WFH

* ના. આ કંઈ WTF જેવું નથી. WFH = Work From Home. બહુ જોરદાર વસ્તુ છે. તમારી જોબ ૨૪ કલાકની બની જાય અને તમને ૨૪ કલાક ઘરનાં સભ્યો જોડે રહેવા મળે. ગમે ત્યારે કોઈ બગ સોલ્વ કરવો પડે અને ગમે ત્યારે બૂમ પડે કે, મેગી ખતમ થઈ ગઈ છે, લઈ આવો ને (જોકે ડિમાન્ડ આપણે જ કરી હોય કે, મેગી બનાવ ને..) ટૂંકમાં, જેટલાં ફાયદા તેટલાં નુકશાન. એકાદ મહિનો થવા છતાં મારા પેલાં ફેમસ શોખની શરુઆત નથી થઈ. ગિટાર વગેરેનું પ્લાનિંગ કર્યું છે, પણ કવિનની સ્કૂલ શરુ થાય પછી વાત. ઘરની બહાર નીકળવાનું બહુ જ ઓછું થાય છે, તેનો ગેરફાયદો એ કે વજન થોડું વધ્યું હોય એમ લાગે છે. વાંચવાનું વધી ગયું છે, એ ફાયદો છે. અત્યારે UNIX Internals – The New Frontiers ચાલે છે અને પછી Coders At Work મંગાવી છે જે આજ-કાલમાં આવી જશે. પછી, Mythical Man Month નો વારો છે.

ટૂંકમાં, એજ સરસ મજાનું જીવન છે. કાલથી ગાર્ડનમાં સાંજે ચાલવા જવાનો ભવ્ય કાર્યક્રમ બનાવ્યો છે. કાલ પડે એટલે ખબર પડે કે કાર્યક્રમ સફળ થયો કે પછી ભારતની ક્રિકેટ ટીમ જેવા હાલ થયા. તો કાલે વાત..

Advertisements

3 thoughts on “WFH

  1. અરે વાહ ! મારું સીસકો (cisco) સાથેનું અસાઇન્મેન્ટ યાદ આવી ગયું ! સવારે બસ જતી રહે કે મેગી લાવવાની હોય ( આઈ મીન કઈ કામ હોઈ) તો આ ત્રણ મેજિકલ લેટર્સનો મેઈલ ટીમને મારી દેવાનો !!

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s