બેંગ્લુરૂમાં..

* આવતા સોમવારથી શનિવાર બેંગ્લુરૂમાં ફોસ.ઈન માટે જવાનું છે. કોઈ બ્લોગર મિત્ર જો ત્યાં હોય તો મને ઈમેલ કે આ પોસ્ટ પર કોમેન્ટ કરી શકે છે. નવનીતને તો મળવાનું નક્કી જ છે. હું ત્યાં ડેબિયન (સ્વાભાવિક રીતે) પર એક વર્કઆઉટ અને BOF માં પસંદ થયો છું.

ટામેટું રે ટામેટું

* હું અને કવિન મસ્તી કરતા હતાં, ત્યારે નીચેનું ગીત ગાતા-ગાતા દોડતા હતા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
અસ મસ ને ઢસ.

ત્યાં કોકીએ બૂમ પાડીને કહ્યું, ખબર છે, ટામેટાં આજે ૬૦ રુપિએ કિલો હતા! તો પછી ગીત નીચે પ્રમાણે ગાવા લાગ્યા..

ટામેટું રે ટામેટું,
ગોળ ગોળ ટામેટું,
લાલ લાલ ટામેટું,
નદીએ નાવા જાતુતું,
ઘી-ગોળ ખાતુતું,
૬૦ રુપિએ કિલો આવતુતું,
અસ મસ ને ઢસ!!!

😛

શિયાળો!

* કોકી મુંબઈમાં રહેલી એટલે તેને અમદાવાદની ઠંડી  (અને ગરમી) થોડી વધુ પડતી લાગે છે, પણ આ વખતે મારા માટે પણ શિયાળાની શરૂઆત બહુ સારી થઈ નથી. શરદીથી નાક ખરડાઈ ગયું છે, અને આખો દિવસ ટોપી અને મોજા પહેરીને ફરવું પડે છે 😛 અને અમારો ફ્લેટ થોડો વિચિત્ર છે, જ્યારે જોઈએ ત્યારે તડકો નથી આવતો..

ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ

* ફરી પાછું ગુગલ લઈને આવ્યું છે, ક્રોમ ઓપરેટિંગ સિસ્ટમ. વધુ વિગત માટે વાંચો આ સમાચાર પાનું. અને નીચેનો વીડિઓ સરસ મજાનો છે. તેમ છતાં, અમુક વાતો હજી ખટકે છે – દા.ત. ઓપરેટિંગ સિસ્ટમ ચાલુ થતાં ૪૫ સેકન્ડ લગાવે છે, એન્ટિ વાયરસ વગેરે. લાગે છે કે ગુગલનું લક્ષ્ય સીધું જ માઈક્રોસોફ્ટ છે. જે હોય તે, પણ, આ પોસ્ટને માઈક્રોસોફ્ટ સક્સની કેટેગરીમાં મૂકેલ નથી એટલે કોઈએ વાંધો ઉઠાવવો નહીં!! 😉

ભોજનનો આનંદ

* પોસ્ટનું ટાઈટલ વાંચી ભોળવાવું નહીં. હું ક્યાંય હોટલ કે રેસ્ટોરાંમાં જમી આવીને થયેલ આનંદ વિશે વાત નથી કરતો. આ વાત છે ‘ભોજનનો આનંદ’ (લેખક: અંજલિ મંગળદાસ) નામનાં રસોઈ પુસ્તકની. ગઈકાલે કવિનની સ્કૂલની ફાઈલ માટે પેપર પંચ કરવાનું યંત્ર લેવા ગયો ત્યારે અચાનક આ નજરે ચડી ગયું. અને, મને થયું કે ચાલો કોકીને કંઈ ગિફ્ટ-બિફ્ટ આપીએ અને એનો લાંબા ગાળે ફાયદો મને પણ થશે એમ વિચાર્યું. જોડે બે મુવીસ – સેવિંગ પ્રાઈવેટ રાયન અને કિસ ધ ગર્લ્સ (નામ વિચિત્ર છે, પણ મોર્ગન ફ્રીમેન હોવાથી મારાથી રહેવાયું નહીં..) લીધા.

તો પુસ્તકમાં શું છે? સરસ બોક્સમાં ૫ નાનકડી પુસ્તિકાઓમાં ૫ પ્રકારની વિવિધ ૨૧ વસ્તુઓ બનાવવાની રીત છે. સ્ટાર્ટર, કચુંબર, રાયતાં, ચટણી અને અથાણાં. એમાંથી આપણને સ્ટાર્ટર અને સલાડમાં વધારે રસ છે. ૧૪૫ રુપિયા બરોબર કહેવાય.

મજાની વાત છે કે પુસ્તક પર આપેલ વેબસાઈટ સરનામું, http://www.houseofmg.com/cookbook ખૂલતું નથી! હા, હાઉસ ઓફ એમજીની સાઈટ ખૂલે છે અને ઠીક-ઠીક છે..

