વિચિત્ર સોફ્ટવેર્સ

* વિચિત્રતા માત્ર આજ-તક કે ઈન્ડિયા ટીવીનાં સમાચારો કે દિવ્ય-ભાસ્કરે નેટ પરથી ઉઠાવેલ વર્ષો જુનાં ફોટાઓમાં નથી હોતી. વીક-એન્ડ પર અને આજે બોરિંગ સોમવારે મને બે સરસ અને વિચિત્ર સોફ્ટવેર મળ્યાં.

૧. tempest-for-eliza:

આ શું કરે છે? આ કમાન્ડ-લાઈન સોફ્ટવેર તમારા કોમ્પ્યુટરનાં મોનિટર વડે AM રેડિયો સિગ્નલ પ્રસારિત કરે છે. તમે ફિકવન્સી અને ગીત પસંદ કરી શકો છો અને પછી, રેડિયો પર સાંભળી શકો છો. વિચિત્ર. આવું કરવાની જરુર શું? 😉

૨. redshift:

તમારે તમારું કોમ્પ્યુટર ક્યાં પડ્યું છે અને કયો સમય છે તે પરથી તમારી આંખો સુરક્ષિત રહે તે માટેનું માર્ગદર્શન રંગ-તાપમાન ગોઠવીને આપે છે. ખાટલે મોટી ખોડ કે, તમારા કોમ્પ્યુટરનાં અક્ષાંશ-રેખાંશ જોઈએ. મારા ફોનનાં GPS થી પ્રયત્ન કર્યો પણ તે માટે clear sky જોઈએ. બગીચામાં બેઠા હોય ત્યારે કામમાં આવે 😉

૩. steghide:

ચિત્રની અંદર છુપો સંદેશ છુપાવવા માટેનું સરસ સોફ્ટવેર. દા.ત. જો તમારી પાસે આ સોફ્ટવેર હોય (જો લિનક્સ વાપરતાં હોવ..) તો અહીં આપેલ ચિત્રમાંથી છુપો સંદેશ શોધી મને મોકલો. પાસવર્ડ છે: કાર્તિક (અંગ્રેજીમાં).

(આ વોલપેપર: http://wiki.debian.org/DebianArt/Themes/SpaceFun પરથી લીધેલ છે.)

કેવી રીતે સંદેશો મેળવશો?

$steghide extract -sf foo.jpg

Advertisements

7 thoughts on “વિચિત્ર સોફ્ટવેર્સ

 1. “tempest-for-eliza” આ મને તો ઉપયોગી લાગ્યું…
  અહિયા અમે વિદ્યાર્થીઓ સેકન્ડ હેન્ડ કાર લેતા હોય છે જેમાં ટેપ કે સીડી પ્લેયર નથી હોતું… પણ રેડિયો હોય છે… તો જો આ સોફ્ત્વેરથી ગાડીમાં સોંગ સાંભળી શકાય છે… જો કે એના માટે અમે લોકો એ already FM Transmitter (Made in China) buy કરી દિધુ છે…

  Like

  1. Agree. મને યાદ છે એક વખત અમે બાંદ્રાથી મારા ઘરે ટેક્સીમાં જતા હતા ત્યારે એક મિત્ર પાસે આઈપોડ અને FM ટ્રાન્સમિટર હતું. તેણે Eminem ના ગીતો લગાવ્યા અને ટેક્સી વાળાને તેની ફિકવન્સી પર ગોઠવવા કહ્યું. આખા રસ્તે લોકો અમને જોતા હતા કે સાલું ટેક્સીમાં Eminem ના ગીતો.. 🙂

   Like

  2. Well, the good property of AM is that ionosphere reflects it. You can listen to Radio Ceylon from bombay on AM, but try to listen (Mirchi, 91.1) FM even from Navi Mumbai , it will not sound that good .
   Both has its own pros and cons. In monsoon get yourself a good receiver and antenna, you may even catch signals from middle east or eastern part of Asia !

   Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.