ફિલમ: ગ્રાન ટોરિનો (૨૦૦૮)

* ઘણાં વખત પહેલાં જ્યારે aria2 પેકેજનો ડેબિયન માટે સહ-વ્યવસ્થાપક (એટલે કે co-maintainer) બન્યો ત્યારે આ મુવી ટેસ્ટ માટે ડાઉનલોડ કરેલું. કારણ? thepiratebay પર તે ક્યાંક ટોપ ૧૦૦માં હતું.

ત્યાર પછી જોવાનો સમય ન મળ્યો અને સીડીઓનાં ઢગલાં હેઠળ દબાઈ ગયું અને કાલે સાફ-સફાઈ વખતે મળ્યું. આજે પેટમાં દુખાવાના કારણે કામ ઓછું કરવાનું નક્કી કર્યું ત્યારે, આ મુવી જોયું. કેવું લાગ્યું? ઉત્તમ. ફિલમનો દરેક સંવાદ કદાચ shut the f**k up થી શરુ થાય છે અને ત્યાંથી પૂરો થાય છે. પણ, પણ,..

૧. આ મુવી જો આપણા સેન્સરબોર્ડ પાસે આવે તો મૂંગુ મુવી બની જાય.
૨. ફિલમમાં કદાચ એક પણ કહેવાતું અશ્લીલ દ્રશ્ય નથી. એના કરતાં તો આજ-કાલનાં યુ સર્ટિફિકેટમાં વધુ બેહૂદા દ્રશ્યો હોય છે.
૩. સ્ટોરી એકદમ સરસ છે. ક્લિન્ટ ઈસ્ટવૂડ હોય તો કહેવું પડે? એક વિધૂર અમેરિકન જે કોરિયાના યુધ્ધમાં લડેલો છે અને તેનાં દિકરાઓ તેના મરવાની રાહ જુએ છે ત્યારે બાજુનાં ઘરમાંથી કોરિયન હમોંગ (જુઓ, આ પોસ્ટની ટીપ્પણીઓ) છોકરો તેની સુંદર કાર ગ્રાન ટોરિનો ચોરવાનો પ્રયત્ન કરે છે. આ છોકરો તાઓ હોંશિયાર છે પણ તેને શું કરવું તેની ખબર નથી. ક્લિન્ટ એટલે કે વોલ્ટ તેને પહેલાં તો અવગણે છે પણ, પછી તેનાં ગુંડા જેવા પિતરાઈ ભાઈઓથી બચાવ્યા પછી થોડીક તાલીમ આપે છે. અંત એકદમ અલગ છે. એટલે, મુવી અલગ પ્રકારનું બને છે..
૪. હોલીવુડમાં મુવીને રેટિંગ આપીને તમારા પર છોડી દે છે કે મુવી કોના માટે છે. આપણે અહી બોલીવુડમાં ડિરેક્ટર હલકાં, દ્રિઅર્થી સંવાદો અને બેહૂદાં દ્રશ્યો ઘૂસાડવા છતાં તેને યુ સર્ટિફિકેટ મેળવવાનો પ્રયત્ન કરે છે. ઢોલીવુડમાં પણ કંઈ અલગ સ્થિતિ નથી..
૫. અમુક મુવીને એ સર્ટિફિકેટ અપાય તો વાંધો શું? થિએટર અને પછી મા-બાપની જવાબદારી કે આવાં મુવીઝ જોતાં પોતાનાં સંતાનોને અટકાવે અને તેમ છતાં તેમને ખબર છે કે તેઓ જોવાનાં જ છે 🙂

Advertisements

4 thoughts on “ફિલમ: ગ્રાન ટોરિનો (૨૦૦૮)

 1. Kartik, this is one of my best loved movie too.
  Clint has no option, till date!

  One correction- the boy and his family next door are not Korean but Hmong race which is found in Laos, Thailand and Vietnam.

  Like

  1. સાચું. રાત્રે મોડા યાદ આવ્યું. હમોંગ. પણ, પછી થયું કે સવારે સુધારી લઈશ. મારા બ્લોગના વાચકો જાગૃત છે તે જાણી આનંદ થયો 🙂

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s