સમય

* નોંધ: આ પોસ્ટ સમય બધા માટે સરખો છે, સમય સામ્યવાદી છે, ટાઈમ મેનેજમેન્ટ વગેરે વગેરે જેવા બોરિંગ, ફાલતુ અને બિનઉપયોગી વિષયો પર નથી.

પ્રેક્ટિકલી જોઈએ તો આજ-કાલ સમય દેખવા માટે બહુ મહેનત કરવી પડતી નથી. કાંડા-ઘડિયાળ, દિવાલ-ઘડિયાળ, મોબાઈલ, આઈપોડ કે મ્યુઝિક પ્લેયર અને છેલ્લે તમારા લેપટોપ કે કોમ્પ્યુટરમાં ઘડિયાળ હાજર જ હોય છે.

કોમ્પ્યુટર જોડે નાતો બહુ ગાઢ હોવાથી હું તેના પર જ સમય દેખતો હોઉં છું. હવે, ઓફિસ જવા માટે નીકળું ત્યારે હું અમારા ઘરની બધી ઘડિયાળો જે હંમેશા પાંચ મિનિટ આગળ મૂકેલી હોય છે અને મારી ઘડિયાળો (મોબાઈલ, કાંડા ઘડિયાળ) જે ૬ કે ૭ મિનિટ આગળ હોય છે – એ જોઈને નીકળું છું. કોઈક વખત મોડું થાય કે ઓફિસ જવાની આળસ આવતી હોય ત્યારે મને ખબર છે કે કઈ ઘડિયાળ કેટલા મિનિટ આગળ છે – અને આ આપણને ખબર હોય તે નડી જાય છે. હું વધુ પાંચ મિનિટ મોડો નીકળું છું અને સરવાળે એ જ મોડું થઈ જાય છે.

એટલે, છેવટે કોમ્પ્યુટર માટે તો એક સોફ્ટવેર છે – Alltock. જે તમારા કોમ્પ્યુટરની ઘડિયાળ ૧ થી ૧૫ મિનિટ આગળ કરી દે છે. અહીં તમને ખબર નથી કે ઘડિયાળ કેટલા મિનિટ આગળ થઈ છે, એટલે તમે – હજી પાંચ મિનિટ આગળ છે, થોડી વાર પછી જોઈશું – જેવી (કુ)ચેષ્ટાઓ કરી શકતા નથી.

દુર્ભાગ્યે આ સોફ્ટવેર ખાલી મેક માટે છે, વિન્ડોઝ વર્ઝન આવવાનું છે, લિનક્સ માટે આવું કંઈક શોધવું પડશે અથવા બનાવવું પડશે 🙂

3 thoughts on “સમય

  1. ટેકનીકલી વાતોમા6 તો નિરક્ષર જેવો ગણાવ પણ પ્રેકટીકલી વાતો કહું તો
    1 – ઘડિયાળનાં કાંટા આગળ ફેરવવાની “નિતિ” દરેક ઘરમાં હોય જ છે! અમારા ઘરમાં 15-20 મિનિટ આગળ હોય છે એ અમને ખબર છે પણ જયશ્રીનું (સ્વાનુભવે)કહેવું છે કે ખબર હોવા છતાં નિંદરમાંથી એકવાર તો સટાક ઊભાથઈ જ જવાય છે.

    2 – ઑફિસમા પણ આ પ્રમાણે કરવાથી ફાયદો(?)એ થાય છે કે કોઇ (માત્ર ટાઇમ પાસ કરવાના ઇરાદે આવતા)ગ્રાહક/મિત્રોને (આ બન્ને એક કદી ન હોય)આપણો “સમય” જોઇને ઉતાવળ કરવાની પ્રેરણા મળે છે.

    Like

  2. મને લાગે છે કે સહુ કોઈ આવું કરતું જ હશે, ઘડીયાળો આગળ મુકવાની નીતિ કદાચ આપણને સચેત રાખવા માટે હશે. મેં જ્યારે તમારો બ્લૉગ વાંચવાનો શરૂ કર્યો ત્યારે મનોમન હરખાતો હતો કે ચાલો, હું અને મારો પરિવાર એકલો નથી આવું કરનારો, અને જ્યારે તમે પેલી એપ્લિકેશનની વાત લખી ત્યારેતો હું ખુબ હરખાઈ ગયો, પણ તે આનંદ વધુ ના ટક્યો, કેમકે હું તો સાવજ વિન્ડૉઝ વાપરનારો છું, એતલે જો તમારા જોવા કોઈક લિનક્સ માટે આવું વિકસાવી પણ દો, કોન જાણે અમારા ગરિબડા વિન્ડૉઝ વાપરનારાઓની વહારે કોણ અને ક્યારે ધાશે.

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.