વેસા મુલાકાત…

* આજે ચાર દિવસ પછી ઓનલાઈન થવાથી કંઈ ખાટું-મોળું કે ઉંધુ-ચત્તુ થઈ ગયેલ નથી એવું જ્ઞાન લાધેલ છે. એ રીતે જોતા આવા ટૂંકા-મોટાં વેકેશન લઈ શકાય. તો, હું ગયેલ મારા સંબંધીઓ (એટલે કે સાળીજી અને પછી સાળાજી) નાં લગ્ન પ્રસંગોમાં. વેસા. નાનકડું ગામ. હજી સુધી મોબાઈલનું નેટવર્ક ધાબા પર જઈએ ત્યાં સુધી આવતું નથી. એ સારું જ છે. કોઈ ત્યાં ફોન પર ચોંટતું નથી કે વિષ ભરેલ ઈમેલ કે નવી રચનાની માહીતી આપતો ઈમેલ મોકલતું નથી. રાત્રે ધાબા પર ઉંઘવાની મજા આવી. ઉનાળામાં ઓઢવું પડે એવો પવન આવતો હોય ત્યારે મજા જ આવે ને? જોકે, ગામમાં મોટાભાગની વસ્તી આજુ-બાજુનાં મોટાં શહેરો-ગામોમાં સ્થળાંતર કરી ગઈ છે. ઉનાળા-દિવાળી સિવાય જઈએ તો ભેંકાર લાગે. ભવિષ્યમાં ત્યાં ઘર કે ફાર્મહાઉસ લેવાનો વિચાર આવી રહ્યો છે…

થોડાક ફોટાઓ ફેસબુક (ઉહ!) પર મૂકેલ છે. મોટાભાગનાં વાચકોને જોવા મળી ગયા હશે અને ન જોયા હોય તો ખાસ ગુમાવવાનું નથી. હા, કવિનની મસ્તીઓ એમાં કેદ છે. કવિનને વધુ મજા પડી કારણકે એ ત્યાં ૧૦ દિવસો જેવો રહ્યો. આખું ગામ કવિનને ન ઓળખે તો નવાઈ કહેવાય. કવિનને ઘણાં-બધાં નવાં મિત્રો મળ્યાં અને મારી ઘણાં દૂર-દૂરનાં સંબંધીઓ જોડે ઓળખાણ પણ થઈ. એક દિવસ પાલનપુર ગયેલો પણ, ખાસ સમય ન મળ્યો.

અને હા. ઓહ, મિઠાઈઓ અને કેરીનો રસ. ગળું હજુ ટાઈટ છે.

બીજું બોલો, બ્લોગ-જગતમાં શાંતિ છે ને? 😉

2 thoughts on “વેસા મુલાકાત…

  1. પોપટ [કૉમેંટ] ભૂખ્યોય નથી ને તરસ્યોય નથી.
    નેટ અપવાસ કે એકટાણા કરવાથી મગજ સારું રહે!
    ગામડાવાળા બ્લોગ લખતાં થશે ત્યારે બ્લોગના નામ કેવાં હશે?

    Like

  2. બધા એવું જ વિચારે છે કે નિવૃત્તિ પછી કે થોડા વર્ષો પછી ગામ પાછા જતા રેહવું છે પણ હજુ સુધી મેં કોઈ ને જોયા નથી પાછા જતા!!!! વિચાર તો અમારો પણ એવો જ છે.. જોઈએ…

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.