ગુગલ ડિક્શનરી

* ગુગલ કંઈ કરે એમાં પૂછવાનું હોય. જુઓ, ગુગલ ડિક્શનરી.

ઉદાહરણ: કાર્ય.

ખોવાયો અને મળ્યો…

* ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી વાળી પોસ્ટમાં લખ્યું તેમ હું અશોક પાસેથી મેકબુકનો MiniDVI->VGA કેબલ લઈ આવ્યો. આ કેબલ તમારા મેકબુકને પ્રોજેક્ટર સાથે જોડવા માટે જરુરી છે. મેકબુક VGA પોર્ટની જગ્યાએ વિચિત્ર એવા MiniDVI પોર્ટ સાથે આવે છે અને 99% પ્રોજેક્ટર આ પોર્ટને આધાર આપતા નથી. અને, પાછો આ કેબલ આવે ૧૧૦૦ કે ૧૨૦૦ રુપિયાનો. લેપટોપ જોડે ફ્રી ન આવે! ગમે તે કારણસર મેં હજી સુધી તે ખરીદવાનું ટાળ્યું. એટલે, દર વખતે મારે લેવા જવું પડે. જુઓ નીચે તે કેબલનો ફોટો..

મેકબુકનો MiniDVI-->VGA કેબલ

વડોદરામાં પ્રેઝન્ટેશન આપ્યા પછી, મેં કેબલ કાઢીને ક્યાંક મુક્યો. ઘરે આવીને બીજા દિવસે જોયું તો કેબલ ન મળ્યો. મારો તો જીવ અધ્ધર થઈ ગયો. બીજાની ઉછીની લીધેલ વસ્તુ આપણે ખોવાડી દઈએ ત્યારે જે લાગણી થાય એવી આખો દિવસ રહી (અમુક લોકોને આનંદ થાય, પણ એ વાત જુદી છે :P). મહિનાનું બજેટ જોયું અને ક્યારે એ કેબલ ખરીદી શકાય એવી ગણતરી પણ કરી દીધેલી. નક્કી કર્યું કે ક્યાંય પણ બહાર પ્રેઝન્ટેશન માટે જઈએ ત્યારે ધ્યાન રાખીને ચેક-લિસ્ટ બનાવી બધી વસ્તુઓ પાછી બેગમાં મૂકવી. આ બાજુ, જીગીશભાઈ અને પ્રતિકને પણ મેં ઊંચા-નીચા કરી મૂક્યા. એકાદ વખત ફોન લગાવ્યો, ઈમેલ કર્યો, ગુગલ વેવ પર પિંગ કર્યું, જીગીશભાઈ તો ત્યાં લેબમાં જઈને પણ જોઈ આવ્યા.

રાત્રે ઘરે આવ્યો, અને કેબલ મારા ૬ પોકેટ જીન્સનાં એક નાનકડાં ખિસ્સામાંથી મળ્યો.. 🙂

રીક્ષાવાળાઓની હડતાલ મને કેમ ગમી?

૧. મારા ૫૪-૮ = ૪૬ રુપિયા બચી ગયા.

૨. રીક્ષાવાળાઓ જોડે થતી દરરોજની બબાલમાંથી મુક્તિ મળી.

૩. સવારનાં પહોરમાં (એટલે કે ૧૧.૩૦ વાગે) થોડું ચાલવાથી અને વહેલું નીકળવાથી શરીરને ફાયદો થયો.

૪. પ્રદૂષણ થોડું ઓછું થયું.

ઓપનસુઝે-ઉબુન્ટુ પાર્ટી

* તમે પાર્ટી એટલે કે અંધારામાં લેઝર અને ડિસ્કો લાઈટ્સ પર જોરદાર પંજાબી રીમિક્સ સંગીત વાગતી પાર્ટી એવી પાર્ટી વિશે વિચારતા હોવ તો ભૂલી જજો. અમારી પાર્ટી એટલે કે લોન્ચ પાર્ટી, કીસાઈનિંગ પાર્ટી જેવી પાર્ટી જેમાં જ્ઞાન અને આનંદનો સંગમ લિનક્સ અને ઓપનસોર્સની વાત-ચીત અને વહેંચણી કરી થાય છે. છેલ્લા પોસ્ટમાં લખેલ તેમ ૧૨ તારીખે ઓપનસુઝેનું ૧૧.૨ વર્ઝન અને ઉબુન્ટુનું ૯.૧૦ (૨૯ ઓક્ટોબરે) રીલીઝ થયું. હાર્દિકે કહ્યું કે ચાલો ઉબુન્ટુની પાર્ટી રાખીએ, અને જીગીશભાઈ વડોદરામાં ઓપનસુઝેની પાર્ટી કરવાના જ હતા. છેવટે, નક્કી થયું કે બન્ને પાર્ટી ભેગી જ રાખીએ.

