ટ્રાફિક (નોન) સેન્સ અને નિર્ણય

* જયવંતભાઈએ લખ્યું તેમ અમદાવાદમાં વાહન ધરાવતો કે ન ધરાવતો માણસ ઘરેથી નીકળે અને રાત્રે ઘરે આવે ત્યારે જ શાંતિ થાય. (એમ તો ફિલસૂફીની ભાષામાં કહી શકાય કે આ જીવનનો કોઈ ભરોસો નથી પણ આ પોસ્ટ એ વિષય પર નથી.) અમદાવાદમાં ખરેખર ગરમી પછી મોટો ત્રાસ હોય તો આડેધડ અને બેજવાબદારી પૂર્વક વાહન ચલાવતા યુવાનો, બૂકાનીધારી છોકરીઓ (હા, ઘણાં ખરાં કિસ્સામાં વાંક છોકરીઓનો જ હોય છે.) અને બાકી રહ્યું તેમ મોબાઈલ પર વાત કરતાં-કરતાં લોકોનો. જાણે તેમનો કરોડોનો ‘બિઝનેસ’ અટકી પડવાનો હોય.

એટલે, નક્કી કર્યું કે અમદાવાદમાં જો રહેવાનું થાય ત્યાં સુધી કોઈ વાહન ન લેવું. પેલી બિચારી મારી સાયકલ, હજી દુકાનમાં પડી છે. મને ખરેખર હિંમત થતી નથી કે આવાં ટ્રાફિક-નોનસેન્સ વાળા વાતાવરણમાં હું સાયકલ લઈને ફરું.

અસ્તુ.

10 thoughts on “ટ્રાફિક (નોન) સેન્સ અને નિર્ણય

 1. ભાઈ કાર્તિક
  આ સમસ્યા માત્ર અમદાવાદ પૂરતી મર્યાદિત નથી. સમગ્ર ગુજરાત સહિત આખા દેશમાં આ જ હાલત છે. પરિણામે માર્ગ અકસ્માતમાં દુનિયા ભરમાં આપણો નંબર પ્રથમ છે તે વિષે મારાં બ્લોગ ઉપર એક લેખ થોડા દિવસ પહેલાં જ મૂકેલ છે આ સમસ્યાનો હલ તો જયવંત પંડ્યા અને બીજા પત્રકારો જો ગંભીરતા સાથે ઝુંબેશ શરૂ કરે તો કદાચ સરકારી અધિકારીઓ જાગૃત થાય અને અકસ્માતોનું પ્રમાણ ઓછું થાય ! હું અહિ જામનગરમાં સાંજના ચાલવા નીકળું છું ત્યારે બીલકુલ રસ્તાના છેક ખૂણામાં ચાલતો હોવા છતાં ઘેર સલામત પહોંચીશ કે કેમ તેવી શંકા રહે છે કારણ કે સ્કૂટર અને બાઈક વાળા છોકરા/છોકરીઓ જે રીતે ચલાવતા હોય છે તે સર્વે જાણે મોતના સોદાગર ના હોય તેવું લાગ્યા કરે છે. આવા સગીર વયના છોકરા/છોક્રીઓને વાહન લઈ દેનાર મા-બાપને શું કહેવું ?

  Like

 2. ધન્ય છે બોસ, આવો નિર્ણય લેવા માટે… હું વાહન તો નહિ પણ સાઇકલ લેવાનું ચોક્કસ વિચારું છું. ટ્રાફિક પોલીસના આંકડા પ્રમાણે, રોડ અકસ્માતમાં અમદાવાદમાં રસ્તા પર મારવાવાળા સૌથી વધારે ચાલવાવાળા કે સાઈકલવાળા જ હોય છે. એટલે રિસ્ક તો ખરું જ પણ જોઈએ કેવી ચાલે છે સાઇકલ. ટ્રાફિકની બાબતમાં એવું છે કે કારવાલાને લાગે કે આ સાઈકાલવાળા જ વચ્ચે આવે છે અને તેમનામાં ટ્રાફિક સેન્સ નથી. એ જ કારવાળો જયારે રસ્તાપર ચાલતો હોય ત્યારે તેને બીજા કારવાળા રફ ચલાવતા લાગે…ટ્રાફિકનો મોટો પ્રોબ્લેમ જ આ છે કે લોકો જે રોલમાં હોય તેવી રીતે વિચારે, બીજાની સગવડ માટે કોઈને સહાનુભુતિ નથી. ખાસ તો ચાલવાવાળા અને સાઈકલવાળા તો અમદાવાદમાં જાણે સેકેન્ડરી સીટીઝન છે. કોઈ ઘરડા માજી ખાલી રસ્તો ક્રોસ કરવા માટે કરીને દસ રૂપિયાની રીક્ષા કરે તે કેવું કહેવાય?

