* ગઈકાલે સેપ્ટ, અમદાવાદ ખાતે ફ્રી કલ્ચર રોડ શૉનું આયોજન થયું હતું. અમેરિકાથી આવેલા એલિઝાબેથ, ડીન અને બેન – આ ત્રણેય જણાં આખા ભારતમાં ફ્રી કલ્ચર વિશેની જાણકારી અને સમજણ વધે તે માટે ફરી રહ્યા છે. એમના અને ફ્રી કલ્ચર વિશે વધુ જાણવા માટે આ પાનું વાંચો.
હું ત્યાં પહોંચ્યો ત્યારે સમય મને સેપ્ટનાં દરવાજા આગળ મળ્યો. ૪ વાગે તો અમે પહોંચી ગયા અને પછી ખબર પડી કે કાર્યક્રમ ૫ વાગે છે અને ઓડિટોરિયમની જ્ગ્યાએ આગળની લોનમાં રાખેલ છે. અમે ગયા ત્યારે સ્પીકર પર રોક સંગીત વાગતું હતું અને લાઈટ્સ વગેરેની ગોઠવણ થતી હતી.

એટલે અમારું કામ લોનમાં બેસવાનું હતું. તે પહેલા રુતુલ જોષી જે સેપ્ટમાં પ્રોફેસર છે અને મારો સ્કૂલ સિનિયર પણ છે. તેમની સાથે ઘણી વાતો કરી. પાંચેક વાગ્યાની આસપાસ સામ્યક બરોડાથી આવી પહોંચ્યો અને અમારા વચ્ચે સારી એવી ચર્ચા થઈ જે અત્યારે રહસ્ય હોવાથી અહીં મૂકી શકાય તેમ નથી. સામ્યક, ખરું ને? 😉
થોડા સમય પછી ફ્રી કલ્ચર રોડ શૉની શરૂઆત થઈ. પ્રો. શંકર જેઓએ આ શૉ સેપ્ટમાં કરવાની જવાબદારી લીધી – તેઓએ પરિચય સાથે શરૂઆત કરી.

પછી, એલિઝાબેથે પોતાના પરિચય અને લો સ્કૂલમાં લોયર બનવાની જગ્યાએ એ કઈ રીતે ફ્રી કલ્ચર મુવમેન્ટમાં જોડાઈ અને ફ્રી કલ્ચર વિશેનું સરસ પ્રેઝન્ટેશન આપ્યુ.

તેના પછી બેન અને ડીને ફ્રીકલ્ચર.ઓર્ગ અને ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ વિશે સરસ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. આ બન્ને સાઈટ્સની કડીઓ નીચે આપેલ છે. આ પછી મેં પાંચ મિનિટમાં યુનિકોડથી વેબસાઈટ જગત એટલે કે ઈન્ટરનેટ કઈ રીતે બદલાઈ રહ્યું છે તેના વિશે એક પ્રેઝન્ટેશન આપ્યું. અને તે તમે મારા ગીટહબ ટોક પાનાં પરથી લઈ શકો છો. પછી, બધા જોડે સરસ મજાની વાતોમાં ઘણો સમય ગયો. ફોટો-સેશન વગેરે થયું. મારી પાસે માત્ર મોબાઈલ હોવાથી જ્યાં સુધી અજવાળું હતું ત્યાં સુધી ફોટા લેવાયા!
રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઓફિસ પાછો આવ્યો ત્યારે ઢગલાબંધ કામ બાકી પડ્યું હતું 😛
કડીઓ:
ફ્રીકલ્ચર.ઓર્ગ
ઓપનવિડીઓએલાયન્સ.ઓર્ગ
ડીએનએનો લેખ
Like this:
Like Loading...