દોડ કાર્તિક દોડ…

* દોડવું એટલે કે દોડવું. જોગિંગ જે માત્ર એકાદ દિવસ જ થયું તે નહી. તો વાંચો સરસ મજાનો બ્લોગ પોસ્ટ Running Out Of Reasons, ટર્મિનેટરના બ્લોગ પર.

આ પોસ્ટ ક્યારનીય લખી રાખેલ, પણ પોસ્ટ કરવાનું નક્કી જ્યારે દોડવાનું શરુ કરીશ ત્યારે જ પોસ્ટ કરીશ એમ નક્કી કર્યું હતું. પછી, એમ થયું કે કેટલું દોડ્યો તેની નોંધ તો રાખવી પડેને? એટલે iPod ની Nike એપ્લિકેશન દેખી અને પછી પેલું iPod+Nike ઉપકરણ ખરીદવાનો વિચાર કર્યો. પછી, નક્કી કર્યું કે દોડવાનું ચાલુ કરીશ + નાઈકીનું ઉપકરણ લઈશ ત્યારે વિસ્તારથી આ પોસ્ટ લખીશ.

પછીથી બીજો વિચાર હાલ પૂરતો પડતો મૂક્યો. દરજીને આપેલું ટ્રેકપેન્ટ મસ્ત થઈ ગયું છે અને રનિંગ જૂતાં છેલ્લાં એક વર્ષથી બૂમ-બરાડા પાડે છે કે, ભાઈ હવે તો મારા આત્માને શાંતિ આપ અને દોડવાનું શરૂ કર.

તો, આજથી (બે દિવસ પહેલાંથી, પણ ખરેખર આજે સારું એવું દોડ્યો) શરુ કરેલ છે. કૂતરાઓ પાછળ પડતા નથી તે સારી વાત છે. વસ્ત્રાપુર લેકનો જોગિંગ ટ્રેક સારો છે. ગુજરાતીઓ આરંભે શૂરા કહેવત ખોટી પડે તેવી પરમ કૃપાળુ જોગિંગદેવને વિનંતી 🙂

Advertisements

5 thoughts on “દોડ કાર્તિક દોડ…

  1. જૂની વાત છે. અમરેલીના બસ સ્ટેશન રોડ પર મેં અને મારા મિત્રએ દોડવાનું શરૂ કર્યું તો પાછળ ગામડેથી આવેલા કેટલાક પટેલિયા પણ દોડવા લાગ્યા. એમને એમ કે આ લોકો બસ પકડવા દોડે છે! અમે ઊભા રહી ગયા તો એ લોકો કહે કે: કાં ઊભા રહી ગયા?બસ વઈ ગઈ?
    અમે કહ્યું કે: અમારે કાંઈ બસ નથી પકડવી. અમે તો એમનમ જ દોડીએ છીએ.
    એક પટેલે ઠપકો આપ્યો: સાવ ખોટેખોટી હટિયાપાટી નો કરતા હો તો! કારણ વગરના અમને દોડાવ્યા!

    Like

  2. યશવંતભૈ ની વાત હાવ હાચી છે … આમ હડિયાપટુ કરતા હોલે હોલે હેંડવાનું રાખો તો વધુ મજા આવશે અને લાંબી રેસનો ઘોડો થશો એ આ ગધેડો સ્વાનુભવે કહે છે.. અમે વરસોથી સવારના એકલો અને રાત્રે જમીને કસક અને જયશ્રી અને હું એમ ત્રણે જણા વૉક કરવા જઈએ જ .

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.