એક ન ખોવાયેલ બ્લોગ..

ઊંમર: આજે ૪ પૂરા કરી ૫મું બેઠું.
રંગ: આછો જાંબલી, ક્યારેક કાળો મેશ, ક્યારેક ધોળો ધબ.
ઊંચાઈ: બહુ જ સામાન્ય.
ભાષા: ગુજરાતી ભાષા થોડી ઘણી લખી જાણે છે, ગુજરાતી-અંગ્રેજી અને ટેકનોલોજીથી ભરેલ ભાષા બોલે છે.
સ્વભાવ: સામાન્યથી આંશિક ઉગ્ર.

આ થયો હજી સુધી ન ખોવાયેલ બ્લોગનો પરિચય – એટલે કે આ બ્લોગનો પરિચય. ૨૫ માર્ચે એટલે કે આજે ચાર વર્ષ પૂરા થાય છે અને પાંચમું વર્ષ શરુ થાય છે. દર વર્ષે બ્લોગની ક્વોલિટી અને આવૃત્તિ બન્નેમાં સુધારા-ઘટાડા-વધારા થયા છે. હું મને ગમે તેવું અને મારા વિચારોને રજૂ કરતો રહ્યો છું, કોઈક વખત ટેકનોલોજીકલ હથોડાં પણ માર્યા છે – તેમ છતાં, વાચકો વધતા રહ્યાં છે અને સરસ મજાની કોમેન્ટ્સ (વચ્ચે હમણાં કોઈને મારો બ્લોગ કે પોસ્ટ ન ગમ્યો એટલે ભરપૂર ગાળો પણ લખી ;)) આપતા રહ્યા છે.

બધા વાચકો, મિત્રો, યાર-બાદશાહોનો ખૂબ-ખૂબ આભાર. તમારા વગર ચાર વર્ષની લાંબી (અને કોઈક વખત થકવી નાખનાર) સફર જે લેપટોપ આગળ બેસીને જ ખેડવાની હતી તે શક્ય નહોતી. સાથે સાથે, વર્ડપ્રેસનો પણ આભાર – જેનાં વગર આ બ્લોગની રજૂઆત આટલી સરળતાથી ક્યારેય શક્ય ન બનત 🙂

મળતા રહીશું.

26 thoughts on “એક ન ખોવાયેલ બ્લોગ..

 1. કાર્તિકભાઈ, તમે જે ન ખોવાયેલ બ્લોગ બાબત લખ્યું છે તે બ્લોગ ક્યારેય ખોવાવાનો નથી. એ એટલો જાણીતો થઈ ગયો છે કે ખોવાવા માટે સહેજ પણ આડોઅવળો થશે તો લોકો એને પકડીને તમારી પાસે લાવશે ને કહેશે કે: સાચવો આને!!!!
  તમે ભલે નાની નાની પોસ્ટ મૂકો છો પણ એની ખૂબીઓ દર્શાવવા માટે મોટી મોટી પોસ્ટ લખવી પડે!!!!
  કૉમેન્ટસ રૂપી સેવખમણીમાં ક્યારેક કાંકરી આવી જાય! ચાલ્યા કરે!!! સમજણ રૂપી કોગળા કરી નાંખવા!!!
  અરે યાર! મુખ્ય વાત તો રહી ગઈ!!! અઢળક અઢળક [અનલિમિટેડ] અભિનંદન.

  Like

 2. પ્રિય ‘મારા વિચારો મારી ભાષામાં’
  હવે તું પાંચમાં પૂછાતો થયો. પાંચમા જન્મદિવસે ઘણી-ઘણી શુભેચ્છાઓ.

  Like

 3. કાર્તિક ભાઈ , પાંચમાં વર્ષ માં મંગલ પ્રવેશ માટે ખુબ ખુબ અભિનંદન, આમજ તમારા બ્લોગ ની સફર ચાલતી રહે તેવી શુભકામનાઓ !!

  Like

 4. શ્રીમાન ’મારા વિચારો, મારી ભાષામાં!’
  પાંચમા વર્ષમાં મંગલપ્રવેશ પ્રસંગે ખુબખુબ હાર્દિક શુભકામના.
  આપને અહીં સુધી પહોંચાડવા માટે સૌથી વધુ મહેનત જેમણે લીધી છે તેવા કાર્તિકભાઇને પણ હાર્દિક શુભેચ્છા !.

