને છેવટે ઓફિસથી નજીક પડે એ રીતે સાંજે સી.જી.રોડ પર થોડા દિવસ પહેલાં મળ્યા. એમ.એમ. પર એક ખૂણામાં બેઠા અને વાતો શરૂ કરી. બૈનાર્ડ હિન્દી સારી રીતે જાણે છે અને હવે ગુજરાતી પણ જાણી રહ્યો છે 🙂 અને અમારી મોટાભાગની વાતો ગુજરાતી ભાષા અને કોમ્પ્યુટરની આસ-પાસ રહી. ખાસ કરીને ફ્રાંસમાં ફ્રેન્ચ ભાષા અંગે કેવી પરિસ્થિતિ છે – તેનો એક દાખલો મને યાદ રહી જશે. ફ્રાંસમાં જો તમે સોફ્ટવેર બનાવો કે વેચો તો – તમારે ફરજીયાત ફ્રેંચ ઈન્ટરફેસ આપવો જ પડે, તેના સિવાય કોઈ તે વાપરે જ નહીં! બીજો દાખલો – કોમ્પ્યુટરના માઊસ ને ગુજરાતીમાં પણ માઊસ કહે છે – જ્યારે ફ્રાંસમાં માઊસ માટેનો ફ્રેંચ શબ્દ – Souris – જ વપરાય. તમે માઊસ કહો તો કોઈ સમજે નહીં. કહેવાની જરૂર છે કે ફ્રાંસમાં રહેવું હોય તો ફ્રેંચ શીખવું જ પડે!

આવી ઘણી વાતોથી મજા આવી ગઈ. પણ, હું ઓફિસમાંથી વચ્ચેથી આવ્યો હતો અને બૈનાર્રને અમદાવાદના બીજા છેડે જવાનું હતું. એટલે, રીક્ષા નક્કી કરી બૈનાર્ડને વિદાય આપી. તે પહેલાં અમે નીચેનો સરસ મજાનો ફોટો પડાવ્યો, જે બૈનારે ફ્રાંસ ગયા પછી મને મોકલ્યો – એટલે મેં આ પોસ્ટ લખી 🙂

બૈર્નાર સાથે હું - સી.જી. રોડ પર..

3 thoughts on “બૈર્નાર સાથે મુલાકાત

 1. જો જો કાર્તિકભાઈ, આવો ભાષા-પ્રેમ ગુજરાતીમાં ન બતાવતા નહી તો બક્ષીજીના વિધાનનો (મીસ)યુઝ કરીને એવું કહેવા વાળા પડ્યા છે કે “માં નું ધાવણ છોડવાની એક ઉંમર હોય છે!”

  Like

 2. કાર્તિકભાઇ વર્ણવી ન શકાય એવી લાગણી થઇ આ પોસ્ટ વાંચીને, રજનીભાઇ નો આભાર કે એમણે મને આ લીંક આપી અને આ પોસ્ટ મે વાંચી,
  કાશ આપણે પણ આ ફ્રેંચ ભાષીની જેમ માઉસ ને આપણુ કોઇ ગુજરાતી નામ આપી શક્યા હોત! અને ઘણી નવાઇ કે આ આપણા ફ્રેંચ મહેમાન હિન્દી બોલી જાણે છે સાથે ગુજરાતી પણ. ભલે એમની બેગમસાહેબાની મહેરબાનીથી, પણ બોલી શકે છે એનો ગર્વભર્યો આનંદ થયો.

  વિનય ખત્રી સરે પણ સાચી વાત કહી. આજના ગુજરાત સમાચાર માં નેટવર્ક ની કોલમમાં ગુણવંત છોટાલાલ શાહ નો લેખ પણ સાચો સમજવા લાયક.

  અને છેલ્લે ગુડ શોટ સોરી સોરી, મસ્ત ફટકો માર્યો રજનીભાઇ.

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.