  Like

  1. ઋતુલની એક વાત સાથે હું સંમત છું. જે લોકો જે રોલમાં હોય તેમ જ વિચારે છે. આ વાતને બીજા એક સંદર્ભમાં પણ આડવાતનું જોખમ લઈને કરી શકાય. પ્રજાને સરકાર ખરાબ લાગે. બેન્કના ગ્રાહકને બેન્ક કર્મચારી. બેન્ક કર્મચારીને ટેલિફોન કર્મચારી. ટેલિફોન કર્મચારીને છાપાવાળા.
   આ બધાનો નિવેડો એ કે બધા જો પોતાની અંદર ડોકિયું કરે અને પોતાનું કામ બરાબર કરે તો પ્રશ્ન જ ન રહે, પણ અબજો (હવે લાખની કિંમત ક્યાં રહી છે) રૂપિયાનો સવાલ એ છે કે જો કરે તો…

   Like

 3. વાહન નહીં લો તો, તમારે રસ્તો ઓળંગવો તો પડશે ને. તે કેવી રીતે? અભિમન્યુએ ચક્રવ્યૂહના સાત કોઠા વિંધ્યા હતા તેનાથીય અઘરી વિદ્યા છે આ રસ્તો ઓળંગવાની. ક્યારેક અંધજન મંડળ કે એ ૧૩૨ ફૂટના રિંગ રોડ (અમદાવાદ) પર બીઆરટીએસના બસ સ્ટેન્ડ સુધી પણ રસ્તો ઓળંગી જજો. ‘મુસાફિર’ ફિલ્મમાં અનિલ કપૂર આંખે પાટા બાંધીને રસ્તો ઓળંગે છે કે ‘લક’માં સંજય દત્ત ટ્રેનના પાટા ઓળંગવાની રમત આંખે પાટા બાંધીને રમાડે છે તે યાદ આવી જશે. તમે રસ્તો ઓળંગો છો તે જોઈને પણ કોઈ વાહન ધીમું પડે તો યાદ રાખજો, તે કોઈ બીજા ગ્રહનો માણસ હશે!

  Like

 4. Its true. I am not able to cross 132 feet ring road just beside my home.

  Even on highway, Its same thing. I am not able to drive properly on S.G.Highway to Gandhinagar. I am not able to judge people mindsets. Guys are doing overtake from 2nd or 3rd lan and comes back to first lan.. (Ofcourse, I am driving car at around 100 kmph )

  Thanks GOD. I have alternative.

  Like

 5. આ બુકાની ધારી છોકરીઓને બે જાતનો લાભ હોય છે. એક તો તેમને કોઇ જોઇ ન શકે,બીજો, તેઓ (તેણીઓ ) બધાને જોઇ શકે. જોકે મને પછી વિચાર આવ્યો કે આપણે પુરુષોને માટે હેલમેટ આજ કામ કરી શકે છે. પણ તોય આ બુકાની ધારીણીઓથી સાચવીને ચાલવું, મને એક એકમાં ડાકુરાણી ફુલનદેવી નો ભાષ થતો હોય છે.

  Like

 6. કોઈને નકારાત્મક વાત લાગશે પણ હકીકત એ છે કે રસ્તા મોટા અને સારા થવાથી રોંગ સાઈડમાં પણ ઝડપથી વાહન ચલાવવાની માનસિકતા વધી છે.રસ્તા ખરાબ હોય ત્યારે પણ તકલીફ અને સારા થાય તો પણ તકલીફ!
  હાથમાં ખૂલ્લી તલવાર વીંઝતાં વીંઝતા નીકળી શકાય?

  Like

 7. @ Kartik,

  Don’t even think of Bicycle, If you want, take the Insurance first with third party rider (Check terms and condition that it covers this or not). It’s safe to be in Car / Bus (BRTS?) then any two wheeler. If you got accident and if you are alive, always call the cop, don’t rush, that will help you to be at safer side during legal actions.

  Like

 8. …”મોબાઈલ પર વાત કરતાં”
  what happens if Interphone reveals a definite link between cellphones and cancer? Will we find ourselves dependent on land lines again? Unlikely. The technology is probably here to stay, says Siegal Sadetzki, who ran the Israeli Interphone study: “We know that there are car accidents, and we still use vehicles, right? We’ve just learned how to do it wisely.”

  Like

  1. ૨૦૦-૩૦૦ રુપિયાનાં બ્લ્યુટુથ હેન્ડ્સફ્રી વડે ધણાં અકસ્માતો અટકાવી શકાય. વિદેશમાં (એટલિસ્ટ, કેનેડામાં) પણ આ રીત માન્ય છે.

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.