સુરત મુલાકાત

* અમે બધાં (એટલે કે ત્રણ જણાં) એપ્રિલનાં ત્રીજાં વીક-એન્ડ પર (17-18 April) સુરત જઈ આવ્યા. સુરતની આ મારી ઘણાં વર્ષો પછીની મુલાકાત. ઘણાં વર્ષો પહેલાં જ્યારે કોલેજનાં બીજાં વર્ષમાં હતો ત્યારે વિનયની હોસ્ટેલ (સાર્વજનિક, આર્કિટેકચર વિભાગ)માં રહ્યો હતો. આટલા વર્ષોમાં સુરતની સૂરત સરસ થઈ ગઈ છે. જોકે એ વખતે પણ સુરત સુધરી રહ્યું હતું. આ વખતે મુલાકાત ટૂંકી રહી પણ, મજા આવી ગઈ. તો શું કર્યું અમે?

+ નવાં સુરતી શબ્દો શીખ્યા. મંટોડી (કવિનનો ફેવરિટ શબ્દ), ત્રોફો, પીંછી અને કરસાટો.
+ સુરતી ભાષા કઈ રીતે બોલાય છે તેનાં ઉદાહરણો મળ્યા. ઘણાં શિક્ષકો તો જેમ બોલાય એમ લખાવાનો આગ્રહ રાખે છે. દાત. દરિયો લખો તો જવાબ ખોટો આપે. અને ડરિયો લખવાનું કહે 😉
+ સવારમાં લોચો ખાધો.
+ ડુમસનો ગારો જોયો, પણ આ વખતે ભરતીને કારણે પાણી સારુ એવું હતું. ત્યાં જઈને ટામેટાં, રતાળુ અને કાંદાના ભજિયાં ઝાપટ્યા.

એકંદરે, સુરતી પ્રજા વિશે સાંભળ્યું હતું તેના કરતાં વધુ સારો (પ્રેમાળ, મોજીલી અને મસ્તીવાળી) અનુભવ થયો. બીજા દિવસે સાંજે મિત્ર કુનાલ ધામીને મળ્યો અને ચોકલેટ ફેક્ટરીમાં કોમ્પ્યુટર અને બ્લોગ-જગતની વાતો કરી, મોડી રાત્રે ખાસ મિત્ર પિયુષને મળવા ગયાં અને ત્યાં બન્નેનાં બે ટેણિયાંઓ (નિર્વિ, કવિન) પહેલી વાર મળ્યા. ફોટાઓ વધુ પાડી શકાયા નહી એ અફસોસ રહ્યો. સોમવારે સવારની ગુજરાત ક્વિનમાં પાછાં આવ્યા ત્યારે ભરપૂર થાક લાગ્યો હતો પણ બપોરે પાછું ઓફિસ જવાનું હતું 😦

Advertisements

7 thoughts on “સુરત મુલાકાત

 1. હુરટી બોલીની ખાસીયત એ છેકે તેમા ત નો ઉચ્ચાર ટ, અને ટ નો ઉચ્ચાર ત તરીકે થાય છે. આ ઉપરાંત સ ને બદલે હ નો ઉપયોગ કરવામાં આવે છે. દા. ત. સુરતને બદલે હુરત. સામાન્ય રીતે આ બોલીમાં સાહજિક પણે પ્રેમાળ તુંકારાનો વપરાશ પણ વધુ થતો જોવા મળે છે.
  કરસાટો.કરતા કરહાટો વધુ હુરટી લાગે!

  Like

 2. સુરત?!! ઓહ દોસ્ત, મારું પ્રિય શહેર સુરત ની વાત સાંભળી ને ઘણો આનંદ થયો.
  હા સુરત ની શકલ ઘણી ફરી ગઈ છે હવે.
  મને યાદ છે કે ૩ વર્ષ પહેલા જયારે સુરત થી યુ.એસ. આવ્યો તે પહેલા ત્યાં બાઈક ચલાવવું પણ અમુક વાર મુશ્કેલ બનતું.
  પણ ગયા વર્ષે અને આ વર્ષે જાન્યુઆરી માં જયારે સુરત ગયો ત્યારે પરિસ્થિતિ એકદમ જ બદલાયેલી લાગી.
  હવે એ જ શહેર માં એ જ માર્ગો પર હું કાર પણ ઘણી સરસ રીતે અને સરસ સ્પીડ માં ચલાવી શકતો હતો જે ઘણા બધા નવા બનેલા ફ્લાય-ઓવર બ્રીજ ને આભારી છે.
  આવા તો ઘણા બધા બીજા પણ વિકાસો જોવા મળ્યા.
  અને હા ઘણું બધું અલગ અલગ ખાધા પછી પણ દર વખતે જયારે ત્યાંથી પાછા આવીએ ત્યાર પછી યાદ આવે કે અરે આ ખાવાનું તો રહી ગયું ને પેલાનો સ્વાદ માણવાનો રહી ગયો.

  Like

 3. બોસ..! હુરતમાં આવિને નવા પુલની જાળી જોઈ કે ની..?

  ૧૦-૧૨ નું રિઝલ્ટ આવે તે પહેલા ટો પેલા કલેક્ટરે સરદાર બ્રિઝ પર જાળી લગાવી ડિધેલી છે… 😀

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s