વિનયભાઈ સાથે મુલાકાત..

* હા. વિનયભાઈ એટલે આપણાં ફનએનગ્યાન વાળા જ. એક સાંજે એમનો ઈમેલ આવ્યો કે તેઓ એક કામસર અમદાવાદ આવે છે તો મળવા માટે સમય મળશે કે નહી. હવે, આપણે તો નવરાધૂપ માણસ અને પાછો શનિવાર એટલે તરત હા પાડી અને વિનયભાઈને એમના શહેરમાં મળવાનો મોકો ગુમાવેલો એટલે આ વખતે તો મળવું જ હતું. અમે વિજય ચાર રસ્તા આગળ બરિસ્તામાં મળવાનું નક્કી કર્યું અને લગભગ સાથે જ પહોંચ્યા. બરિસ્તા બંધ. ચારે-કોર નજર કરી તો મોટાભાગની દુકાનો બંધ. થોડા આગળ ગયા તો ચોકલેટ ફેક્ટરી સદ્ભાગ્યે ખૂલ્લી હતી અને થોડીક છોકરીઓ બેઠેલી હતી, પણ વિનયભાઈ હતા એટલે તેઓએ મને નજરઅંદાજ કરવો પડ્યો.

એકાદ કલાક બ્લોગ-જગતથી માંડીને કવિન સુધીની વાતો થઈ. લેક્સિકોનથી માંડીને મોબાઈલમાં ગુજરાતી કેવી રીતે દેખી શકાય ત્યાં સુધીની ટેકનિકલ ચર્ચા પણ કરી. દિવ્ય ભાસ્કરથી માંડીને ચિત્રલેખાની પણ વાતું કરી. અને હા, આઈરિશ કોફી પણ સરસ હતી. વધુમાં, તેમના પ્રત્યેનું માન બેવડાઈ ગયું જ્યારે તેમણે કંઈક વાત નીકળતા કહ્યું કે ભલે ઉંમરમાં તમે નાનાં છો પણ, બ્લોગ-જગતમાં તમે મારાથી સિનિઅર છો..

બ્લોગનાં ફાયદા શું છે અને કેટલી ક્લિક મળી તેના કરતાં બ્લોગ વડે વિનયભાઈ જેવા (અને બીજાં અનેક!) મિત્રો મળ્યાં છે – એ વાતથી મારું બ્લોગજીવન સાર્થક છે 🙂

Advertisements

22 thoughts on “વિનયભાઈ સાથે મુલાકાત..

 1. કોણ કહે છે કે શરમ નથી રહી દુનિયામાં? તમને આજે એનો અનૂભવ થઇ ગયો.
  “થોડીક છોકરીઓ બેઠેલી હતી, પણ વિનયભાઈ હતા એટલે તેઓએ મને નજરઅંદાજ કરવો પડ્યો.”

  Like

 2. કાર્તિકભાઈ, અમને યાદ છે કે: તમે એક વખત પુના જવાની વાત જણાવેલી. તે વખતે જ અમે મજાક કરવાના હતાં કે બે મહાનુભાવોની હાજરીથી પુનાનું આવી બનવાનું! પણ અમે નવા નવા હતા એટલે સિનિઅરોની શરમ ભરી. પણ મનમાં હતું કે તમે મળશો. પણ તમે લોકો પુનામાં ભેગા ન થયા!!
  ખેર ઉપરવાલેકી દુનિયામેં દેર હૈ. અંધેર નહીં.
  પુનામાં ન થયું તે અમદાવાદમાં થયું. જે થયું તે સારું થયું.
  ને આજ સુધી મનમાં રાખેલી વાત! રામગોપાલ વર્મા જો બ્લોગજગતનું શોલે બનાવે તો જય અને વીરુ તરીકે તમને બંનેને જ લે!!!!!!!!!!!!!!!!!! હાહાહાહાહા………….

  Like

 3. Friends.. Be ready.. for one more earthquake…

  Open Source and Microsoft is going to meet…… Kartik and Pinal.. 🙂 🙂 🙂

  Like

  1. કંઈ ખાસ નહી. “ચિત્રલેખાના કવર પર થતા ફેરફારો – ૧૯૮૪ થી ૨૦૧૦ સુધીની સફર” – આ વિષય પર હું પી.એચ.ડી. કરવાનો છું તે અંગે મારે વિનયભાઈનો મત લેવો હતો એટલે.

   વિગતવાર પોસ્ટ ક્યારેક પછી..

   Like

  2. સાલુ..!બધા ચિત્રલેખાની પાછળ પડી ગયા છે.બિચારુ,કેટલી બધી પબ્લિકસીટી મળી ગઈ ચિત્રલેખાને ? 😉

   Like

   1. ચિત્રલેખાને તો પબ્લિસીટી મળતા મળી , સાથે સાથે હવે લોકો ચિત્રલેખા પહેલા પાનથી નહિ છેલ્લા પાનથી વાંચવાનું શરૂં કરશે તે નક્કી…!:)

    Like

 4. બહુ સરસ લેખ છે.

  તમારો ખુબ ખુબ આભાર
  ગજેન્દ્ર રાઠોડ

  Like

 5. અલ્યા કાર્તિક ચાની લારી પર ચા પીધી અને આઈરિશ કોફી ના ગપ્પા .
  લીમીટ અને હેસીયત નું ધ્યાન રાખો.

  Like

  1. એવી ગપ્પાં મારવાની ટેવ અમને નથી. એ તો નાળાંની બાજુમાં ચોતરા પર બેસી કચરો વીણતાં લોકો ગપ્પાં મારે છે. લીમીટ અને હેસિયત બન્ને અમને ખબર છે!

   Like

   1. એ તો કાર્તિકભાઈ એવું છે ને કે કમળો હોય તેને જ પીળું દેખાય.

    -જેણે આખી જિંદગી લારી પર ચા પીધી હોય તેને લારી જ દેખાય.

    અને ખાખરાની ખિસકોલી સાકરનો સ્વાદ શું જાણે.

    -જેની હેસિયત લારી પર ચા પીવાની હોય તેને આઈરિશ કોફીનો સ્વાદ તો ક્યાંથી ખબર હોય?

    Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s