જ્યારે અમે નાના હતાં – ૮

* હવે થોડો કૂદકો મારીએ. દસમાં ધોરણમાં ખાસ કંઈ કરવા જેવું નહોતું. જેટલી તાકાત હતી એટલું ભણી લીધું. ન ગણવાનું ગણિત ગોખી લીધું. પણ, એકંદરે મહેનત સારી એવી કરી. ૮૦ ટકા ન આવ્યા એનો કોઈ અફસોસ ન રહ્યો પણ નિરવ – અમારો ખાસ મિત્ર બોર્ડમાં ક્રમાંક ન મેળવી શક્યો ત્યારે માની લીધું કે ચમત્કાર થાય છે. ૧૧મું ધોરણ ચમત્કારિક રહ્યું. હવે ખબર પડી કે બધાને વિજ્ઞાનપ્રવાહનો ડર કેમ લાગે છે. બદનસીબે, મારી વર્ષોની ઈચ્છા – દેડકાનું ડિસેક્શન – જીવપ્રેમી ગુજરાત સરકારે બંધ કરાવી દીધું અને મારી બધી ઈચ્છાઓ મરી પરવારી. એની વે, બાયોલોજી અને ફિઝીક્સ મારા પ્રિય (પ્રિય એટલે વધુ માર્ક-ગુણ આવે એવું નહી) રહ્યા – એનું કારણ પણ હતું કે બાયોલોજીનાં જેંતીભાઈ પ્રજાપતિ અમારા શિક્ષક કરતા મિત્ર વધુ હતા. ધોરણ ૯માં વિજ્ઞાનમેળામાં જેની બાજુમાં બેસીને બાજીગર જોયું હોય તે આપણા વર્ગ-શિક્ષક આવે તો કેવી મજા આવે. વધુમાં, તેઓ ભણાવે પણ મસ્ત!

અમને વળી ભણવાનું બહુ ભૂત ચડ્યું એટલે ચાલુ ૧૧માએ ૧૨માના ટ્યુશન ચાલુ કર્યા. ખરાબ નિર્ણય. બોધપાઠ મળી ગયો. ૧૧મું તો બગડ્યું, ૧૨મુંય બગાડ્યું. રીઝલ્ટ પહેલા અમે પાતાળેશ્વર મંદિર ગયા પણ, છેવટે જે થવાનું હતું તે થયું. પ્રભુને ગમ્યું તે ખરું. એમની ઈચ્છા નહી હોય વગેરે વગેરે.. ૬૦.૭૧ ટકા આવ્યા – બોર્ડમાં. જોકે શરમ ન આવી (કારણ કે, આવી શરમ પછી વારંવાર આવવાની હતી, કદાચ.)

ક્યાંય એડમિશન મળવાની આશા ન હતી એટલે, અમે પાલનપુરની લોકપ્રિય આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સમાં એડમિશન લેવાનો અભૂતપૂર્વ નિર્ણય લીધો અને જીવનનાં રોકડા ત્રણ વર્ષ બાજુ પર રાખી લીધા.

શું કર્યુ ત્યાં? આગળ જોઈશું..

Advertisements

8 thoughts on “જ્યારે અમે નાના હતાં – ૮

  1. અમારો ખાસ મિત્ર બોર્ડમાં ક્રમાંક ન મેળવી શક્યો ત્યારે માની લીધું કે ચમત્કાર થાય છે. …. In 3 idiots , there is one scene where madhvan/sharman said – “we were feeling bad because, our friend failed, and we were feeling even worst when he ranked top ” 🙂

    Like

  2. જેંતીભાઈ પ્રજાપતિ એટલે જે. બી. પ્રજાપતિ? અરે કાર્તિક એમના વિષે તો તે લખ્યું હોત તો પોસ્ટ બહુ લાંબો થઇ જાત નઈ?
    અને ૧૧ ૧૨ વિષે થોડું વધારે લખવા જેવું હતું

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s