એક ગાડી હો પ્યારી..

* એવરેજ વ્યક્તિનું સ્વપ્ન ‘ગાડી’ છે એ ફરી સાબિત થઈ ગયું. કેવી રીતે? ગઈકાલે ગિટાર ક્લાસમાંથી આવતો હતો ત્યારે રીક્ષા મળતી નહોતી પણ મને મારી પ્રિય એવી ૫૧ નંબરની બસ મળી ગઈ અને પાછું મારે રીલાયન્સ ફ્રેશમાં જવાનું હતું ને બસ મને છેક ત્યાં સુધી પહોંચાડવાની હતી. ગિટારની સ્ટ્રિંગ B અને E માં કેવા ફરક વાળો ધ્વનિ નીકળે છે યાદ કરતો આજુ-બાજુ નિરિક્ષણ કરતો હતો. ઓછામાં ઓછાં ત્રણ વ્યક્તિઓને બસની બહાર જતી ગાડીઓ જોઈ તેની વાતો કરતાં સાંભળ્યા (અને અફસોસ કરતાં કે તેઓ બસમાં બેઠાં છે)..

પછી, ભાવ-વધારા સામે આંદોલનનો કોઈ અર્થ લાગતો નથી..

તાજા કલમ: ગાડી અને ગાંડીમાં એક મીંડાનો જ ફરક છે 🙂

Advertisements

8 thoughts on “એક ગાડી હો પ્યારી..

 1. વાતો કરવા પર શ્રી ચિદમ્બરમ -G એ હજુ કોઇ ટેક્સ નથી નાખ્યો એટલે લોકો બે ઘડી મોજ માટે વાતો કરી લેતા હોય છે.. 🙂
  આજકાલ પોઝિટિવ થિંકિંગ પર બહુ ભાર મૂકવામા આવે છે.. તે આ રીતે પબ્લિક પોઝિટિવ થિંકિંગ કરી લેતી હોય છે..

  Like

 2. પોઝિટિવ થિંકીંગમાં મારે પણ એક ગાડી કે ગાંડી ( ? ) હોય તેનું સતત રટણ કરવાનું કહેવામાં આવતું હોય છે અને તો જ કાં ગાડી અને નહિ તો ગાંડી બે માંથી એક જરૂર મળે છે તેમ કહેવાય છે ! હાલ તો ગાડી લેવાની ચળ મોટા ભાગના લોકોને ઉપડી છે વળી લોન પણ આંખમીંચીને બેંકો અને અન્ય નાણાં સંસ્ર્થાઓ આપતી રહે છે પરિણામે હપ્તા ના ભરી શકાતા કબ્જે કરેલી ગાડીઓનું સેકંડ હેંડ ગાડી માટે પણ ભરચક્ક બજાર દરેક મોટા શહેરોમાં ખુલ્યા છે જે આપણો વિકાસ ( ? ) કે પ્રગતિ ( ? ) દર્શાવે છે અને નાણાં પ્રધાન અને સરદાર વડપ્રધાન આ માટે ગૌરવ લેતા રહે છે !

  Like

 3. બસમાં બેઠેલા એમ વિચારે કે આપણી પાસે કાર હોત તો… અને કારમાં બેઠેલા એમ વિચારે કે, બીજા કારવાળા બસમાં જતા હોત તો હું કેટલી જલ્દી પહોંચી શકત… 🙂

  એક સરસ કાર્ટૂન અહી જોવા મળશે:

  Like

 4. લેખકોએ મુસાફરી કરતા રહેવું જોઈએ. ફકત એટલું જ વિચારી રહ્યો છુ કે જો તમે બસમા ન બેઠા હોત તો આ પોસ્ટ ક્યારે લખાત. 🙂 (with previous comment there was a bit mistake)

  Like

 5. Ek minda no nahi pan ghana badha minda no tafavat che lol..ane pachi apda badha ni dod to minda pachad ni j che ne, ke nahi!? Nice one.
  Maro ahi no anubhav thodo alag che. hu jyare navi ane alag cycle jou chu to tarat dil ane man kudka marva mande che, pachi kimmat joine thodo thak khava besi jau chu :D. Ketlik to apde tya jeni bolbala che e car ni kimmat ni che 1-7 number sudhi ane upar 5 minda……….

  Like

આપની ટીપ્પણી...

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.