ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ: એક વધુ રીવ્યુ

* મને ખબર છે કે દિવ્ય ભાસ્કર કંઈ આ ફિલમનો રીવ્યુ લખવાનું નથી. પણ, જોયું કે, હરસુખભાઈએ અને ટર્મિનેટરે પહેલા જ લખી નાખ્યો છે – છતાં પણ, લાલચ રોકી શકતો નથી! થયું એવું કે ઈશિતા અને હું ગુરૂવારે મળ્યા અને નક્કી કર્યું કે ચાલો મુવી જોવા જઈએ. કવિન અને ટોરેન્ટીનો આ બન્ને ડેડલી કોમ્બિનેશનને કારણે મેં કોકીને વધુ આગ્રહ ન કર્યો અને તેણે પણ બપોરની ઊંઘ વધુ પસંદ કરી. શનિવારે બપોરે હું ટીકીટ લેવા ગયો ત્યારે, ટીકીટ આપવા વાળે ટીકીટ આપતી વખતે ઉચ્ચારમાં જે લોચા કર્યા તે પરથી લાગ્યું કે મુવી જોવા વાળા ૨૦થી વધુ લોકો નહીં હોય 😉 ઈશિતા અને નિતેશ મને ત્યાં મળ્યા.

મુવી પોસ્ટર - વિકીપિડીઆ પરથી..

ઇનગ્લોરિયસ બાસ્ટર્ડ્સ જો તમને ઈતિહાસ – વિશ્વ યુધ્ધ ૨ અને તેને લગતી ઘટનાઓનો ખ્યાલ હોય તો જોવાની વધુ મજા આવે. અને, થેન્ક્સ ટુ, સફારી મેગેઝિન – મને આ મુવીના આજુ-બાજુ બનતી ઘટનાઓ વિશે જાણકારી હતી – તે ઈશિતા અને નિતેશને સમજાવવામાં મદદરુપ થઈ! મુવીની શરૂઆત જ્યુ હન્ટર તરીકે ઓળખાતા કર્નલ હાન્સ લન્ડાની મુલાકાત ફ્રાન્સમાં એક કુંટુંબ સાથે થાય છે. એ વખતના અભિનયથી જ હાન્સ આપણા પર ઊંડો પ્રભાવ છોડી દે છે. શોસાના ભાગી જવામાં સફળ થાય છે અને થોડા વર્ષ પછી એક થિયેટર ચલાવતી હોય છે. આ બાજુ અમેરિકન જ્યુસ લોકોનો એક સમૂહ નાઝીઓનો ખાતમો બોલાવવા મેદાને પડે છે. શોસાના અને તેનો નિગ્રો નોકર બન્ને મળીને થિયેટરમાં નાઝી ગુણગાન ગાતી એક ફિલ્મનાં પ્રિમિયર વખતે ભેગા થયેલા હિટલર, ગોબેલ્સ, બોરમાન અને બીજા ટોચનાં અફસરોને ઉડાવી દેવાનો પ્લાન બનાવે છે. બાસ્ટર્ડ્સ લોકોનો પ્લાન એવો જ હોય છે – પણ, હાન્સ વચમાં આવે છે અને તે બાસ્ટર્ડ્સ જોડે સોદો કરીને કંઈક અલગ વિચારે છે. છતાં પણ, જે થવાનું હોય છે તે થાય છે. શું થાય છે – તે માટે જો મુવી હજી પણ ચાલી રહ્યું હોય તો – જોઈ લેવું!

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.