3 Idiots

* છેવટે, ગઈકાલે અમે ત્રણે જણાં 3 Idiots જોવા ગયા. અમને એમ કે બપોરે ૧.૩૦નો શૉ છે એટલે કવિન તરત જ સૂઈ જશે એની જગ્યાએ એ આખા મુવી દરમિયાન જાગતો રહ્યો અને દોડમદોડી કરી. સદ્ભાગ્યે થિએટર ખાલી જેવું જ હતું.

મજા આવી ગઈ. ઘરે પાયરેટેડ સીડી પડી હોવા છતાં જોવાનું ટાળ્યું અને થિએટરમાં ગયા. જે કંઈ ૫૦૦ રુપિયાનો ધુમાડો થયો તે વ્યર્થ ના ગયો. એક વાત હજી મગજમાં છે. જો તમે એજ્યુકેશન સિસ્ટમ (કે કોઈપણ) સિસ્ટમ બદલવા માંગો તો તે શક્ય નથી. તમારે તમારી પોતાની નવી અને સારી સિસ્ટમ ઉભી કરવી પડશે. અને, જો આવી અનેક સમાંતર સિસ્ટમ ચાલે તો જ સાબિત થાય કે તે સમાજ કે દેશ સ્વસ્થ છે. વિશ્વાસ ન હોય તો અત્યારની સ્થિતિ જોઈ લો. દા.ત. ચીન કે પાકિસ્તાન જેવાં દેશો. તેવા દેશોમાં એન.જી.ઓ. કે સામાજીક સંસ્થાઓનું કોઈ સ્થાન જ નથી. સરકાર કહે તે જ કરવું પડે. સિસ્ટમ કહે તેમ જ ચાલવું પડે. હા, પેરેલલ સિસ્ટમનો ગેરલાભ છે – પણ લાભ સામે તે નગણ્ય છે.

અને ક્યાંક સાંભળ્યું છે કે પેરેલલ યુનિવર્સ પણ હોય છે 🙂

2 thoughts on “3 Idiots

  1. ચીન અને પાકિસ્તાન જવા દો. અહીં સિંગાપોરમાં પણ એવું જ છે. સિંગાપોરમાં પણ લોકશાહીના નામે સરમુખત્યારશાહી જેવું જ છે. સિંગાપોર 1965માં અસ્તિત્ત્વમાં આવ્યું અને ત્યારથી એક જ પાર્ટીનું એક ચક્રી શાસન છે. કોઇ પણ રાજકીય પક્ષને ઉગતો જ દાબી દેવામાં આવી દેવામાં આવે છે. પણ સારી વસ્તુ એ છે કે સિંગાપોરના સરમુખત્યારો અમાનવીય નથી એટલે અહીં વિકાસ પણ સારો થયો છે.
    મને ઘણી વખત વિચાર આવે છે કે ભારતને પણ આવી જ લોકશાહીની જરૂર છે થોડા સમય માટે. બોલો કોને મુખ્યમંત્રી બનાવવા છે સરમુખત્યાર ? આપણા ઘરના મોદી સાહેબ ચાલશે ? 🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.