  Like

 5. અભિનંદન કાર્તિકભાઈ . પણ નવા વર્ષમાં કંઇક નવું જાણવા લાયક મુકજો.અગાઉ જેવું ના લખતા જેમકે લખોટી .કવિનના પરાક્રમો .કેમકે તમે આ સિવાય ઘણું સારું બધું લખ્યુજ છે જે ઘણું લોકોના માટે ઉપયોગી નીવડ્યું હશે. અને આ કવિનની વાતો મિત્ર તમારા ઘરમાં એક ૨૦ થી ૨૫ ની સ્ક્રેપ બુકમાં નોધવાના હોય .અહિયાં આવું બધું લોકો મુકશે તો સરવર નાનું પડશે.તારક મહેતા જેવા ટપુડા ની વાતો મુકશે તો જગ્યા ઓછી પડશે.

  Like

  1. વ્હાલા wbtacker320,

   એમ તો તમારી કોમેન્ટ અપ્રૂવ કરવા જેવી ન લાગી, છતાં મને લાગ્યુ કે મને આવી સલાહ આપનારને જવાબ આપવો જોઈએ — તમારા ચોતરા પર જ પંચાત કરવા વિનંતી. જગ્યા ઓછી પડશે તો વર્ડપ્રેસ વધુ જગ્યાની સગવડ આપે છે તે લઈ લઈશ એટલી એવી ચિંતા ન કરવી. જે પોસ્ટ તમને વાંચવા જેવા ન લાગે તે ન વાંચવા વિનંતી.

   આભાર.

   Like

 6. લો અવસર આવી ગયો સુહાનો..ચોક્કો મારવા બદલ અભિનંદન.એટલે કે ચાર વરસ પુરા કરવા બદલ.(અ)મને ખાતરી છે કે આ બ્લોગ કદી ય ખોવાનો નથી!
  રીડગુજરાતી.કોમ,અક્ષ્રરનાદ,અને ફન એન ગ્યાન(વિનયભાઈ જ સ્તો)ઉપરાંત આપનો બ્લોગ બધા જ કંઈકને કંઈક ઉજવણી કરી રહ્યા છે. એ આનંદની વાત છે.
  આજે કોકીને અને કવિનને પાર્ટી તો આપવી જ પડે બોસ..! બોલો ક્યાં લઈ જાઓ છો એમને?
  (બાય ધ વે, મારે એક પ્રશ્ન આપને પુછવો છે. જ્યારે હું મારા બ્લોગ પર લોગઈન થઈને ક્યાંક કોમેન્ટ કરૂં તો એ એઓના સ્પામમાં જતી રહે છે. એવું કેમ થાય છે? હું ક્યાક બ્લેક લિસ્ટેડ તો નથી થઈ ગયોને? આ પ્રશ્નનો આપ એક નિષ્ણાત તરીકે જવાબ આપશો અને માર્ગદર્શન આપશો એવી આશા છે)

  Like

  1. કાર્તિકભાઇ,અભિનંદન! વાર્તાલાપ ને 6 મહિના કેમ કાઢ્યા તે મારું મન જાણે છે! અને તમે અધધધ ચાર વર્ષ (12×4=48અહિના!!!)

   આ પ્રતિભાવ અહિં લખવાનું કારણ એ કે મારી પણ આજ ફરિયાદ છે. ઘણા વાચકો ફરિયાદ કરે છે કે તે મારા બ્લોગ પર પ્રતિભાવ આપે છે પણ છપાતા/પ્રદર્શિત નથી થતા.(દા.ત.શ્રી પંચમ શુકલા.-તેઓ ને હમેશા ઇમેલ કરવાની ફરજ પડે છે. Can you guide me?

   Like

 7. ખૂબ ખૂબ અભિનંદન. આ દડમજલ મજેથી દોડતી રહે એવી શુભેચ્છાઓ.

  મને યાદ આવે છે ત્યાં સુધી ૨૦૦૬ના ઉનાળામાં (કદાચ ઉત્કર્ષ પ્રોજેકટની વેબસાઈટથી) કાર્તિક મિસ્ત્રીનો પરિચય થયેલો. ઈમેલ પણ કર્યાનું સાંભરે છે. સમય કેવો ઝડપથી પસાર થઈ જાય છે?

  એ સમયગાળા દરમિયાન બે અનૂઠા બ્લોગના શીર્ષકમાં ગુજરાતી ભાષા પ્રેમ છલકતો જોવા મળ્યો હતો.

  ૧. મારા વિચારો, મારી ભાષામાં
  ૨. મને મારી ભાષા ગમે છે કારણ કે (અશોક ઓડેદરા)

  Like

 8. કાર્તિકભાઇ , સાથે સાથે હવે પોસ્ટ્સ ની ફ્રિક્વન્સી વધારો તો ગમશે.–એક આપના બ્લોગ ના બંધાણી તરીકે ની માંગણી 😀

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.