ચોરી-ચપાટી, લાયસન્સ અને આ બ્લોગ..

Creative Commons License

ઉપરનું સરસ મજાનું બટન જોયું? તેનો મતલબ એ કે:

This work is licensed under a Creative Commons Attribution-Share Alike 2.5 India License.

હા. બ્લોગનું લાયસન્સ છે.

૧. તમે આ બ્લોગનું લખાણ તમારા બ્લોગ, છાપાં, પુસ્તક, પત્રિકા કે કંકોત્રી વગેરેમાં કોપી કરી શકો છો.

૨. તમે તેનો કમર્શિયલ ઉપયોગ કરી શકો છો. આલ ઈઝ વેલ.

૩. ફાવે તેમ ફેરફાર કરી શકો છો, ફરી ઉપયોગ કરી શકો છો. જો તમે એ ફેરફારો બીજાને પણ મારા લાયસન્સ હેઠળ આપો તો..

પણ, પણ..

તમે એવું લખો કે, Based on a work at kartikm.wordpress.com – એટલે કે મારા બ્લોગની લિંક આપો તો જ.

આ લાયસન્સ ક્રિએટીવ કોમન્સ શેર-અ-લાઈક ૨.૫ કહેવાય છે. ફ્રી સોફ્ટવેર તરીકે માન્ય છે. સોફ્ટવેર કરતાં ક્રિએટીવ કન્ટેન્ટ – લખાણ, ચિત્ર, મુવી, વગેરે માટે વધારે લોકપ્રિય છે. વધુ માહિતી માટે ક્રિએટીવ કોમન્સની વેબસાઈટ જુઓ. વધુમાં આ લાયસન્સ કોર્ટમાં ટેસ્ટ થયેલ છે – એટલે ચોરી-ચપાટી કરનાર વ્યક્તિઓ દલીલ કરી શકતા નથી. એટ લિસ્ટ, કોર્ટમાં.

જો તમે બ્લોગ ચલાવતા હોવ અને ચોરી-ચપાટીથી ત્રાસેલ હોવ તો બ્લોગનું લાયસન્સ નક્કી કરો. યાદ રાખો કે કંઈ પણ લાયસન્સ હોય, તમે તમારું લખાણ લખો તો આપમેળે કોપીરાઈટ થઈ જાય છે. તમારું એટલે તમારું. ભાષાંતર કરો એટલે જો મૂળ લેખકની પરવાનગી ન લીધી હોય તો ઉલ્ટો કોપીરાઈટનો ભંગ થાય છે.

ચોરી-ચપાટી વિશે આપણાં સી.આઈ.ડી. વિનયભાઈ ટૂંક સમયમાં બીજા લેખો લખે તેવો અણસાર છે. સ્ટે ટ્યુન્ડ!

6 thoughts on “ચોરી-ચપાટી, લાયસન્સ અને આ બ્લોગ..

  1. એટલે કે મારા બ્લોગની લિંક આપો તો જ….

    કાર્તિકભાઈ, આ જ તો મોટી વાત છે. લિંક આપવાની વાત જ કેટલાક લોકોને ગળે નથી ઉતરતી. ગાડી આડા પાટે ચડાવીને ભળતી દલીલો કરે. “બ્લોગમાંથી નકલ કરીને પોતાના બ્લોગમાં મૂકનાર લિંક આપે તો સારું” માત્ર એટલી જ વાત કહીએ તો એ લોકો દલીલમાં કહે છે કે: “સંતાનો પણ માબાપની જાણે અજાણ્યે નકલ કરતા જ હોય છે. નકલ કરવી એ ખોટું નથી.” આવી દલીલો કરનારા નવા બ્લોગર નથી હોતા. સાદીસીધી વાત નહીં સમજવાની તૈયારીવાળા રીઢા બ્લોગર હોય છે.
    એમને કહેવાનું મન થાય છે કે:અરે ભાઈ! એ વાતને ને આ વાતને શું લાગેવળગે? અને એ વાત ધ્યાનમાં નહીં લેવાની કે સંતાનો માબાપની નકલ કરે તો એમાં પણ વિવેક જાળવે છે. બાપા જેને “વાઈફ” કહે છે એને બેટો “મા’ કહે છે. બેઠ્ઠી નકલ નથી કરતો. અને કરે તો એને રોકવામાં આવે છે.

    Like

  2. શ્રી કાર્તિકભાઈ
    આપની વાત સાચી છે કોઈ પણ બ્લોગ ઉપરથી કોઈ કૃતિ અન્ય બ્લોગર પોતાના બ્લોગ ઉપર મૂકે તો જે તે મૂળ બ્લોગર્ની લીંક મૂકવી જ જોઈએ અને સૌજન્ય તો એ ગણાય કે તેના નામનો ઉલ્લેખ પણ કરવો જોઈએ.

    સ-સ્નેહ
    અરવિંદ

    Like

  3. રીડગુજરાતી, લયસ્તરો, ટહુકો જેવા ગુજરાતી ભાષાની સેવા કરતાં બીગ અને ફેમસ બ્લોગના બ્લોગરો કયું લાયસન્સ વાપરતા હશે? આવું કોઈ લાયસન્સ ત્યાં દેખાતું નથી.

    Like

    1. એજ તો મુશ્કેલી છે. બ્લોગનું લાયસન્સ ન હોય એટલે લોકો કોપી કરવા માટે જ છે – એમ માનીને કોપી-પેસ્ટ (અને પોતાના નામે ચડાવીને) કરે રાખે છે..

      Like

  4. લિંક આપો તો જ!

    આ લિંક આપવાનો જ વાંધો હોય છે નકલખોરોને! લિન્ક આપી દે તો પછી પોતાનું લખાણ છે તે કેવી રીતે કહી શકે?

    એક નકલખોરે મને દલીલ કરેલી કે ‘લિંક આપીએ તો વાચકો બીજા બ્લોગ પર ચાલ્યા ના જાય?’ મેં કહ્યું પહેલા તું વાચકોને તારા બ્લોગ પર તો આવતા કર. પછી આગળનું વિચારજે!🙂

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s