અને છેવટે, RSVPનું લિસ્ટ બન્યું. હાર્દિકે મને ઉબુન્ટુની ઘણી બધી વસ્તુઓ આપી (ટી-શર્ટ્સ, સ્ટીકર્સ વગેરે). એમ.એસ.યુનિ.નાં બી.સી.એ ડિપાર્ટમેન્ટમાં પાર્ટી રાખવામાં આવી. મને એક મોટી મુશ્કેલી હતી કે મારા લેપટોપનો પ્રેઝન્ટેશન કેબલ મારી પાસેથી નહોતો. અશોકે વ્યસ્ત હોવા છતાં મને કેબલ આપવાની વ્યવસ્થા કરી. થેન્ક્સ! ઈન્ટરસીટીમાં વડોદરા પહોંચ્યો અને પ્રતિક તેના સ્કૂટી પેપ પર મને લેવા આવ્યો હતો. અમે સીધી લેબમાં પહોંચ્યા અને એ વખતે જીગીશભાઈ અને તેમની ગેંગ બધી તૈયારીમાં વ્યસ્ત હતી. પ્રતિકે ઉબુન્ટુની લોકલ રેપોઝિટોરી બનાવી અને ૧ જીબીમાં ફીટ થાય તેવી લાઈવ યુ.એસ.બી. પણ બનાવી રાખી હતી.

શરૂઆતી પરિચય પછી મારું પ્રેઝન્ટેશન ‘Contribution‘ થી શરૂઆત થઈ, ત્યાર પછી જીગીશભાઈનું ઓપનસુઝે અને લિનક્સ વિશેનું પ્રેઝન્ટેશન જોરદાર રહ્યું. તે દરમિયાન Linux v/s Windows નું લોકપ્રિય યુધ્ધ થોડો સમય થયું. પછી લાઈવ ઈન્ટરેક્શન શરુ થયું. અમે ઉબુન્ટુની ૫૦ જેટલી સીડી અને ૫-૬ ડીવીડી વહેંચી, બાકીના લોકો તેમનાં પેન-ડ્રાઈવમાં અને હાર્ડડિસ્કમાં ISO કોપી કરી લઈ ગયા. વચ્ચે પીઝા-અને-કોલ્ડડ્રિંક્સ (સોરી, મેં કોલ્ડડ્રિંકસ ન લીધું. થેન્ક્સ ટુ માય દાંત)  પણ હતા. અનેક લોકો – જે મને માત્ર ઈમેલથી ઓળખતા હતાં, તેઓ મળ્યા અને સરસ રીતે નવી-નવી ઓળખાણ થઈ.

અમે જે લોકોએ RSVP રાખેલું તેમાંથી લકી-ડ્રો રાખેલ પણ, મોટાભાગનાં સ્ટુડન્ટ્સ તેનાં વગર આવ્યા હતા એટલે પરંપરાગત રીતે ચિઠ્ઠી ઉપાડીને પસંદગી થઈ.

આભાર: એમ.એસ.યુનિ.નો બી.સી.એ ડિપાર્ટમેન્ટ, જીગીશભાઈ અને ગેંગ (સામ્યક, સાયોન, ક્ષિતિજ, ..), પ્રતિક અને હાર્દિક.

જીગીશભાઈનો રીપોર્ટ

ફોટાઓ

કંઈ ન લખવા બદલ..

* આજ-કાલ બ્લોગ પર કંઈ લખી શકાતું નથી. કારણ?
૧. દાંત મેં સડન. કારણ? RCT એટલે કે રુટ કેનાલ ટ્રિટમેન્ટ. તેમ છતાં, બે દિવસથી ભયંકર દુખાવો થઈ રહ્યો છે. પેઈનકિલર અત્યારે મારો પરમ મિત્ર બની સાથ આપે છે..
૨. કવિનની સ્કૂલ. એક બેગ અને એક વોટર-બોટલની વાટ લાગ્યા પછી અમને સમજાયું કે મા-બાપ બિચારા કેમ કહેવાય છે..
૩. ટ્વીટર-આઈડેન્ટિકા-ફેસબુકનું ડેડલી કોમ્બિનેશન. છતાં, બ્લોગ એટલે બ્લોગ.

બીજાં સમાચારો,
૧. આ શનિવારે બરોડામાં ઓપનસુઝે-ઉબુન્ટુની રીલીઝ પાર્ટી છે. જેને આ વિશે ખબર છે એટલે આ બન્ને શું બલા છે – તેઓ માટે આ પાનાં પર નોંધણી કરવા માટે અંતરપૂર્વક આવકાર. હું ત્યાં એકાદ-બે પ્રેઝન્ટેશન આપવાનો છું.
૨. ફોસ.ઈન/૨૦૦૯માં મારી (એટલે કે વર્કઆઉટ-અને-બોફ (BOF)) પસંદગી થઈ ગયેલ છે. ટીકીટના મોટા પ્રશ્નનું પણ નિરાકરણ આવી ગયું છે – એટલે મજા આવશે.