ડમી કોમેન્ટ, અંગત આક્રમણ અને ગુજરાતી બ્લોગ જગત

* હવે, એમાં થયું એવું કે ચોતરો નામનો બ્લોગ (?) ચલાવતાં ભાઈ (કે બેન કે પછી કંઈક બીજું) પહેલાં, કોપી-પેસ્ટ, પછી પાયરસી અને વાતોનાં વડાંની જગ્યાએ પર્સનલ આક્રમણ કરવા લાગ્યા છે. એટલે હવે, આ બ્લોગ પાછો સક્રિય કરવો પડ્યો છે.

ગઈકાલે ચકાસણી કરવા માટે તેમનાં જ નામથી (wbtacker320) જ્ઞાનનું (કે કોપી-પેસ્ટનું) નાળું નામના બ્લોગ પર ટેસ્ટ કોમેન્ટ કરી. હવે આ નાળું અને ચોતરો બન્ને એક જ હોય એમ લાગતું હતું કારણકે ચોતરાએ પોતાની ઓળખાણ આપી નહોતી. છેવટે, નક્કી થયું કે આ નાળું તો ચોતરાવાળાનું જ છે.

તમે જ નક્કી કરજો. આવાં નફ્ફટ ચોતરા અને નાળાં માટે કયા શબ્દો વપરાય? વર્ડપ્રેસને યોગ્ય ફરિયાદ પણ કરવામાં આવી છે. તમે પણ આવા બ્લોગને રીપોર્ટ એઝ સ્પામ કરીને ફરિયાદ કરી શકો છો.

(હવે એક ઊંડો શ્વાસ અને મોટો બ્રેક!! આવજો!)

First they came…

(સોરી. વેકેશન તોડવું પડ્યું છે – આ એક પોસ્ટ માટે)

* સામાન્ય રીતે કવિતા અને અંગ્રેજી પોસ્ટ શીર્ષક વગેરેથી હું દૂર જ ભાગતો રહ્યો છું. પણ, અહીં એક અનુવાદ કર્યો છે. કેમ કરવો પડ્યો? કારણ છે: એપલ કંપની. અત્યાર સુધી અમે લોકો (હું અને કેટલાક ગીકી મિત્રો – પ્રદિપ્તો, ગોપાલ,..) એમ સમજતા હતાં કે એપલ એ ડેવલોપર ફ્રેન્ડલી છે. Mac OS X એ યુનિક્સ જેવું જ છે, વગેરે વગેરે – પણ, પેલા આઈફોન SDK ૪.૦ની જાહેરાત પછી મારે આ Poem અહીં આપવી પડે છે..

ખાસ કરીને તમે આ લેખમાં છેલ્લો ફકરો વાંચો.

“THEY CAME FIRST for the Communists,
and I didn’t speak up because I wasn’t a Communist.

THEN THEY CAME for the Jews,
and I didn’t speak up because I wasn’t a Jew.

THEN THEY CAME for the trade unionists,
and I didn’t speak up because I wasn’t a trade unionist.

THEN THEY CAME for the Catholics,
and I didn’t speak up because I was a Protestant.

THEN THEY CAME for me
and by that time no one was left to speak up.”

“પહેલાં તેઓ કોમ્યુનિસ્ટ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું કોમ્યુનિસ્ટ નહોતો.

પછી તેઓ યહુદીઓ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું યહુદી નહોતો.

પછી તેઓ ટ્રેડ યુનિયન્સ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું ટ્રેડ યુનિયનમાં નહોતો.

પછી તેઓ કેથોલિસ્ટ માટે આવ્યા,
અને હું ચૂપ રહ્યો કારણકે હું પ્રોટેસ્ટન્ટ હતો.

પછી તેઓ મારા માટે આવ્યા,
અને ત્યાં સુધીમાં કોઈ બોલવા વાળું રહ્યું હતું નહી.”

આ લખાયું છે – Martin Niemöller દ્રારા અને વિકિપીડિઆનો આર્ટીકલ તમે First They Came… પર જોઈ શકો છો.

તો હવે મારી પાસે છે તે એપલ પ્રોડક્ટસનું શું? નવું મશીન આવી રહ્યું છે. આઈપોડ બીજા કોઈકને આપી દેવાનું વિચારી રહ્યો છું..

સળવળાટ

* લાગે છે કે બ્લોગિંગ ફરી શરુ કરવું પડશે. છેલ્લી પોસ્ટની બધી કોમેન્ટ્સ, ચેટ, અંગત ઈમેલ્સ અને પર્સનલ પૃચ્છાઓ માટે આભાર, પણ હું એકાદ મહિનાનો વિરામ લઈ રહ્યો છું. મે મહિનામાં ફરી પાછા મળીશું.

🙂

છેલ્લી પોસ્ટ

Too much blogging..

(ચિત્ર સોર્સ: http://icanhascheezburger.files.wordpress.com/2007/05/i-is-tired-wurk-too-hard.jpg)

* હા. આજે આ બ્લોગનો અંત અને સાથે આ છેલ્લી પોસ્ટ. ગઈકાલે રાત્રે કોમ્પ્યુટર આગળ બેઠો-બેઠો વિચારતો હતો (અમે પણ વિચારીએ છીએ!) ત્યારે લાગ્યું કે બ્લોગિંગ વગેરેમાં બહુ સમય વેડફાય છે. હવે, સમય છે પૈસા અને માત્ર પૈસા પર જ ફોકસ કરવાનો. ગુજરાતી બ્લોગિંગમાં શું ફાયદો – એવા મતલબનો સવાલ જ્યારે અમને કોઈએ પૂછ્યો ત્યારે મને ઝાટકો સીધો જ નાનાં મગજ પર લાગ્યો અને પછી વિચારતા લાગ્યું કે ખરેખર વાત સાચી છે…

ચાર+ વર્ષ બહુ જ મજા આવી ગઈ. સરસ મિત્રો મળ્યા. સરસ ટીપ્પણીઓ ઉર્ફે કોમેન્ટ્સ મળી. કેટલાય પ્રશ્નોનો જવાબ બ્લોગ વડે મળ્યો. શરુઆતમાં તો કેટલી ટીપ્પણીઓ મળે છે, તેમાં વધારે રસ હતો. પછી, શું લખવું તેમાં રસ હતો. પછી, આપોઆપ લખાતું ગયું.

પણ, હવે – યે તો હોના હી થા. થાકી ગયો છું. અલવિદા. આવજો. ગુડ બાય. વગેરે વગેરે. મારો બ્લોગ જીવંત રહેશે એટલે કે વર્ડપ્રેસનું એકાઉન્ટ દૂર નહી કરું. કોમેન્ટ્સ વગેરેનો જવાબ આપીશ. સંપર્ક પાનું જાળવી રાખીશ.