દારૂબંધીના મોર્ડન ઉપાયો

* ફ્રી કલ્ચર ઈવેન્ટમાં મને એક ભાઈ મળ્યા જે પ્રોહિબિશન.ઈન નામની સરસ મજાની વેબસાઈટ ચલાવે છે. જોવા અને વાંચવા જેવી છે, જેમને ખાસ પ્રકારનાં પીણાંનો શોખ હોય 😉 હવે, આ વખતે સરકારે પોલીસને હુકમ કર્યો છે કે ૩૧મીની રાતે દારુનું એક ટીપું પણ વેચાવું (કે વેચશો) નહી. અરર, આ તો ખોટું થયું. અમદાવાદીઓની પાસે આનો ઉપાય છે. તો, હાજર છે એવા જ કેટલાંક ઉપાયો:

૧. કોઈ પણ સોડાની લારી પર જાવ. તમને બિયર, રમ કે વ્હિસ્કી જેવો સ્વાદ અને દેખાવ ધરાવતા વિવિધ શરબત કે સોડા મળશે. આખરે તો આ પાપી મન ને જ મનાવવાનું છે ને?

દા.ત. નીચેનો ફોટો 😉

(નોંધ: બિયર પીવા બેઠા હોય ત્યારે બોટલનાં લેબલમાંથી જોડણીની ભૂલો ન કાઢવી જોઈએ ;))

૨. ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું).

૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

6 thoughts on “દારૂબંધીના મોર્ડન ઉપાયો

  1. ૩. માઉન્ટ-આબુ, દિવ, દમણ એમને એમ કંઈ લોકો જાય છે? ભલા માણસ..

    અને… શ્રીનાથજી! ગુજરાતીઓ શ્રીનાથજીમાં ફક્ત કૄષ્ણભક્તિ માટે જાય છે એમ તમે સમજતા હો હો ખાંડ ખાઓ છો!

    😉

    Like

  2. ને કાલે આયાં વડોદરામાં સપાટો બોલી ગ્યો… ઈ ખબર જાણ્યા કે નહીં?
    એટલે અમારું કેવું એમ છે કે થોડા દી સાચવી લેવું.તમે લખ્યું છે કે ..
    ટ્રોપિકાના કે રીઅલનું ગ્રેપ જ્યુશ ખરીદો. રેડ વાઈન પીતા હોય તેમ મસ્તીથી પીઓ (હું આમ જ કરું છું)
    મસ્તી ખાતર તમારો આ પ્રયોગ કરવા જેવો છે. પણ હમણાં નહીં બાપલા. હમણાં તો આ પોલિસવાળા ભૂરાયા થ્યા છે.ઈ લોકો પીણાંને ધ્યાનમાં નો લે ને આપણી મસ્તીને ધ્યાનમાં લઈ લે તો નો થાવાવાળી થઈ જાય. ઈ કાંય નો કરાય!હમાણાં તો પાણીય જાળવીને પીવું.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.